જોબ માટે પોર્ટલ પર બાયોડેટા કર્યો અપલોડ, નોકરી મળવાને બદલે ગુમાવ્યા 6 લાખ રૂપિયા, જાણો કેવી રીતે થઈ છેતરપિંડી
ઈન્ટરવ્યુમા આવવા અને તેને સેટ કરવા માટે સ્કેમર્સે નવિન પાસે 6,500 રૂપિયાની ફી માંગી હતી. નવીને આ વાત સાચી માની અને ફીની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ ઠગ લોકોએ નવીન પાસેથી વેરિફિકેશન, મેડિકલ ટેસ્ટ, ટ્રેનિંગ વગેરે અલગ-અલગ નામે રૂપિયા માંગ્યા હતા. આ બધા રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ નવિનને એક એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યો હતો.
આજે દુનિયા ડિજીટલ બની છે તેથી લોકો દરેક કામ ઓનલાઈન કરી રહ્યા છે. હવે લોકો નોકરી શોધવા માટે પોતાનો બાયોડેટા ઓનલાઈન જોબ પોર્ટલ પર અપલોડ કરે છે. કારણ કે તેના દ્વારા નોકરી શોધવી સરળ બની જાય છે. ત્યારબાદ લોકોને તેના આધારે જોબ માટે કોલ આવે છે, પરંતુ હવે સાયબર ઠગ તેનો પણ ફાયદો ઉઠાવી રહ્યા છે. સાયબર ગુનેગારો ઓનલાઈન નોકરી શોધી રહેલા એક વ્યક્તિને નોકરીનું વચન આપીને 6.4 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
જોબ પોર્ટલ પર બાયોડેટા અપલોડ કર્યો
તમે પણ જો ઓનલાઈન પોર્ટલ પર બાયોડેટા અપલોડ કરીને નોકરીની શોધ કરી રહ્યા છો, તો સાવચેતી રાખજો. આ કેસ ચંદીગઢનો છે, જેમાં નવીન ગુપ્તાએ નોકરી માટે કેટલાક જોબ પોર્ટલ પર બાયોડેટા અપલોડ કર્યો હતો. થોડા દિવસ બાદ તેમને ફોન આવ્યો કે, તે રાષ્ટ્રીય મીડિયા ગ્રુપમાંથી બોલી રહ્યો છે. સ્કેમર્સે નવીનને નોકરીની ઓફર કરી અને ઈન્ટરવ્યુ આપવા માટે કહ્યું હતું.
નવિન પાસે 6,500 રૂપિયાની ફી માંગી
ઈન્ટરવ્યુમા આવવા અને તેને સેટ કરવા માટે સ્કેમર્સે નવિન પાસે 6,500 રૂપિયાની ફી માંગી હતી. નવીને આ વાત સાચી માની અને ફીની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ ઠગ લોકોએ નવીન પાસેથી વેરિફિકેશન, મેડિકલ ટેસ્ટ, ટ્રેનિંગ વગેરે અલગ-અલગ નામે રૂપિયા માંગ્યા હતા. આ બધા રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ નવિનને એક એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યો હતો. આ રીતે છેતરપિંડી કરનારાઓએ નવિન પાસેથી કુલ 6.4 લાખ રૂપિયા મેળવ્યા હતા.
સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ કરી
આ પછી પણ સ્કેમર્સ નવિન પાસે રૂપિયાની ડિમાન્ડ કરતા રહ્યા અને અંતે તેને શંકા જતા તપાસ કરી તો જાણવા મળ્યું કે તેને આપવામાં આવેલ એપોઇન્ટમેન્ટ લેટર ફેક હતો. નવીનને આ વાતની જાણ થયા બાદ તેમણે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે જણાવ્યું કે, પાર્ટ ટાઈમ ઓનલાઈન જોબના નામે મોટાપાયે ફ્રોડ કરવામાં આવી રહ્યું છે, તેથી લોકોએ સાવચેત રહેવું જરૂરી છે.
આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવીને થઈ રહી છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને બચવા માટે શું કરવું
ફ્રોડથી બચવા માટે આ બાબતોનું રાખો ધ્યાન
- નોકરી માટે બાયોડેટા ફક્ત ઓફિશિયલ જોબ પોર્ટલ પર અપલોડ કરવો જોઈએ.
- નોકરી આપવા માટે કોઈનો ફોન આવે તો તેના પર વિશ્વાસ ન કરો અને ક્રોસ ચેક કરો.
- જો કોઈ નોકરીના નામે રૂપિયા માંગે તો ભૂલથી પણ ન આપવા.
- કોઈને પણ વ્યક્તિગત કે બેંકને લગતી માહિતી આપવી નહીં.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો