Income Tax Refund Fraud: ઈન્કમ ટેક્સ રિફંડના મેસેજ દ્વારા છેતરપિંડી, જાણો ફ્રોડથી કેવી રીતે બચવું, જુઓ Video
મેસેજમાં કહેવામાં આવે છે કે આવકવેરા રિફંડની અમુક રકમ મંજૂર થઈ ગઈ છે. કરદાતાને મેસેજમાં ખોટા બેંક એકાઉન્ટ નંબરની ચકાસણી કરવાનું કહેવામાં આવે છે. તમે એકાઉન્ટ નંબર સુધારવા માટે URL પર જઈને બેંક રેકોર્ડ અપડેટ કરો છો, ત્યારે બધી માહિતી ચોરાઈ જાય છે.
આવકવેરો (Income Tax) ભરવાની છેલ્લી તારીખ જતી રહી છે ત્યારે સાયબર ફ્રોડ (Cyber Crime) કરનારા સક્રિય બન્યા છે. હેકર્સ આવકવેરા વિભાગના નામે રિફંડનો ફેક મેસેજ મોકલીને ટેક્સ પેયર્સનાં ખાતામાંથી પૈસા ઉપાડી રહ્યા છે. છેતરપિંડી કરનારા લોકોને આવકવેરા રિફંડ અથવા બેંક એકાઉન્ટ નંબર સુધારવા માટે મેસેજ અથવા ઇમેઇલ મોકલે છે. મેસેજ કે ઈમેલ જોઈને લાગે છે કે આ મેસેજ ટેક્સ રિટર્ન ફાઈલને લઈને ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા મોકલવામાં આવ્યો છે.
આઈટી વિભાગના રેકોર્ડ સાથે ચેડા થઈ શકે
સાયબર ક્રાઈમ એક્સપર્ટ કહે છે કે એકવાર તમે આ લિંક પર ક્લિક કરશો તો તમારી તમામ માહિતી ડાર્ક વેબ પર જશે. ઈ-ફાઈલિંગ માહિતી દ્વારા તમારા આઈટી વિભાગના રેકોર્ડ સાથે ચેડા થઈ શકે છે. મેસેજમાં કહેવામાં આવે છે કે આવકવેરા રિફંડની અમુક રકમ મંજૂર થઈ ગઈ છે અને બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
કરદાતાને મેસેજમાં ખોટા બેંક એકાઉન્ટ નંબરની ચકાસણી કરવાનું કહેવામાં આવે છે. તમે એકાઉન્ટ નંબર સુધારવા માટે URL પર જઈને બેંક રેકોર્ડ અપડેટ કરો છો, ત્યારે બધી માહિતી ચોરાઈ જાય છે.
આવકવેરા વિભાગની વેબસાઈટ www.incometaxindia.gov.in ખોલવામાં આવે છે, ત્યારે સૌથી પહેલા જે વસ્તુ દેખાય છે તે નકલી ઈમેલ સામે ચેતવણી આપવા માટેનું નોટિફિકેશન છે. રિફંડ આપવા માટે આવકવેરા વિભાગ જેવી જ કોઈ વેબસાઈટ દ્વારા કોઈ ઈમેલ અથવા SMS આવે તો સાવચેત રહો.
રિફંડની સ્થિતિ તપાસવા માટે શું કરવું?
ITR ભર્યા પછી, રિફંડ સ્વીકારવામાં આવ્યું કે નહીં તે જાણવા માટે, તમારે આવકવેરા ઇ-ફાઇલિંગના પોર્ટલ પર જવું પડશે. લોગિન કર્યા પછી, તમારે માય એકાઉન્ટ પર જવું પડશે. આ પછી તમે રિફંડ/ડિમાન્ડ સ્ટેટસ પર જઈને ચેક કરી શકો છો.
આ પણ વાંચો : Loan EMI Fraud: લોનના હપ્તાના નામે લોકો સાથે થાય છે ફ્રોડ, જો આવી ભૂલ કરી તો ખાતામાંથી ઉપડી જશે રૂપિયા
ફ્રોડથી કેવી રીતે બચવું
1. ઈમેલ કે મેસેજની લિંક પર બેંક એકાઉન્ટ નંબર, PAN નંબર અને અન્ય ગોપનીય માહિતી ન આપો.
2. રિટર્ન ફાઇલિંગ અને રિફંડ પ્રક્રિયાનો SMS આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવે છે.
3. હેકર્સ SMS માં લિંક મોકલીને પણ માહિતી માંગે છે અને આ મેસેજમાં રિફંડની રકમ પણ લખેલી છે.
4. ડિપાર્ટમેન્ટના મેસેજમાં રિફંડની રકમ લખેલી હોતી નથી.
5. તમે આ લિંક પર ક્લિક કરો છો, ત્યારે બેંક વિગતો દાખલ કરવાના વિકલ્પ સિવાય આ સાઇટમાં કંઈપણ ખુલતું નથી.
6. ખાતામાંથી છેતરપિંડી અને પૈસા ઉપાડવાના કિસ્સામાં તરત જ 1930 પર કોલ કરો.
7. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો