ચંદ્રયાન-3ની સફળતાના 6 મહિના બાદ મોટા સમાચાર, હવે ચંદ્ર પરથી આ મહત્વની વસ્તુ લવાશે ધરતી પર

|

Feb 18, 2024 | 11:23 PM

ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યું, 'ચંદ્રયાન-4 અવકાશયાનમાં શું હોવું જોઈએ તેના પર અમે કામ કરી રહ્યા છીએ. પહેલો સવાલ એ છે કે ચંદ્રયાન-4માં સાધનો કેવા હોવા જોઈએ. જોકે આ વચ્ચે મહત્વની માહિતી સામે આવી છે. જેમાં ચંદ્ર પરથી આ ખાસ વસ્તુ ધરતી પર લાવવાની દિશામાં કામગીરી કરાય રહી છે. 

ચંદ્રયાન-3ની સફળતાના 6 મહિના બાદ મોટા સમાચાર, હવે ચંદ્ર પરથી આ મહત્વની વસ્તુ લવાશે ધરતી પર

Follow us on

ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના લગભગ 6 મહિના બાદ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ વધુ એક સારા સમાચાર આપ્યા છે. ઈસરોનું કહેવું છે કે ચંદ્રયાન-4ને લઈને આંતરિક રીતે ચર્ચા ચાલી રહી છે. આ માટે અનોખી ડિઝાઇન અને આધુનિક ટેક્નોલોજી વિકસાવવામાં આવી રહી છે.

GSLV-F14/INSAT-3DS સેટેલાઈટના સફળ પ્રક્ષેપણ બાદ આપી માહિતી

મહત્વનું છે કે, ચંદ્રયાન-3ને ઓગસ્ટ 2023માં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી, ઇસરોએ ચંદ્રની સપાટીથી પૃથ્વી પર માટી લાવવા માટે વધુ જટિલ મિશનની યોજના બનાવી છે. ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે શનિવારે GSLV-F14/INSAT-3DS સેટેલાઈટના સફળ પ્રક્ષેપણ બાદ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ચંદ્રયાન-3ની સફળતા બાદ સ્પેસ એજન્સી ભવિષ્યમાં ચંદ્રયાન-4, 5, 6 અને 7 મિશન મોકલવા માંગે છે.

ચંદ્રયાન-4માં સાધનો કેવા હોવા જોઈએ તેના પર કામગીરી

સોમનાથે કહ્યું, ‘ચંદ્રયાન-4 અવકાશયાનમાં શું હોવું જોઈએ તેના પર અમે કામ કરી રહ્યા છીએ. પહેલો સવાલ એ છે કે ચંદ્રયાન-4માં સાધનો કેવા હોવા જોઈએ. તેણે કહ્યું કે આ વખતે કંઈક અલગ કરવાની યોજના છે. ઈસરોના વડાએ કહ્યું, ‘અમે સૌ પ્રથમ નક્કી કર્યું કે ચંદ્રયાન-4 દ્વારા ચંદ્રની માટીના નમૂનાને પૃથ્વી પર લાવવાનો હતો. અમે તેને રોબોટિક રીતે કરવા માંગીએ છીએ. તેથી, આ ચર્ચા ચાલી રહી છે. અમે બધા ઉપલબ્ધ રોકેટ સાથે આ કેવી રીતે કરવું તેની ચર્ચામાં સામેલ છીએ. તમે જાણો છો કે ચંદ્ર પર જવું અને સેમ્પલ લાવવું એ ખૂબ જટિલ કાર્ય છે.

ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !

ચંદ્રયાન-4 મિશન માટે ઉચ્ચ સ્તરીય ટેકનોલોજી જરૂરી – સોમનાથ

અંતરીક્ષ વિભાગના સચિવે કહ્યું કે વૈજ્ઞાનિકો ચંદ્રયાન-4 મિશન માટે ઉચ્ચ સ્તરીય ટેકનોલોજી વિકસાવી રહ્યા છે. તેમણે કહ્યું, ‘આ મિશનને પૂર્ણ કરવા માટે અમે ઉચ્ચ ટેકનોલોજી વિકસાવી રહ્યા છીએ. સરકારની મંજૂરી બાદ અમે તમને આ વિશે ટૂંક સમયમાં જ જણાવીશું. ફક્ત રાહ જુઓ.’

GSLV-F14/INSAT-3DS સેટેલાઈટના સફળ પ્રક્ષેપણ પર અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આગામી પેઢીના હવામાન આગાહી ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ માટે ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા છે. શાહે X પર એક પોસ્ટમાં કહ્યું, ‘ત્રીજી પેઢીના સાધનો ભારતને કુદરતી આફતો સામે લડવામાં વધુ મજબૂત બનાવશે. વડાપ્રધાન મોદીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ એક મોટું પગલું છે કે દરેક આપત્તિમાં કોઈ જાનહાનિ ન થવી જોઈએ.

Next Article