દુનિયા હવે ડિજિટલ થઈ રહી છે અને લોકોના ઘણા બધા ઓનલાઈન થઈ રહ્યા છે, પરંતુ તેના સાથે સાયબર ક્રાઈમના (Cyber Crime) કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેતરપિંડી કરનારા લોકો અલગ-અલગ પદ્ધતિઓથી લોકો સાથે ફ્રોડ કરી રહી છે. આજે આપણે જાણીશું કે, કોરોના રસીના ડોઝના નામે કેવી રીતે છેતરપિંડી (Corona Vaccine Fraud) કરવામાં આવે છે. હાલમાં આ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કોરોનાકાળમાં લોકડાઉનના સમયગાળા દરમિયાન વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું. લોકોના કામ ઓનલાઈન થતા હતા તેથી તે સમયે સાયબર ક્રાઈમના કેસમાં વધારો જોવા મળ્યો હતો. કોરોના સમય દરમિયાન લોકો વેક્સિન માટે રસીકરણ કેન્દ્રો પર લાઈનો લગાવતા હતા. આ ઉપરાંત ઘણા લોકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતા હતા.
હાલમાં તો કોરોના કેસ સામે આવી રહ્યા નથી તેમ છતા પણ કોરોના રસીના નામે લોકો સાથે ફ્રોડ કરવામાં આવી રહ્યુ છે. ઠગ કરાનારા જુદા-જુદા લોકોને ફોન કોલ કરી રહ્યા છે અને તમે કોરોનાની રસી લગાવી છે કે નહી તેવો પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યારબાદ કહેવામાં આવે છે કે, જો તમે રસી લીધી હોય તો 1 નંબર દબાવો. જો ભૂલથી પણ તમે 1 નંબર દબાવ્યો તો તમારો ફોન હેક થઈ જાય છે.
તમારો ફોન હેક થઈ જાય છે ત્યારબાદ બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવે છે. તેથી જો કોઈ આ પ્રકાર ફોન કરે તો તેનાથી સાવધાન રહેવું જોઈએ. કોરોના રસી અંગે ફોન છેતરપિંડી કરતા ઠગ્સ લોકોથી બચવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો : Income Tax Refund Fraud: ઈન્કમ ટેક્સ રિફંડના મેસેજ દ્વારા છેતરપિંડી, જાણો ફ્રોડથી કેવી રીતે બચવું, જુઓ Video
1. કોઈ ફોન કરે અને ફ્રોડ લાગે તો જવાબ આપવો નહી.
2. તમારે આવા ફોન નંબરને બ્લોક કરવા જોઈએ.
3. સરકાર દ્વારા કોરોના રસી અંગે કોઈ પણ પૂછપરછ કરવામાં આવી રહી નથી.
4. તમારી અંગત માહિતી, બેંકની વિગતો કે OTP કોઈની સાથે શેર કરશો નહીં.
5. જો છેતરપિંડી થાય છે, તો તમારે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ.
6. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો