21 કલાક લાઈનમાં ઉભા રહ્યા..સ્ટોરની બહાર ઉમટ્યા લોકો ! iPhone 16 ખરીદવા મચી લૂટ, જુઓ-Video

iPhone 16 સિરીઝનું પ્રથમ વેચાણ લાઇવ થયું તે પહેલાં, મુંબઈના BKCમાં Apple Store પર iPhone પ્રેમીઓની લાંબી લાઇન જોવા મળી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

21 કલાક લાઈનમાં ઉભા રહ્યા..સ્ટોરની બહાર ઉમટ્યા લોકો ! iPhone 16 ખરીદવા મચી લૂટ, જુઓ-Video
iPhone 16 sale live huge crowd gathered outside the store see video
Follow Us:
| Updated on: Sep 20, 2024 | 11:30 AM

પ્રીમિયમ મોબાઇલ નિર્માતા એપલે ભારતમાં આજે એટલે કે 20 સપ્ટેમ્બરથી iPhone 16 સિરીઝના સ્માર્ટફોનનું વેચાણ શરૂ કર્યું છે. આ ફોન ખરીદવા માટે લોકોમાં હરીફાઈ ચાલી રહી છે. મુંબઈના BKCમાં એપલ સ્ટોરની બહાર સવારથી જ ભારે ભીડ જામી છે. આ ભારતનો પહેલો એપલ સ્ટોર છે જ્યાં iPhone 16 ખરીદવા માટે લોકો મોડી રાતથી જ લાઈનોમાં ઉભા રહ્યા છે. આવા જ દ્રશ્યો દિલ્હીમાં પણ જોવા મળી રહ્યા છે. iPhone 16 સેલ સાથે લોકો તેને લેવા માટે મોડી રાતથી જ લાઈનમાં ઉભા રહ્યા હતા.

iPhone 16 ખરીદવા ઉમટ્યા લોકો

ઉજ્જવલ શાહ નામના ગ્રાહકે કહ્યું, ‘હું છેલ્લા ઘણા કલાકોથી આ કતારમાં ઊભો છું. હું ગઈકાલે સવારે 11 વાગ્યાથી અહીં છું અને આજે સવારે 8 વાગ્યે સ્ટોરમાં પ્રવેશનાર હું પહેલો વ્યક્તિ બનીશ. હું આજે ખૂબ જ ઉત્સાહિત છું. આ ફોન માટે મુંબઈનું વાતાવરણ તદ્દન નવું છે. ગયા વર્ષે હું 15 સિરીઝનો ફોન લેવા માટે 17 કલાક કતારમાં ઉભો રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે, Apple કંપનીએ iPhone 16 સીરીઝમાં ચાર નવા ફોન લોન્ચ કર્યા છે. આમાં કંપનીએ ડિઝાઈનથી લઈને ફીચર્સ સુધી બધું જ બદલ્યું છે. આ પહેલીવાર છે જ્યારે કંપનીએ ઓછી કિંમતમાં iPhone 16 સિરીઝ લોન્ચ કર્યો છે.

iPhone Pro સિરીઝ ભારતમાં એસેમ્બલ કરવામાં આવશે

કંપની ભારતમાં પહેલીવાર iPhone Pro સિરીઝને એસેમ્બલ કરવાનું શરૂ કરવાની યોજના ધરાવે છે. જો કે, તે મોડલ્સનું વેચાણ પછીથી શરૂ થશે. Apple Indiaના પ્રવક્તાએ કહ્યું, ‘iPhone 16ની આખી સિરીઝ શુક્રવારથી દેશભરમાં ઉપલબ્ધ થશે.’ જોકે, કંપનીએ ભારતમાં ઉત્પાદિત iPhone Pro સિરીઝની ઉપલબ્ધતા અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

જાણો શું છે કિંમત

મળતી માહિતી મુજબ, iPhone 16 સિરીઝ (iphone 16) બજારમાં પાંચ રંગોમાં લૉન્ચ કરવામાં આવી છે. iPhone 16 સિરીઝ (iphone 16)ની કિંમત 79,900 રૂપિયા રાખવામાં આવી છે અને iPhone 16 Plus (iphone 16 Plus)ની કિંમત 89,900 રૂપિયા રાખવામાં આવી છે. આ સિવાય iPhone 16 Proની કિંમત 1,19,900 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે ફોન 16 Max (256GB)ની શરૂઆતી કિંમત 1,44,900 રૂપિયા છે. જો આપણે ફીચર્સની વાત કરીએ તો iPhone 16માં 6.1 ઇંચની ડિસ્પ્લે હશે. જ્યારે iPhone 16 Plusમાં 6.7 ઇંચની ડિસ્પ્લે છે.

આમાંથી, iPhone સીરીઝમાં અત્યાર સુધીની સૌથી મોટી ડિસ્પ્લે સાઈઝ 6.3 ઈંચ અને 6.9 ઈંચની હશે. જોકે, ભારતમાં એસેમ્બલ iPhone 16 અને iPhone 16 Plusની કિંમતોમાં કોઈ તફાવત નથી.

ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
અમદાવાદીઓ આજે કરોડો રુપિયાના ફાફડા-જલેબી ઝાપટી જશે !
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
મુસ્લિમ બિરાદર વિનામુલ્યે રાવણનું પૂતળું બનાવી આપે છે સેવા
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
રુપાલમાં વરદાયિની માતાની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
હવામાનના જાણકાર અંબાલાલ પટેલની મોટી આગાહી
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
તહેવારો આવતા જ ભેળસેળિયા તત્વો બન્યા બેફામ, ઠેર ઠેર નક્લીની ભરમાર
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
રાજકોટમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ આઈકોનિક સિગ્નેચર બ્રિજ- Video
g clip-path="url(#clip0_868_265)">