Gaming App Fraud: જો તમે પણ ઓનલાઈન ગેમ રમો છો તો રહો સાવધાન, લોકોને રૂપિયાની લાલચ આપીને થઈ રહી છે છેતરપિંડી

|

Sep 30, 2023 | 4:02 PM

ગેમિંગ એપ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ લોકોને ઓરિજનલ એપ જેવી દેખાતી ફેક એપ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવે છે. આ પ્રકારની એપ સંપૂર્ણ રીતે નકલી હોય છે અને તેના આઈપી એડ્રેસ અન્ય દેશોમાં રજીસ્ટર્ડ હોય છે. સાયબર ગુનેગારો ગેમિંગ યુઝર્સને એપ ડાઉનલોડ કરવા અને ટેલિગ્રામ આઈડી બનાવવા અને નફો મેળવવા માટે રૂપિયાનું રોકાણ કરવાનું કહે છે.

Gaming App Fraud: જો તમે પણ ઓનલાઈન ગેમ રમો છો તો રહો સાવધાન, લોકોને રૂપિયાની લાલચ આપીને થઈ રહી છે છેતરપિંડી
Gaming App Fraud

Follow us on

ભારતમાં ઓનલાઈન ગેમિંગનું (Online Gaming) ચલણ ઝડપથી વધી રહ્યું છે. સાયબર (Cyber Crime) ઠગ લોકોને રૂપિયા જીતવની લાલચ આપીને ફ્રોડ કરી રહ્યા છે. સાયબર ગુનેગારો લોકોને ગેમિંગ એપ (Gaming App Fraud) પર રજીસ્ટ્રેશન કરાવવા માટે કહે છે અને  નણા જમા કરાવવા માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ અને વોટ્સએપ પર આ પ્રકારની જાહેરાત કરીને લોકોને ફસાવે છે.

રૂપિયાનું રોકાણ કરવાનું કહે છે

ગેમિંગ એપ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ લોકોને ઓરિજનલ એપ જેવી દેખાતી ફેક એપ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવે છે. આ પ્રકારની એપ સંપૂર્ણ રીતે નકલી હોય છે અને તેના આઈપી એડ્રેસ અન્ય દેશોમાં રજીસ્ટર્ડ હોય છે. સાયબર ગુનેગારો ગેમિંગ યુઝર્સને એપ ડાઉનલોડ કરવા અને ટેલિગ્રામ આઈડી બનાવવા અને નફો મેળવવા માટે રૂપિયાનું રોકાણ કરવાનું કહે છે.

ટેક્સ બાદ ચૂકવણી કરવાની શરત

શરૂઆતમાં સ્કેમર્સ થોડો નફો કમાવી અને લાલચ આપે છે કે તેઓ વધારે રૂપિયા એપમાં જમા કરાવે. એપમાં જેટલો નફો થયો હોય તે રકમ ઉપાડવા માટે પણ નિયમ હોય છે. લોકો જ્યારે મોટી રકમ જમા થાય ત્યારે જ તે ઉપાડી શકે છે. રકમ 10000 થી લઈને 50000 રૂપિયા સુધીની હોય છે. આ ઉપરાંત તે રકમમાંથી અમુક ટકા ટેક્સ બાદ ચૂકવણી કરવાની શરત પણ હોય છે, જે 10 ટકાથી લઈને 25 ટકા જેટલી હોય છે.

T20માં ભારત માટે વર્ષ 2024 રહ્યું શાનદાર
અમીર લોકો સવારે 9 વાગ્યા પહેલા કરી લે છે આ 6 કામ, સફળતાની મળે છે ગેરંટી
ન પાણી કે ન સાબુ, ગરમ કપડાંને સ્વચ્છ કરવા માટે કરો આ 2 કામ
Vitamin B12 : મહત્તમ ફાયદા માટે વિટામીન B12 સપ્લિમેન્ટ્સ ક્યારે લેવાં?
ન્યુમોનિયા, ઉલટી, પેટનો દુખાવો કે ઝાડા જેવી બીમારીઓ માટે EMERGENCY ઘરેલુ ઉપચાર
Astro Tips : ધનવાન બનવું હોય તો રાત્રે સૂતા પહેલા કરી લો આ કામ, જુઓ Video

થોડા સમય સુધી લોકો પોતાની રકમ ઉપાડી શકતા હોય છે, પરંતુ ત્યારબાદ રૂપિયાનો ઉપાડ થઈ શકતો નથી. તેમ છતાં આવી એપમાં લોકો વધારે રૂપિયાની લાલચમાં નાણા જમા કરાવે છે. ત્યારબાદ તે રકમના ઉપાડ માટે ટેક્સ ભરાવાનું કહેવામાં આવે છે અને નહીં ભરાય તો આઈડી બંધ થઈ જશે. લોકો સ્કેમર્સની જાળમાં ફસાઈ જાય છે અને ટેક્સની રકમ જમા કરાવે છે.

આ પણ વાંચો : DD Kisan Job Fraud: 12 ધોરણ પાસ લોકોને મળશે 25 હજાર રૂપિયા પગાર, ડીડી કિસાન ચેનલમાં સરકારી નોકરી આપવાના નામે છેતરપિંડી

આ રીતે રહો સાવધાન

માત્ર Google Play Store અથવા Apple App Store પરથી ગેમિંગ એપ્સ ડાઉનલોડ કરો. જો કોઈ એપમાં મોટી રકમનું ઈનામ જીતવાની લાલચ આપે અથવા રકમ જમા કરાવવાનું કહે તો તેમ કરવું નહીં. અજાણી એપમાં બેંકિંગ વિગતો આપવી નહીં. ગેમિંગ કંપનીઓના ઈમેઇલ્સ અથવા ટેક્સ્ટ મેસેજની લિંક્સ પર ક્લિક કરવી નહીં. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડ થાય તો http://cybercrime.gov.in પર ફરિયાદ કરો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article