ISRO Scientist Salary: કરોડોના સ્પેસ મિશન કરનાર વૈજ્ઞાનિકોની કમાણી કેટલી ? જાણો તેમની જવાબદારી અને સુવિધાઓ વિશે
ISRO Scientist Salary : આખા દેશના કરોડો લોકોની આશા અને અપેક્ષાના ભાર વચ્ચે ઈસરોના વૈજ્ઞાનિકો દિવસ-રાત સ્પેસ મિશનને સફળ બનાવવાના પ્રયાસ કરતા હોય છે. ઈસરોમાં પદ અનુસાર કર્મચારીને વેતન અને ગ્રેડ પે મળે છે. ચાલો જાણીએ તેમને મળતા વેતન, સુવિધા અને જવાબદારી વિશે.
Bengaluru : 15 ઓગસ્ટ, 1969ના દિવસે વૈજ્ઞાનિક વિક્રમ અંબાલાલ સારાભાઈના પ્રયાસોથી ઈસરોની (ISRO)ની સ્થાપના થઈ હતી. ઈસરોનું મુખ્યાલય બેંગ્લોરમાં છે, જેનું ભારત સરકારના સ્પેસ ડિપાર્ટમેન્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. ભારતનું પહેલું સેટલાઈટ 19 એપ્રિલ, 1975ના દિવેસ લોન્ચ થયું હતું. જેનું નામ આર્યભટ્ટ હતું. એક સમયે રોકેટના ભાગ સાઈકલ પર લાવવા કે લઈ જવામાં આવતા હતા. પણ આજે ભારતની આ સ્પેસ મિશન સંસ્થા કરોડો રુપિયા યાન અવકાશમાં પહોંચાડે છે.
અવકાશ અને ટેકનોલોજીમાં રસ ધરાવતા લોકોને ઈસરોમાં જવાની ઈચ્છા હોય જ છે. ઈસરોમાં કામ કરતા વૈજ્ઞાનિકોના પદો માટે સમયે સમયે વેકેન્સીઓ નીકળતી રહે છે. ઈસરોમાં કામ કરતા કર્મચારીઓને સારો એવો પગાર મળે છે. પણ તેમના માથે જવાદારીઓ પણ વધારે હોય છે.
આખા દેશના કરોડો લોકોની આશા અને અપેક્ષાના ભાર વચ્ચે ઈસરોના વૈજ્ઞાનિકો દિવસ-રાત સ્પેસ મિશનને સફળ બનાવવાના પ્રયાસ કરતા હોય છે. ઈસરોમાં પદ અનુસાર કર્મચારીને વેતન અને ગ્રેડ પે મળે છે. ચાલો જાણીએ તેમને મળતા વેતન , સુવિધા અને જવાબદારી વિશે.
ISRO વૈજ્ઞાનિક પોસ્ટ્સ અને બેઝિક પગાર
- પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક: રૂ. 75,500 – 80,000
- ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક: રૂ. 67,000 – 79,000
- વૈજ્ઞાનિક/એન્જિનિયર – H&G: રૂ. 37,400 – 67,000
- વૈજ્ઞાનિક/એન્જિનિયર – SG : રૂ. 37,400 – 67,000
- વૈજ્ઞાનિક IST/એન્જિનિયર- SE & SD : રૂ. 15,600 – 39,100
ઉપર દર્શાવેલો પગાર એ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોનો બેઝિક પગાર છે. અન્ય ભથ્થા સાથે તેમનો પગાર વધી જતો હોય છે. જેમ કે 80 હજારનો પગાર 1,60,000 સુધી પહોંચે છે.
ઈસરોના વૈજ્ઞાનિકોને કયા પ્રકારના ભથ્થા અને લાભો આપવામાં આવે છે?
- મોંઘવારી ભથ્થું
- મકાન ભાડું ભથ્થું
- મુસાફરી ભથ્થું
- પેન્શન
- તબીબી સુવિધાઓ
- ભવિષ્ય નિધિ
ISRO વૈજ્ઞાનિક ગ્રેડ પે વિગતો
- વૈજ્ઞાનિક/એન્જિનિયર – H&G રૂ. 10,000
- વૈજ્ઞાનિક/એન્જિનિયર – SG રૂ. 8,900
- વૈજ્ઞાનિક/એન્જિનિયર – SF રૂ. 8,700
- વૈજ્ઞાનિક/એન્જિનિયર – SE રૂ. 7,600
- વૈજ્ઞાનિક/એન્જિનિયર – SD રૂ. 6,600
ઈસરોના વૈજ્ઞાનિકોની જવાબદારીઓ
- પસંદગીની જગ્યાઓ માટે પસંદ કરાયેલ ઉમેદવારોએ 1 વર્ષનો પ્રોબેશન સમયગાળો પૂર્ણ કરવો પડશે.
- વિવિધ સિસ્ટમો વિકસાવો, ડિઝાઇન કરો અને પરીક્ષણ કરો.
- પ્રયોગો અને સંશોધન કરવા. જુનિયર કર્મચારીઓનું સંચાલન અને માર્ગદર્શન.
- ઉચ્ચ અધિકારીઓને રોજબરોજની પ્રવૃત્તિઓની જાણ કરવી.
આ પણ વાંચો : વિશાળકાળ ચંદ્રયાન પ્રોજેક્ટ માટે વપરાયા છે કરોડો રુપિયા, જાણો ચંદ્રયાન-1, ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3ની ખાસિયતો
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો