Hockey team coach : ઓલિમ્પિકમાં હોકીમાં ગોલ્ડ મેડલ કેવી રીતે મેળવવો ? જાણો પુરુષ ટીમના કોચે શું કહ્યું

મનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને 41 વર્ષના ઓલિમ્પિક મેડલ દુકાળનો અંત લાવ્યો હતો.

Hockey team coach : ઓલિમ્પિકમાં હોકીમાં ગોલ્ડ મેડલ કેવી રીતે મેળવવો ? જાણો પુરુષ ટીમના કોચે શું કહ્યું
Hockey team coach : ઓલિમ્પિકમાં હોકીમાં ગોલ્ડ મેડલ કેવી રીતે મેળવવો? જાણો પુરુષ ટીમના કોચે શું કહ્યું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 5:37 PM

hockey team coach : ભારતીય પુરુષ હોકી ટીમ (Hockey team)ના કોચ ગ્રેહામ રીડે ( coach graham reid) કહ્યું કે, ટોક્યો 2020 માં ઔતિહાસિક ઓલિમ્પિક મેડલ (Olympic medal)પછી, જો ભારતીય ટીમ ત્રણ વર્ષ પછી 2024માં પેરિસમાં યોજાનારી ગેમમાં ગોલ્ડ મેડલ જીતવા માંગતી હોય તો તેના પર ધ્યાન આપવું જોઈએ.

બેલ્જિયમ અને ઓસ્ટ્રેલિયા દ્વારા નિર્ધારિત માપદંડો  પર ધ્યાન આપવું જોઈએ. ઓસ્ટ્રેલિયાની હોકી ટીમ 1980 થી સતત સારુ પ્રદર્શન કરી રહી છે, જ્યારે વર્તમાન ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન (World Champion)બેલ્જિયમે છેલ્લા 10 વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ગોલ્ડ મેડલ જીત્યા પહેલા ટીમ રિયો ઓલિમ્પિક (Rio Olympics) (2016)માં રનર અપ (સિલ્વર મેડલ) હતી. આ સિવાય તેણે 2018માં વર્લ્ડ કપ અને 2019માં યુરોપિયન ચેમ્પિયનશિપનું ટાઇટલ પણ જીત્યું હતું.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ

રીડે ( coach graham reid) એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “તેઓ (બેલ્જિયમ અને ઓસ્ટ્રેલિયા) બે વર્લ્ડ ક્લાસ ટીમો છે. જેને અમે ફાઈનલમાં જોઈ હતી.” મને લાગે છે કે, તેઓ બેન્ચમાર્ક છે અને તે જ લક્ષ્ય આપણે બનાવવો જરૂરી છે. જો તમે બેલ્જિયમ ટીમ પર નજર નાખો  જે આપણને લક્ષ્ય બતાવે છે.

‘મનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને 41 વર્ષના ઓલિમ્પિક મેડલ દુકાળનો અંત કર્યો હતો. ભારતે અગાઉ મોસ્કો ગેમ્સ (1980)માં આઠમો અને છેલ્લો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

રીડે ( coach graham reid)કહ્યું કે, કોવિડ -19 ના કારણે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન ખેલાડીઓ સાથે રહેવાથી ખેલાડીઓ વચ્ચેનો મજબૂત સંબંધ થયો હતો. તેમણે કહ્યું, ‘જો તમે 15 મહિના પાછા જાવ તો તે આપણા બધા માટે ખૂબ જ મુશ્કેલ હતું કારણ કે, આપણામાંના મોટાભાગના લોકોએ પરિવારને લાંબા સમયથી જોયો ન હતો. ગેમ્સ પહેલા, અમને ખૂબ જ મર્યાદિત સ્પર્ધાત્મક મેચોમાં રમવાની તક મળી હતી.

અમે એક ટીમ તરીકે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો અને તેનાથી પરસ્પર સમજણને સુધારવાની મદદ મળી હતી. બ્રોન્ઝ મેડલ મેચમાં પણ સારું પ્રદર્શન કર્યું.

આ પણ વાંચો : Neeraj Chopra : ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાનું આગામી લક્ષ્ય શું છે ? વાંચો આ અહેવાલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">