Clone App Fraud: ક્લોન એપ અને વેબસાઈટ દ્વારા કરવામાં આવી રહી છે છેતરપિંડી, જાણો ફ્રોડની પદ્ધતિ અને કેવી રીતે બચવું

|

Aug 06, 2023 | 11:58 AM

છેતરપિંડી કરનારા લોકો અલગ-અલગ પદ્ધતિઓથી લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. આજે આપણે જાણીશું કે, ક્લોન એપ અને વેબસાઈટ દ્વારા કેવી રીતે છેતરપિંડી (Clone App Fraud) કરવામાં આવે છે.

Clone App Fraud: ક્લોન એપ અને વેબસાઈટ દ્વારા કરવામાં આવી રહી છે છેતરપિંડી, જાણો ફ્રોડની પદ્ધતિ અને કેવી રીતે બચવું
Clone App Fraud

Follow us on

દુનિયા હવે ડિજિટલ થઈ રહી છે અને લોકોના ઘણા બધા કામ ઓનલાઈન થઈ રહ્યા છે, પરંતુ તેના સાથે સાયબર ક્રાઈમના (Cyber Crime) કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. છેતરપિંડી કરનારા લોકો અલગ-અલગ પદ્ધતિઓથી લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. આજે આપણે જાણીશું કે, ક્લોન એપ અને વેબસાઈટ દ્વારા કેવી રીતે છેતરપિંડી (Clone App Fraud) કરવામાં આવે છે.

ઓરિજિનલ સાઇટ જેવી જ દેખાય છે

ઓનલાઈન શોપિંગના વધતા ક્રેઝની સાથે છેતરપિંડીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ઓનલાઈન શોપિંગની સુવિધા આપતી કંપનીઓની એપનું ક્લોનિંગ કરીને ઠગ સામાન્ય લોકોને છેતરી રહ્યા છે. છેતરપિંડી કરનારાઓ કોઈપણ વેબસાઈટના નામ જેવી બીજી સાઈટ બનાવે છે. તેના પર ક્લિક કરવાથી તે બિલકુલ ઓરિજિનલ સાઇટ જેવી જ દેખાય છે.

પેમેન્ટ લીધા બાદ લિંક્સ નિષ્ક્રિય થઈ જાય છે

આ સાઇટ્સ પર ખૂબ જ ઓછી કિંમતે વસ્તુઓ અને ઓફર્સ આપવામાં આવે છે. જેના કારણે ગ્રાહકોને અસર થાય છે અને સસ્તાના નામે ઓનલાઈન પેમેન્ટ કરે છે. ગ્રાહકો પાસેથી પેમેન્ટ લીધા બાદ આ લિંક્સ નિષ્ક્રિય થઈ જાય છે. તેમજ આ વેબસાઈટ પર આપેલા કસ્ટમર કેર નંબર પર કોલ કરવામાં આવે તો ફોન પર હાજર લોકો છેતરપિંડી કરવાના ઈરાદે બેઠા હોય છે. તેઓ એની ડેસ્ક અને અન્ય હેકિંગ એપ્સ ડાઉનલોડ કરાવે છે અને મોબાઈલ અને કોમ્પ્યુટરનું નિયંત્રણ ઠગ પાસે જાય છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

તેવી જ રીતે ગૂગલના પ્લે સ્ટોર પર છેતરપિંડી કરનારાઓ ઈ-કોમર્સ વેબસાઈટની એપનો ક્લોન બનાવીને પ્લે સ્ટોર પર અપલોડ કરે છે. લોકો પ્લે સ્ટોર પર કોઈ એપ્લિકેશન શોધે છે, ત્યારે ઘણી વખત તેઓ ક્લોન એપ્લિકેશનને વાસ્તવિક સમજીને ડાઉનલોડ કરે છે અને તેના પર ખરીદી કરવાનું શરૂ કરે છે.

આ પણ વાંચો : IRCTC Refund Fraud: ટ્રેન ટિકિટ રિફંડના નામે છેતરપિંડી, એક ભૂલથી ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ, તમે ન કરતા આવી ભૂલ

ફ્રોડથી બચવા શું સાવચેતી રાખવી?

1. ઓનલાઈન ખરીદી કરતી વખતે બ્રાઉઝરના એડ્રેસ બારમાં તમે જે સાઇટ પરથી ખરીદી કરવા માંગો છો તેનું યોગ્ય URL લખીને જ ખરીદી કરો.

2. તમારા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની વિગતો અથવા OTP કોઈપણ અજાણી વ્યક્તિ સાથે શેર કરશો નહીં.

3. ઓનલાઇન શોપિંગ અથવા બેંકિંગ એપ્લિકેશન અથવા ગૂગલમાં આપેલ લિંક પર ક્લિક કરતા પહેલા, URL ને તપાસો.

4. અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરશો નહીં.

5. ગૂગલ પ્લે સ્ટોર પરથી કોઈપણ એપ ડાઉનલોડ કરતા પહેલા તેનું રેટીંગ તપાસો સાથે જ રીવ્યું પણ ચેક કરવા જોઈએ.

6. જો છેતરપિંડી થાય છે, તો તમારે ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ.

7. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article