Google Pay Fraud: ઓનલાઈન પેમેન્ટ કરનારા લોકો રહો સાવધાન ! જાણો કેવી રીતે ગૂગલ પે દ્વારા થાય છે છેતરપિંડી, જુઓ Video

|

Aug 08, 2023 | 1:58 PM

ભારતમાં ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મની સંખ્યા ઝડપથી વધી રહી છે. લોકોએ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ ખૂબ જ કાળજી પૂર્વક કરવો જોઈએ. તેનું કારણ એ છે કે ફ્રોડ લોકો હવે ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ Google Pay દ્વારા યુઝર્સને છેતરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે.

Google Pay Fraud: ઓનલાઈન પેમેન્ટ કરનારા લોકો રહો સાવધાન ! જાણો કેવી રીતે ગૂગલ પે દ્વારા થાય છે છેતરપિંડી, જુઓ Video
Google Pay Fraud

Follow us on

દુનિયા હવે ડિજિટલ થઈ રહી છે અને લોકોના ઘણા બધા કામ ઓનલાઈન થઈ રહ્યા છે, પરંતુ તેના સાથે સાયબર ક્રાઈમના (Cyber Crime) કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેતરપિંડી કરનારા લોકો અલગ-અલગ પદ્ધતિઓથી લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. આજે આપણે જાણીશું કે, Google Pay દ્વારા કેવી રીતે છેતરપિંડી કરવામાં આવે છે.

ભારતમાં ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મની સંખ્યા ઝડપથી વધી રહી છે. લોકોએ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ ખૂબ જ કાળજી પૂર્વક કરવો જોઈએ. તેનું કારણ એ છે કે ફ્રોડ લોકો હવે ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ Google Pay દ્વારા યુઝર્સને છેતરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. સાયબર અપરાધીઓએ ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મની મદદથી લોકોના રૂપિયાની લૂંટ કરી રહ્યા છે.

ગૂગલ પે ફ્રોડ કેવી રીતે કરવામાં આવે છે?

ફ્રોડ કરનારા લોકો યુઝર્સને લકી ડ્રોમાં ઈનામની રકમ લાગી છે તેમ કહીને તેના ખાતામાં ગૂગલ પે દ્વારા રૂપિયા મોકલવાનું કહે છે. ત્યારબાદ ચેક કરવા માટે પહેલા થોડા રૂપિયા મોકલે છે અને પછી વધારે રકમ ટ્રાન્સફર કરવા કહે છે. જ્યારે આ રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે ત્યારે તેને સ્વિકારવાનું કહે છે અને તેના પર ક્લિક કરતાની સાથે જ ખાતામાંથી રૂપિયા ડેબિટ થઈ જાય છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

UPI પર જાણી જોઈને પૈસા જમા કરાવે છે

આ ઉપરાંત કેટલાક ઠગ યુઝર્સને તેમના UPI પર જાણી જોઈને પૈસા જમા કરાવે છે અને પછી તેમને ફોન કરે છે કે ભૂલથી રૂપિયા તેમના ખાતામાં જમાં થઈ ગયા છે. ત્યારબાદ આ રકમ પરત કરવા માટે યુઝર્સને કહેવામાં આવે છે. જ્યારે તેઓ UPI દ્વારા નાણા પરત કરે છે ત્યારે તેનું ખાતું ખાલી થઈ જાય છે.

 

 

આ પણ વાંચો : Clone App Fraud: ક્લોન એપ અને વેબસાઈટ દ્વારા કરવામાં આવી રહી છે છેતરપિંડી, જાણો ફ્રોડની પદ્ધતિ અને કેવી રીતે બચવું

છેતરપિંડીથી બચવા શું સાવચેતી રાખવી

1. તમારો Google Pay પીન કોઈની સાથે શેર કરશો નહીં.

2. તમારા ફોનને લોક-સ્ક્રીનથી સુરક્ષિત રાખો.

3. જો કોઈ વ્યક્તિ ભૂલથી તમારા UPI પર રૂપિયા મોકલે છે અને તમને કોલ કરે તો તમે તેને પૈસા પાછા આપશો નહીં.

4. તમે તેને નજીકના પોલીસ સ્ટેશનમાં બોલાવો અને તેને પૈસા આપો જેથી તમારી સાથે છેતરપિંડી ન થાય.

5. જો છેતરપિંડી થાય છે, તો તમારે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ.

6. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:57 pm, Tue, 8 August 23

Next Article