Sports Schedule 2022: ફિફા વિશ્વકપ થી લઇને એશિયન ગેમ્સ સુધી, ફેન્સ માટે એક્શન થી ભરપૂર રહેશે નવુ વર્ષ

કોરોના (Corona) ને કારણે આ વર્ષે કેટલીક મહત્વની ટૂર્નામેન્ટ આગામી વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી. વર્ષ 2022માં ઘણી મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે.

Sports Schedule 2022: ફિફા વિશ્વકપ થી લઇને એશિયન ગેમ્સ સુધી, ફેન્સ માટે એક્શન થી ભરપૂર રહેશે નવુ વર્ષ
Sports Schedule 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 10:32 AM

વર્ષ 2020ની જેમ 2021 પણ કોરોના વાયરસ (Corona Virus) ના ઓછાયા હેઠળ પસાર થયું છે, જેની અસર રમતગમતની દુનિયા પર જોવા મળી હતી. જો કે, તેમ છતાં, ટોક્યો ઓલિમ્પિક જેવી મોટી રમતોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ઘણી ટુર્નામેન્ટ અને લીગ પણ મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ ઓલિમ્પિક ગેમ્સ (Olympic Games) થી લઈને ટેનિસના ગ્રાન્ડ સ્લેમ અને તમામ રમતોની વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ બાયો બબલ્સ વચ્ચે યોજવામાં આવી હતી.

આગામી વર્ષ રમતગમતની દ્રષ્ટીએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. પ્રશંસકોને રમતના મેદાન પરથી સંપૂર્ણ એક્શન જોવા મળશે. 2022માં ઘણી મોટી ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. બોક્સિંગ, ગોલ્ફ, કુસ્તી, વેઈટલિફ્ટિંગ, એથ્લેટિક્સ અને બેડમિન્ટન જેવી રમતોની વાર્ષિક ઈવેન્ટ્સ આવતા વર્ષે શેડ્યૂલ અનુસાર યોજાશે જેમાં વર્લ્ડ ચેમ્પિયનશિપનો પણ સમાવેશ થશે.

આ ઉપરાંત આવતા વર્ષે આવા છ મહત્વના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેનું આયોજન ચાર-પાંચ વર્ષમાં એકવાર કરવામાં આવે છે. ભારત માટે પણ આ ટૂર્નામેન્ટ ઘણી મહત્વની છે. આ રમતોમાં એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ, વિન્ટર ઓલિમ્પિક્સનો પણ સમાવેશ થાય છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

કોમનવેલ્થ ગેમ્સ

વર્ષ 2018 બાદ આવતા વર્ષે બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે. આ ગેમ્સ 28 જુલાઈથી શરૂ થશે અને 08 ઓગસ્ટ સુધી ચાલશે. ઈંગ્લેન્ડમાં આ ત્રીજી વખત આ ગેમ્સનું આયોજન કરવામાં આવશે. અગાઉની ગેમ્સમાં ભારતે 26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ સાથે 66 મેડલ જીત્યા હતા અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. 2024 પેરિસ ઓલિમ્પિક પહેલા ભારતીય ખેલાડીઓ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

એશિયન ગેમ્સ

કોમનવેલ્થ ગેમ્સના બે મહિના બાદ એશિયન ગેમ્સ યોજાશે. આ ગેમ્સ 10 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી હેંગઝોઉ, ટીનમાં રમાશે. પેરિસ ઓલિમ્પિકની ક્વોલિફિકેશન માટે આ રમત ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી ભારતીય ખેલાડીઓ અહીં શ્રેષ્ઠ રમત બતાવવાનો પ્રયાસ કરશે. છેલ્લી વખત જ્યારે જાકાર્તામાં ગેમ્સ યોજાઈ હતી, ત્યારે ભારતે 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ સાથે 69 મેડલ જીત્યા હતા અને આઠમું સ્થાન મેળવ્યું હતું.

ફિફા વર્લ્ડ કપ

આવતા વર્ષે ફૂટબોલની સૌથી મોટી ટૂર્નામેન્ટ ગણાતા ફિફા વર્લ્ડ કપનું પણ આયોજન થશે. પરંતુ યજમાન કતાર સહિત માત્ર 32 ટીમો 2022 ફિફા વર્લ્ડ કપનો ભાગ હશે. આ ટૂર્નામેન્ટનુ આ 22મુ સંસ્કરણ હશે. વર્લ્ડ કપ-2022ના ગ્રુપ સ્ટેજની મેચો 12 દિવસ સુધી ચાલશે જેમાં દરરોજ ચાર મેચો રમાશે. ટૂર્નામેન્ટ 21 નવેમ્બરથી અલ બાયત સ્ટેડિયમમાં શરૂ થશે. ફાઈનલ 18 ડિસેમ્બરે લુસેલ સ્ટેડિયમમાં રમાશે.

શિયાળુ ઓલિમ્પિક્સ

શિયાળુ ઓલિમ્પિક 2022 માં ચીનની રાજધાની બેઇજિંગમાં યોજાવાની છે. આ ગેમ્સ 4 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 20 ફેબ્રુઆરી સુધી રમાશે. ભારતમાંથી સતત વિન્ટર ઓલિમ્પિકમાં ભાગ લેનાર શિવ કેશવન આ વખતે આ મહાકુંભમાં ભાગ લેશે નહીં. વિન્ટર પેરાલિમ્પિક ગેમ્સ 13 માર્ચે સમાપ્ત થશે. જો કે, ઘણા દેશો ચીનમાં આયોજિત આ ગેમ્સના વિરોધમાં છે, જેના કારણે તેઓ રાજકીય રીતે આ ગેમ્સનો બહિષ્કાર કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Team India: ટીમ ઇન્ડિયાએ શાનદાર પાર્ટી યોજી 2022 નુ કર્યુ વેલકમ, જશ્નના સ્થળે અંડર 18 હતા પ્રતિબંધિત, જુઓ

આ પણ વાંચોઃ Virat Kohli: તો વિરાટ કોહલી જુઠ્ઠુ બોલ્યો? ચીફ સિલેક્ટર ચેતન શર્માએ કહ્યુ, મેં પોતે ફોન કર્યો હતો, પસંદગીકારે કહી આ મોટી વાત

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">