PAK vs SA: પાકિસ્તાની બેટ્સમેનની ડિકોકે લીધી ફિરકી અને બેટ્સમેન બની ગયો બુદ્ધુ, જુઓ વિડીયો

પાકિસ્તાની બેટ્સમેન ની સાથે ક્વિન્ટન ડિકોક (Quinton de Kock) એ ફીરકી લઇ લીધી. ડિકોક એ ફીરકી પણ એવા બેટ્સમેન ની લઇ લીધી હતી કે, તે બેટ્સમેન શતક નહી પણ બેવડા શતકની નજીક હતો. પાકિસ્તાન (Pakistan) ને બીજી વન ડે માં ક્રિઝ પર જે ખેલાડીની હાજરી થી જીતની આશા હતી.

Avnish Goswami
| Edited By: | Updated on: Apr 05, 2021 | 1:44 PM

પાકિસ્તાની બેટ્સમેનની ક્વિન્ટન ડિકોક (Quinton de Kock) એ ફિરકી લઇ લીધી. ડિકોક એ ફીરકી પણ એવા બેટ્સમેન ની લઇ લીધી હતી કે, તે બેટ્સમેન શતક નહી પણ બેવડા શતકની નજીક હતો. પાકિસ્તાન (Pakistan) ને બીજી વન ડે માં ક્રિઝ પર જે ખેલાડીની હાજરીથી જીતની આશા હતી. સાઉથ આફ્રિકન વિકેટકીપરે રમતની અંતિમ ઓવરમાં બેટ્સમેન ફખર જમાન (Fakhar Zaman) ને એવો બુદ્ધુ બનાવ્યો કે ક્રિકેટ જગત જોતું રહી ગયુ.

વિકેટકિપર ક્વિન્ટન ડિકોકે બેટ્સમેનને બુદ્ધુ બનાવ્યો હતો તે, બેટ્સમેન ફખર જમાન હતો. તે 193 રન પર રમી રહ્યો હતો. એટલે કે તેના વન ડેમાં બીજુ બેવડુ શતક માત્ર 7 જ રન દુર હતુ. પરંતુ ડિકોક એ તેને ચાલાકી કરીને અટકાવી દીધો હતો. જુઓ ડિકોક એ તેને કેવી રીતે રન આઉટ કર્યો હતો.

પાકિસ્તાની બેટ્સમેન સાથે ડિકોકની ફિરકી
ડિકોક બોલર તરફ આંગળી કરીને ઇશારો કર્યો હતો, જાણે કે એમ લાગ્યુ કે બોલ નોન સ્ટ્રાઇકર તરફ જઇ રહી છે. ડીકોકના ઇશારાને જોઇને ફખર જમાન ધીમો પડી ગયો હતો. બસ પછી તો બાકીનુ કાર્ય એડન માર્કરમ એ કમાલનો થ્રો કર્યો અને રન આઉટ. તેણે થ્રો સિધો સ્ટ્રાઇકર પર લગાવ્યો હતો અને સ્ટંપ વિખરાઇ ગયા હતા. પરિણામે ડિકોકની ચતુરાઇ ભરી ચાલમાં ફખર જમાન ફસાઇ ગયો હતો અને ગુસ્સામાં લાલ પિળો થઇને તે પેવલિયન પરત ફર્યો હતો.

ડિકોકને લઇને બે પ્રકારની પ્રતિક્રિયા
હવે સવાલ પણ એ વાતનો પેદા થયો છે, ડિકોકની આ ફેક ફિલ્ડીંગ હતી કે, ચતુરાઇ ભર્યો માસ્ટર સ્ટ્રોક. તેને લઇને બે પ્રકારના રિએકશન આવવા લાગ્યા છે. કેટલાક લોકો તેને ધોખા થી આઉટ કર્યાનુ ગણાવી રહ્યા છે. તો કેટલાક લોકો ડીકોકની સાથે ઉભા રહ્યા છે.

ICC નો નિયમ શુ કહે છે ?
ICC નો કોડ ઓફ કંડકડટ ના આર્ટિકલ 41.5.1 માં સ્પષ્ટ રીતે લખેલુ છે કે, કોઇ પણ ફિલ્ડર કોઇપણ રીતે ધોખો આપીને કે, મુર્ખ બનાવવાની કોશિષ બેટ્સમેનને કરે છે તો કે અયોગ્ય અને દંડનીય છે. આ નિયમને આધાર બનાવીને પાકિસ્તાનના ક્રિકેટ ફેંસ અને મિડીયાએ બબાલ મચાવી દીધી છે. જાણકારી મળી રહી છે કે, પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટ એ મેચ રેફરી પાસે સ્પષ્ટતા માંગી છે કે, આઇસીસી આની પર કેમ કોઇ એકશન નથી લઇ રહી.

Follow Us:
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">