AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Refund Fraud: ટ્રેન ટિકિટ રિફંડના નામે છેતરપિંડી, એક ભૂલથી ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ, તમે ન કરતા આવી ભૂલ, જુઓ Video

ઘણી વખત સર્વર કે કોઈ ટેક્નિકલ ખામીના કારણે ટિકિટ બુક કરાવતી વખતે ટિકિટ બુક થઈ શકતી નથી અને પૈસા કપાઈ જાય છે. તેથી રિફંડ લેવાની પ્રક્રિયામાં કેટલીક ભૂલો કરીએ છીએ, જેના કારણે લોકો છેતરપિંડીનો શિકાર બને છે.

IRCTC Refund Fraud: ટ્રેન ટિકિટ રિફંડના નામે છેતરપિંડી, એક ભૂલથી ખાલી થઈ જશે બેંક એકાઉન્ટ, તમે ન કરતા આવી ભૂલ, જુઓ Video
IRCTC Refund Fraud
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 1:19 PM
Share

દેશના કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય છે. ટ્રેનમાં મુસાફરી કરવા માટે અગાઉથી ટિકિટ (Train Ticket) બુક કરાવવી પડે છે. તમે ટ્રેનની તત્કાલ ટિકિટ પણ બુક કરી શકો છો. પરંતુ ઘણી વખત સર્વર કે કોઈ ટેક્નિકલ ખામીના કારણે ટિકિટ બુક કરાવતી વખતે ટિકિટ બુક થઈ શકતી નથી અને પૈસા કપાઈ જાય છે. તેથી રિફંડ લેવાની પ્રક્રિયામાં કેટલીક ભૂલો કરીએ છીએ, જેના કારણે લોકો છેતરપિંડીનો (Cyber Crime) શિકાર બને છે.

આવી રીતે થાય છે ફ્રોડ

એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ધારો કે તમારે અમદાવાદથી દિલ્હી જવાનું છે અને તમે ટ્રેનની ટિકિટ બુક કરાવી છે. હવે કોઈ કારણસર તમારો પ્લાન બદલાયો અને તમે ટિકિટ કેન્સલ કરાવો છો ત્યારબાદ રિફંડમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે, તો તમે રિફંડ માટે વિનંતી કરશો. રેલવેને આ અંગે ફરિયાદ સોશિયલ પ્રોફાઇલ્સ જેમ કે ફેસબુક અથવા ટ્વિટર પર કરવામાં આવે છે ત્યારે તમારા ડેટાનો દુરઉપયોગ કરવામાં આવે છે. IRCTC સમસ્યાનો ઉકેલ લાવે તે પહેલાં, ઠગ તમારો સંપર્ક કરે છે અને છેતરે છે.

મેસેજ પર આપવામાં આવેલી લિંક પર ક્લિક કરવું નહીં

રિફંડના નામે કોલ આવે અને તમારી ગોપનીય માહિતી માટે પૂછે તો આવા કોલથી સાવચેત રહેવું જઈએ. ભારતીય રેલવે ક્યારેય રિફંડ માટે તમારી પાસેથી તમારી કોઈપણ ગોપનીય અથવા બેંકિંગ માહિતી માંગતી નથી. ઘણી વખત ગ્રાહકોને રિફંડના નામે નકલી મેસેજ મોકલવામાં આવે છે, જે IRCTC દ્વારા મોકલવામાં આવેલા મેસેજ જેવા જ દેખાય છે. તેથી આ મેસેજ પર આપવામાં આવેલી લિંક પર ક્લિક કરવું નહીં.

આ પણ વાંચો : Income Tax Refund Fraud: ઈન્કમ ટેક્સ રિફંડના મેસેજ દ્વારા છેતરપિંડી, જાણો ફ્રોડથી કેવી રીતે બચવું, જુઓ Video

તમારી અંગત માહિતી આપશો નહીં

લોકોને પોતાનો શિકાર બનાવવા માટે આ ઠગ એક નવી પદ્ધતિ લઈને આવ્યા છે. રિફંડ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું કહેવામાં આવે છે. તેમાં ઘણી મહત્વપૂર્ણ માહિતીની કોલમ છે, જેમ કે બેંક એકાઉન્ટ નંબરથી લઈને ડેબિટ કાર્ડ્સ સુધીની વિગતો હોય છે. આ માહિતીના આધારે, તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે. જો કોઈ તમને ફોર્મ ભરવાનું કહે, તો તમારે સાવચેત રહેવું, IRCTC આવી માહિતી માંગતી નથી.

શું સાવચેતી રાખવી?

IRCTCએ ગ્રાહકોને ટ્વિટર દ્વારા જાણ કરી હતી કે તેઓ રિફંડ લેતી વખતે થોડી સાવચેતી રાખે. રિફંડના નામે નકલી કસ્ટમર કેર નંબર સાથે સોશિયલ મીડિયા પર કેટલાક ખોટા મેસેજ ફરતા થઈ રહ્યા છે. તેથી સત્તાવાર નંબરો પર સંપર્ક કરવા વિનંતી છે. તમારા બેંંક ખાતામાંથી છેતરપિંડી અને પૈસા ઉપાડવાના કિસ્સામાં તરત જ 1930 પર કોલ કરો. આ ઉપરાંત સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">