Tokyo Paralympics: વિનોદ કુમારનો બ્રોન્ઝ મેડલ અટકાવાયો, ક્લાસિફિકેશન પર વિરોધીઓએ ઉઠાવ્યા સવાલ

TV9 GUJARATI

|

Updated on: Aug 30, 2021 | 8:07 AM

ગેમ્સના આયોજકોના એક નિવેદન મુજબ, "સ્પર્ધામાં વર્ગીકરણ (Classification) નિરીક્ષણને કારણે આ ઇવેન્ટનું પરિણામ હાલમાં સમીક્ષા હેઠળ છે." મેડલ સમારોહ 30 ઓગસ્ટના સાંજ સુધી મુલતવી રાખવામાં આવ્યો છે.

Tokyo Paralympics: વિનોદ કુમારનો બ્રોન્ઝ મેડલ અટકાવાયો, ક્લાસિફિકેશન પર વિરોધીઓએ ઉઠાવ્યા સવાલ
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માં જોડાયા બાદ તાલીમ લેતી વખતે, તે લેહમાં એક શિખર પરથી પડી ગયા હતા, તેના પગમાં ઈજા થઈ.

Tokyo Paralympics: ડિસ્ક ફેંકનાર વિનોદ કુમાર, જે ટેકરી પરથી પડવાના કારણે 10 વર્ષથી પથારીવશ હતા, 29 ઓગસ્ટના રોજ ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં એશિયન રેકોર્ડ સાથે પુરુષોની F52 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પરંતુ તેમની માંદગીના ક્લાસિફિકેશન પર વિરોધને કારણે તેઓ વિજયની ઉજવણી કરી શક્યા ન હતા.

41 વર્ષીય બીએસએફ જવાન 19.91 મીટરની શ્રેષ્ઠ થ્રો સાથે ત્રીજા સ્થાને રહ્યા. તેણે પોલેન્ડના પીઓટર કોસેવિચ (20.02 મીટર) અને ક્રોએશિયાના વેલિમિર સેન્ડોર (19.98 મીટર) ને પાછળ છોડી દીધા હતા, જેમણે અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા. જો કે, અન્ય સ્પર્ધકો તરફથી વિરોધ થયો છે જેમણે તેમના F52 ના વર્ગીકરણ સામે વાંધો ઉઠાવ્યો છે. 22 ઓગસ્ટના રોજ ક્લાસિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાથી વિરોધનો આધાર હજુ સ્પષ્ટ નથી.

F52 ઇવેન્ટમાં તેવા એથ્લેટ્સનો સમાવેશ થાય છે જેઓની સ્નાયુઓ નબળી હોય છે અને મર્યાદિત હલનચલન કરી શકે છે, હાથમાં વિકાર હોય છે અથવા પગની લંબાઈમાં તફાવત ધરાવે છે જેથી રમતવીરોને બેસીને સ્પર્ધા કરવાની મંજૂરી આપવામાં આવે છે.

કરોડરજ્જુની ઇજાઓ ધરાવતા અથવા ખેલાડીઓ કે જેમણે અંગ કાપ્યું હોય તેઓ પણ આ કેટેગરીમાં ભાગ લે છે. ગેમ્સના આયોજકોના એક નિવેદન મુજબ, “સ્પર્ધામાં વર્ગીકરણ (Classification) નિરીક્ષણને કારણે આ ઇવેન્ટનું પરિણામ હાલમાં સમીક્ષા હેઠળ છે.” મેડલ સમારોહ 30 ઓગસ્ટના સાંજના સત્ર સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. પેરા ખેલાડીઓને તેમની માંદગીના આધારે વર્ગોમાં મૂકવામાં આવે છે. વર્ગીકરણ પ્રણાલી એવા ખેલાડીઓને સ્પર્ધા કરવા દે છે જેમને સમાન રોગ છે.

BSF માં હતા ત્યારે વિનોદ કુમાર થયા હતા ઘાયલ હરિયાણાના આ ખેલાડીનું આ પ્રદર્શન, આ રમતોમાં પદાર્પણ કરનાર, એશિયન રેકોર્ડ છે, જેના કારણે ભારતને વર્તમાન તબક્કામાં ત્રીજો મેડલ પણ મળ્યો છે. વિનોદના પિતા 1971 ના ભારત-પાક યુદ્ધમાં લડ્યા હતા. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માં જોડાયા બાદ તાલીમ લેતી વખતે, તે લેહમાં એક શિખર પરથી પડી ગયા હતા, તેના પગમાં ઈજા થઈ.

આ કારણે, તે લગભગ એક દાયકાથી પથારીમાં હતા અને આ સમય દરમિયાન તેના માતાપિતા બંને મૃત્યુ પામ્યા હતા. 2012ની આસપાસ તેમની સ્થિતિમાં સુધારો થયો અને પેરા સ્પોર્ટ્સમાં તેમનું અભિયાન 2016 ની રિયો ગેમ્સ પછી શરૂ થયું. તેણે રોહતકમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેન્ટરમાં પ્રેક્ટિસ શરૂ કરી અને રાષ્ટ્રીય સ્પર્ધામાં બે વખત બ્રોન્ઝ મેડલ જીત્યા.

તેણે પ્રથમ વખત 2019 માં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો જ્યારે તેણે પેરિસ ગ્રાન્ડ પ્રિકસમાં ભાગ લીધો હતો અને પછી આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચોથા સ્થાને રહ્યા હતા. રવિવારે તેમના પહેલા, ભાવનાબેન પટેલે મહિલા સિંગલ્સ ટેબલ ટેનિસ સ્પર્ધા વર્ગ 4 અને નિશાદ કુમાર પુરુષ T47 હાઇ જમ્પ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યા હતા.

આ પણ વાંચો: Sovereign Gold Bond: આજથી 5 દિવસ મળશે સસ્તા ભાવે શુદ્ધ સોનું , જાણો કઈ રીતે કરવી ખરીદી અને શું છે 1 તોલાનો ભાવ

આ પણ વાંચો: કાબુલ એરપોર્ટ પર હુમલો કરવા જતા આત્મઘાતી હુમલાખોરો પર અમેરિકાનો ડ્રોનથી હુમલો, 3 બાળકોના પણ મોત

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati