AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli Angry Reaction: શુભમન ગિલનો કેચ પકડીને વિરાટ કોહલીનું એન્ગ્રી રિએક્શન, ગુસ્સામાં કરી આ હરકત! જુઓ વીડિયો

અમદાવાદમાં 30મી એપ્રિલ ગુરુવારે ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 વિકેટથી હરાવ્યું. વિરાટ કોહલીએ આ મેચમાં 28 રનની આક્રમક ઇનિંગ રમી અને ગિલનો શાનદાર કેચ ઝડપ્યા બાદ એંગ્રી રિએક્શન આપ્યું, જે ખૂબ ચર્ચામાં છે.

Virat Kohli Angry Reaction: શુભમન ગિલનો કેચ પકડીને વિરાટ કોહલીનું એન્ગ્રી રિએક્શન, ગુસ્સામાં કરી આ હરકત! જુઓ વીડિયો
Virat Kohli Angry ReactionImage Credit source: X
| Updated on: May 01, 2026 | 9:39 AM
Share

IPL 2026 માં ગુજરાત ટાઇટન્સે 30મી એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 4 વિકેટથી હરાવ્યું. જેમાં શુભમન ગિલ (43) અને જોસ બટલર (39) ના ઝડપી ઇનિંગ્સના કારણે ગુજરાત ટાઇટન્સે 4 વિકેટથી જીત મેળવી.

વિરાટ કોહલીનું એંગ્રી રિએક્શન

મેચ દરમિયાન વિરાટ કોહલીનો એંગ્રી રિએક્શન ખાસ ચર્ચામાં રહ્યું. શુભમન ગિલનો કેચ ઝડપ્યા બાદ વિરાટ કોહલીએ તેની સામે ગુસ્સામાં જોયું અને બોલને જોરથી જમીન પર ફેંકી જોરદાર સેલિબ્રેશન કર્યું. જેના કારણે મેચનો માહોલ ગરમાયો હતો. આ વિકેટ પાંચમા ઓવરની છેલ્લી બોલ પર આવી હતી. જ્યારે શુભમન ગિલ કવર ઉપર શોટ મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. શુભમન ગિલના આઉટ થયા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મેચમાં વાપસીની આશા જાગી હતી. કારણ કે તે પહેલાં સાઈ સુદર્શન પણ આઉટ થઈ ચૂકયો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત

પહેલા બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે સારી શરૂઆત કરી હતી. વિરાટ કોહલીએ ફક્ત 13 બોલમાં 28 રન બનાવી કાગિસો રબાડા પર હુમલો કર્યો હતો અને એક જ ઓવરમાં 5 ચોગ્ગા માર્યા હતા. પરંતુ મેચનો ટર્નિંગ પોઇન્ટ ત્યારે આવ્યો જ્યારે કાગિસો રબાડાએ કોહલીને આઉટ કરીને મેચને પલટી. ત્યારબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મિડલ ઓર્ડર તૂટી પડ્યો. 7 ઓવરમાં 71/2 થી ટીમ 10.3 ઓવરમાં 96/6 પર પહોંચી ગઈ હતી.

ગુજરાત ટાઇટન્સના બોલરોનું દબાણ

દેવદત્ત પડિક્કલે 40 રન બનાવી ઇનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગુજરાત ટાઇટન્સના બોલરોએ દબાણ જાળવી રાખ્યું. આ મેચમાં અરશદ ખાન, રાશિદ ખાન અને જેસન હોલ્ડરનું સારું પ્રદર્શન રહ્યું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 19.2 ઓવરમાં 155 રન પર ઓલઆઉટ થઈ ગઈ.

ગુજરાત ટાઇટન્સની જીતનો હીરો

155 રનનું ટાર્ગેટ ગુજરાત ટાઇટન્સે 15.5 ઓવરમાં હાંસલ કર્યું. ભુવનેશ્વર કુમારના 3 વિકેટ વ્યર્થ ગયા. પહેલા બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ 155 રનમાં ઓલઆઉટ થઈ જેમાં દેવદત્ત પડિક્કલે 40 રન બનાવ્યા હતા. આ મેચમાં ગુજરાત ટાઇટન્સની જીતનો હીરો અને પ્લેયર ઓફ ધ મેચ જેસન હોલ્ડર રહ્યો. જે 2 વિકેટ લીધી અને 3 કેચ પકડ્યા હતા. શુભમન ગિલ અને સાઈ સુદર્શનના ઝડપી આઉટ થયા બાદ ગુજરાત ટાઇટન્સે મેચ પર પોતાની પકડ જાળવી રાખી. ગુજરાતે આ મેચ 4 વિકેટથી 25 બોલ બાકી રહેતા જીતી લીધી. ગુજરાત તરફથી કપ્તાન શુભમન ગિલે જ સૌથી વધુ 43 રન બનાવ્યા. આ જીત ગુજરાતની આ સીઝનમાં 9 મેચમાં પાંચમી જીત રહી છે.

આ પણ વાંચો: Breaking News: અમદાવાદમાં વિરાટ કોહલીએ અમ્પાયર સાથે કર્યો ઝઘડો, પાટીદારની વિકેટ પર મચી ગયો હોબાળો, Viral video

Follow Us
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
g clip-path="url(#clip0_868_265)">