આજનું હવામાન : સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં કોલ્ડવેવની આગાહી, જાહેર કરાયુ યલો એલર્ટ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો થાય તેવી સંભાવના છે. ઉત્તર-પૂર્વ તરફ પવનની દિશા રહેતા ઠંડીનું જોર વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો થાય તેવી સંભાવના છે. રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર-પૂર્વ તરફ પવનની દિશા રહેતા ઠંડીનું જોર વધે તેવી સંભાવના છે. લઘુતમ તાપમાનમાં હાલ કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાની શક્યતા નથી.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, ભરૂચ, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, નર્મદા, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, મહેસાણા સહિતના જિલ્લાઓમાં 11 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ અરવલ્લી, છોટાઉદેપુર, જુનાગઢ, દાહોદ સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
Published on: Dec 19, 2024 07:58 AM
Latest Videos