Chandrayaan-3 Latest Update: હવે છે ખરાખરીનો ખેલ…છેલ્લા ચરણમાં મિશન મૂન, ચંદ્ર પર કેવી રીતે કરશે લેન્ડિંગ ? જુઓ 3D Video

ગુરુવારે ઈસરોએ માહિતી આપી હતી કે ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર હવે ચંદ્રની સૌથી નજીકની ભ્રમણકક્ષામાં પ્રવેશી ચૂક્યું છે અને ધીમે ધીમે લેન્ડિંગ તરફ આગળ વધી રહ્યું છે. વિક્રમ લેન્ડરની અંદર પ્રજ્ઞાન રોવર છે, જે ચંદ્રની સપાટી પર ઉતરતાની સાથે જ તેનું સંશોધન શરૂ કરશે.

Chandrayaan-3 Latest Update: હવે છે ખરાખરીનો ખેલ...છેલ્લા ચરણમાં મિશન મૂન, ચંદ્ર પર કેવી રીતે કરશે લેન્ડિંગ ? જુઓ 3D Video
Chandrayaan 3
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2023 | 12:04 PM

દેશના મહત્વના મિશન ચંદ્રયાન-3 એ ગુરુવારે તેના ગંતવ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગત દિવસે બપોરે 1:08 વાગ્યે, ચંદ્રયાન-3 ના પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલ અલગ થઈ ગયા. આ સાથે, હવે મિશનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો પણ શરૂ થઈ ગયો છે, જે ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનું લેન્ડિંગ છે, તેને 23 ઓગસ્ટે પૂર્ણ કરવામાં આવનાર છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ મેચની છેલ્લી ઓવર છે, જે સૌથી મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: ચંદ્ર બાદ હવે સૂર્ય પર મોકલાશે યાન ! ISRO આદિત્ય L-1 લોન્ચ કરવાની કરી રહ્યું છે તૈયારી, જાણો ક્યારે અને ક્યાંથી થશે લોન્ચ

ગુરુવારે ઈસરોએ માહિતી આપી હતી કે ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર હવે ચંદ્રની સૌથી નજીકની ભ્રમણકક્ષામાં પ્રવેશી ચૂક્યું છે અને ધીમે ધીમે લેન્ડિંગ તરફ આગળ વધી રહ્યું છે. વિક્રમ લેન્ડરની અંદર પ્રજ્ઞાન રોવર છે, જે ચંદ્રની સપાટી પર ઉતરતાની સાથે જ તેનું સંશોધન શરૂ કરશે. જો બધું બરાબર રહ્યું તો બુધવારે (23 ઓગસ્ટ) સાંજે 5.47 વાગ્યે લેન્ડિંગ થશે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ચંદ્રયાન-3ના આ તબક્કાને લઈને એમ. અન્નાદુરાઈ કે જેઓ ચંદ્રયાન-1ના વડા હતા, તેમણે કહ્યું કે વાસ્તવિક મેચ હવે શરૂ થઈ ગઈ છે, આ છેલ્લી ઓવર છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે 17 ઓગસ્ટે જે પ્રક્રિયા થઈ તે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. લેન્ડર કેવું પ્રદર્શન કરી રહ્યું છે તેના પર નજર રાખવી પડશે કારણ કે હવે તે ચંદ્રની નજીક જશે. ધીમે-ધીમે તેને કમાન્ડ આપવામાં આવશે, ત્યારબાદ 23 ઓગસ્ટે લેન્ડિંગની તૈયારીઓ કરવામાં આવશે.

લેન્ડિંગ પહેલા હવે શું થશે?

ગુરુવારે, ચંદ્રયાન-3 ના પ્રોપલ્શન અને લેન્ડર મોડ્યુલને અલગ કરવામાં આવ્યા હતા. હવે વિક્રમ લેન્ડર ચંદ્રની નજીક છે અને 150 કિ.મી. ના વર્ગમાં છે તે હાલમાં અંડાકાર આકારમાં પરિભ્રમણ કરી રહ્યું છે, 18 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યે, વિક્રમ લેન્ડર તેની ગતિ ધીમી કરવાનો પ્રયાસ કરશે અને થ્રસ્ટર્સ દ્વારા ચંદ્રની નીચેની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. આ પ્રક્રિયા 18 થી 20 ઓગસ્ટ સુધી જુદા જુદા ભાગોમાં થશે, પહેલા તે 100 કિ.મી. ભ્રમણકક્ષામાં જશે અને પછી ચંદ્રની 30 કિ.મી. ભ્રમણકક્ષામાં જશે, ત્યાર બાદ જ લેન્ડિંગની પ્રક્રિયા શરૂ થશે જે 23 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.

Rover 1

લગભગ રૂ. 600 કરોડના બજેટ સાથેનો ચંદ્રયાન-3 પ્રોજેક્ટ ગયા મહિને 14 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યો હતો, લગભગ 40 દિવસની મુસાફરી બાદ હવે તે ચંદ્રની નજીક પહોંચી ગયો છે. ભારતે વર્ષ 2019માં ચંદ્રયાન-2 મિશન લોન્ચ કર્યું હતું, જે સોફ્ટ લેન્ડિંગના થોડા સમય પહેલા જ ક્રેશ લેન્ડિંગ થયું હતું અને મિશન અધૂરું રહી ગયું હતું. હવે એ જ મિશન પૂર્ણ કરવાનું છે, ચંદ્રયાન-3નું કાર્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું છે, ચંદ્રની આસપાસ ફરવું અને સંશોધન કરવાનું છે.

જુઓ Video

Video Credit: YouTube

અત્યારે માત્ર ત્રણ દેશો જ આ કરી શક્યા છે, જેમાં અમેરિકા, ચીન અને રશિયાનું નામ છે. ભારતે તેનું ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોકલ્યું છે, હજુ સુધી કોઈ અહીં પહોંચ્યું નથી. જો ચંદ્રયાન-3 સફળ થશે તો ભારત આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનશે. એક તરફ ભારતનું ચંદ્રયાન-3 ચંદ્રની નજીક છે તો રશિયાનું લુના-25 પણ 21 થી 23 ઓગસ્ટની વચ્ચે ચંદ્ર પર ઉતરી શકે છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
g clip-path="url(#clip0_868_265)">