સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવીને થઈ રહી છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને બચવા માટે શું કરવું

જો તમને કોઈ વ્યક્તિના આઈડી પરથી હેલ્પ માટે મેસેજ આવ્યો છે, તો સૌથી પહેલા તમારે તે વ્યક્તિનો કોન્ટક્ટ કરીને પૂછવું જોઈએ કે શું તેમને ખરેખર મદદની જરૂરિયાત છે. હાલ ઠગ ફેક આઈડી બનાવીને લોકો પાસે રૂપિયાની મદદ માંગે છે અને લોકોને છેતરી રહ્યા છે. તેઓ કહે છે કે તે કોઈ મુશ્કેલીમાં છે.

સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવીને થઈ રહી છે છેતરપિંડી, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ અને બચવા માટે શું કરવું
Fake ID Fraud
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2023 | 2:35 PM

હાલમાં લગભગ દરેક લોકો સોશિયલ મીડિયા પર એકટિવ હોય છે. ત્યારે સાયબર ઠગ ફેક આઈડી બનાવીને લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. તેઓ ક્યારેક મદદના નામે તો ક્યારેક મિત્રતાનો હાથ લંબાવીને લોકોને શિકાર બનાવી રહ્યા છે. એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકો પાસે રૂપિયા આપ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચતો નથી. આ ઉપરાંત યુવતિના નામે ફેક આઈડી બનાવીને લોકોને બ્લેક મેલ કરવામાં આવી રહ્યા છે.

ફેક આઈડી બનાવીને કરવામાં આવે છે ફ્રોડ

મીડિયા રીપોર્ટ અનુસાર, સાયબર ફ્રોડ સૌથી વધારે ફેક આઈડી દ્વારા કરવામાં આવે છે, જે અંદાજે 53.8 ટકા જેટલા છે. જેના દ્વારા કોઈપણ વ્યક્તિ કોઈપણ સમયે સ્કેમર્સની જાળમાં ફસાઈ શકે છે. તેથી બચવા માટે ધ્યાન રાખવું જોઈએ કે કોના આઈડીનો ઉપયોગ છેતરપિંડી કરવા માટે થઈ રહ્યો છે. હાલ લોકો સાથે બે રીતે છેતરપિંડી થઈ રહી છે. એક તો ફેક આઈડી બનાવીને અને બીજું મિત્ર હોવાનો ઢોંગ કરીને ફ્રોડ કરવામાં આવી રહ્યુ છે.

મદદના નામે લોકો સાથે છેતરપિંડી

જો તમને કોઈ વ્યક્તિના આઈડી પરથી હેલ્પ માટે મેસેજ આવ્યો છે, તો સૌથી પહેલા તમારે તે વ્યક્તિનો કોન્ટક્ટ કરીને પૂછવું જોઈએ કે શું તેમને ખરેખર મદદની જરૂરિયાત છે. હાલ ઠગ ફેક આઈડી બનાવીને લોકો પાસે રૂપિયાની મદદ માંગે છે અને લોકોને છેતરી રહ્યા છે. તેઓ કહે છે કે તે કોઈ મુશ્કેલીમાં છે અને તેને તાત્કાલિક નાણાની જરૂરિયાત છે. લોકો મદદ માટે રૂપિયા મોકલે છે અને ફસાઈ જાય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો : જો તમે ઓનલાઈન હોટલ બુકિંગ કરાવો છો તો રહો સાવધાન, જાણો કેવી રીતે થાય છે ફ્રોડ

આ ઉપરાંત સ્કેમર્સ છોકરીના નામે આઈડી બનાવે છે અને મિત્રતા માટે મેસેજ મોકલે છે. સાયબર ગુનેગારો ફેક આઈડી બનાવીને લોકોને મેસેજ મોકલે છે. શરૂઆતમાં વાતચીત કરે છે અને ત્યારબાદ વિડીયો કોલ કરે છે. તે ન્યૂડ થઈને લોકોનો વીડિયો રેકોર્ડ કરે છે અને પછી તેને બ્લેકમેલ કરે છે. તેથી ભૂલથી પણ કોઈ અજાણ્યા આઈડી પરથી વિડિયો કોલ આવે તો તેને અવગણવો જોઈએ.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">