Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમની ગ્રેટ બ્રિટન સામે 4-1 થી હાર, ક્વાર્ટર ફાઇનલની આશા ધૂંધળી

ભારતીય મહિલા હોકી ટીમ (Indian Women Hockey Team) ત્રીજી મેચ હારી ચુક્યુ છે. ગ્રેટ બ્રિટન સામે 4-1 થી હારવા પહેલા જર્મની અને નેધરલેન્ડ જેવી ટીમો સામે પણ હાર મેળવી હતી.

Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમની ગ્રેટ બ્રિટન સામે 4-1 થી હાર, ક્વાર્ટર ફાઇનલની આશા ધૂંધળી
Indian Women's Hockey Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 11:09 AM

ટોક્યો ઓલિમ્પિક્સ 2020 (Tokyo Olympics 2020) માં ભારતીય મહિલા હોકી ટીમ (Indian Women Hockey Team) ને, બુધવારે બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓઇ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ગ્રેટ બ્રિટને (Great Britain) ભારતને 4-1 થી પરાજિત કર્યું હતું. આ ભારતની સતત ત્રીજી હાર છે.

આ પહેલાની મેચમાં નેધરલેન્ડ્સે 5-1 થી હરાવી હતી. તે પછી ટીમને જર્મનીથી 2-0 થી હાર મળી હતી. આ સાથે, તેની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશાઓ ધૂંધળી થતી લાગી રહી છે. હવે તેણે તેની છેલ્લી બંને મેચોને સારા માર્જિનથી જીતવી પડશે, તો જ ક્વાર્ટર ફાઇનલની તક મળી શકે છે. ગ્રેટ બ્રિટન તરફથી અન્ના માર્ટિને બે ગોલ કર્યા હતા. જ્યારે શર્મિલાએ ભારત તરફથી પેનલ્ટી કોર્નરમાંથી ગોલ કર્યો હતો.

ગ્રેટ બ્રિટને શરૂઆતથી પ્રભુત્વ જમાવ્યું અને પ્રથમ 75 સેકન્ડમાં ગોલ કર્યો. અહીંથી ગ્રેટ બ્રિટને ક્યારેય મેચ પરથી પકડ છોડી નહોતી અને ભારત પર દબાણ જાળવી રાખ્યું હતું. ભારતીય ટીમે મેચમાં પરત ફરવાનો પ્રયાસ કર્યો હતો. તેને પ્રથમ બે ક્વાર્ટરમાં ત્રણ પેનલ્ટી કોર્નર મળ્યાં, જેના પર એક ગોલ કરવામાં સફળતા મળી હતી.

Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી

ભારતે આ ગોલ બીજા ક્વાર્ટરમાં બનાવ્યો હતો. 23 મી મિનિટમાં ભારતે પેનલ્ટી કોર્નર લીધો હતો. જેમાં ગુરજીત કૌરના શાનદાર શોટ લગાવતા, તેને શર્મિલાએ તેની હોકીના ઇશારાથી ગોલ કરી દીધો હતો.

ત્રીજા ક્વાર્ટરમાં ભારતની આક્રમક શરૂઆત

ભારતે ત્રીજા ક્વાર્ટરમાં આક્રમક રીતે શરૂઆત કરી હતી. પ્રથમ મિનિટમાં સતત ત્રણ પેનલ્ટી કોર્નર મેળવ્યા હતા. પરંતુ એક પણને ગોલમાં બદલી શક્યા નહોતા. થોડા સમય પછી, ગ્રેટ બ્રિટન પણ પેનલ્ટી કોર્નર મેળવવામાં સફળ રહ્યું હતુ. પરંતુ તે ગોલ કરી શકવામાં સફળ રહ્યા નહીં. ભારતે અહીંથી બરાબરી જાળવવાની કોશીષ જારી રાખી હતી. જ્યારે ગ્રેટ બ્રિટને તેની આક્રમક રમત ચાલુ રાખી હતી.

આ દરમિયાન ગ્રેટ બ્રિટનને 41 મી મિનિટમાં પેનલ્ટી કોર્નર મળ્યો, જેને ભારતે બચાવી લીધો હતો. પરંતુ ગ્રેટ બ્રિટને તુરત જ ફિલ્ડ પ્લેથી ગોલ કર્યો હતો. લીલી આઉલસલે તેમના માટે આ ગોલ કર્યો હતો. અહીં ભારતની સલીમા ટેટેને યલો કાર્ડ મળ્યુ હતુ, જેના કારણે તે પાંચ મિનિટ માટે મેદાનની બહાર ગઈ હતી. આમ ભારતે 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું હતુ.

ચોથા ક્વાર્ટરની નબળી શરૂઆત

ચોથા ક્વાર્ટરમાં સ્કોરને બરાબર કરવાનો ભારતીય ટીમનો પ્રયાસ હતો, પરંતુ તેની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. નવજોત કૌરને ક્વાર્ટરની શરૂઆતની મિનિટમાં જ યલો કાર્ડ આપવામાં આવ્યું હતું. જેના કારણે ભારતીય ટીમે ફરીથી 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું હતું. આ ક્વાર્ટરમાં ભારતીય ટીમ ગોલ કરી શકી નહોતી.

આ ક્વાર્ટરમાં ભારતીય ટીમનુ ડિફેન્સીવ રમત ખૂબ નબળી રહી હતી. જેના કારણે ગ્રેટ બ્રિટન હાવી રહ્યુ હતું. તેને 56 મી મિનિટમાં સતત બે પેનલ્ટી કોર્નર મળ્યાં, જેના પર ગોલ થઈ શક્યો નહીં. અહીં, બીજી પેનલ્ટી કોર્નર પછી ઇંગ્લેન્ડને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો, જેનો મોકો ગ્રેસ પેસ્ટન ઉઠાવી લેવામાં આવ્યા હતા. ગ્રેટ બ્રિટનની ટીમ અહીં 4-1 થી આગળ થઇ ગઇ હતી.

આ પણ વાંચોઃ PV Sindhu: પીવી સિંધુએ હોંગ કોંગની ચીયૂંગાને 35 મિનિટમાં જ હાર આપી , ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી

g clip-path="url(#clip0_868_265)">