Virat Kohli: તો વિરાટ કોહલી જુઠ્ઠુ બોલ્યો? ચીફ સિલેક્ટર ચેતન શર્માએ કહ્યુ, મેં પોતે ફોન કર્યો હતો, પસંદગીકારે કહી આ મોટી વાત
વિરાટ કોહલી (Virat Kohli) ને વનડેની કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય પસંદગીકારો પાસે હતો અને તેમને ટેસ્ટ ટીમની જાહેરાત પહેલા જાણ કરવામાં આવી હતી.
દક્ષિણ આફ્રિકા (South Africa) પ્રવાસ માટે ભારતની ODI ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્મા (Rohit Sharma) ઈજાના કારણે વનડે શ્રેણીમાંથી બહાર છે અને તેના સ્થાને કેએલ રાહુલ (KL Rahul) ટીમની કમાન સંભાળશે. જો કે ટીમની જાહેરાત બાદ ચીફ સિલેક્ટરે પણ વિરાટ કોહલી (Virat Kohli) ને સુકાની પદ પરથી હટાવવા પર મોટું નિવેદન આપ્યું છે. ચેતન શર્મા (Chetan Sharma) એ કહ્યું કે વિરાટ કોહલીને બધાએ કહ્યું હતું કે T20ની કેપ્ટન્સી ન છોડો.
ચેતન શર્માનો દાવો છે કે વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ પહેલા કહ્યું હતું કે તે T20ની કેપ્ટનશીપ છોડવા માંગે છે. આ પછી વિરાટની સામે બેઠેલા બધાએ તેને આ નિર્ણય પર વિચાર કરવા કહ્યું.
ODI ટીમની જાહેરાત બાદ ચેતન શર્માએ કહ્યું કે જ્યારે વિરાટ કોહલીએ T20 ની કેપ્ટન્સી છોડવાની વાત કરી તો બધા દંગ રહી ગયા. બધાએ વિરાટ કોહલીને T20ની કેપ્ટનશીપ ન છોડવાનું કહ્યું. ચેતન શર્માએ કહ્યું કે વિરાટ કોહલી જેવા ખેલાડીએ અચાનક T20 ની કેપ્ટનશીપ છોડવાની વાત કરી તો બધા દંગ રહી ગયા હતા.
વિરાટ કોહલીની આ જાહેરાત T20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ટીમને પણ અસર કરી શકે છે, તેથી પસંદગીકારોએ તેને તેના નિર્ણય પર વિચાર કરવા કહ્યું. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકા જતા પહેલા વિરાટ કોહલીએ કહ્યું હતું કે, તેમને કોઈએ ટી-20 કેપ્ટનશીપ છોડવા માટે નથી કહ્યું. હવે એ જાણવું થોડું મુશ્કેલ છે કે વિરાટ ખોટું બોલી રહ્યો છે કે ચેતન શર્મા.
‘વિરાટને વનડેની કેપ્ટન્સીથી હટાવવાનો નિર્ણય પસંદગીકારોનો હતો’
ચેતન શર્માએ કહ્યું કે જ્યારે વિરાટ કોહલીએ T20ની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો ત્યારે પસંદગીકારોએ તેને ODI કેપ્ટનશીપથી હટાવવો પડ્યો. પસંદગીકારો ઈચ્છતા હતા કે ODI અને T20 ફોર્મેટમાં એક જ કેપ્ટન હોય. ચેતન શર્માએ કહ્યું, ‘કોઈએ વિરાટને કેપ્ટનશિપ છોડવાનું કહ્યું નથી. જ્યારે તેણે T20ની કેપ્ટનશીપ છોડી ત્યારે પસંદગીકારોએ વિચારવું પડ્યું કે સફેદ બોલનો એક જ કેપ્ટન હોવો જોઈએ.
અમે આ અંગે વિરાટ કોહલીને જાણ કરી હતી. તેને વનડેની કેપ્ટનશીપથી હટાવવાનો અમારો નિર્ણય હતો. T20ની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય તેનો હતો.
ટેસ્ટ ટીમની પસંદગી પહેલા વિરાટને જાણ કરી હતી-ચેતન શર્મા
ચેતન શર્માએ દાવો કર્યો કે તેણે ટેસ્ટ ટીમની પસંદગીના 90 મિનિટ પહેલા વિરાટ કોહલીને ODI કેપ્ટન પદ પરથી હટાવવાની વાત કહી હતી. ચેતન શર્માએ કહ્યું, ‘મેં પોતે વિરાટ કોહલીને ફોન કર્યો હતો.
વિરાટ સાથે મારી સારી વાત થઈ. સૌથી મહત્વની વાત એ છે કે વિરાટ કોહલી સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે. ટેસ્ટ ટીમની પસંદગીની બેઠક પહેલા જ અમે તેને જાણ કરી હતી. વિરાટ અને અમારી વચ્ચે કોઈ મૂંઝવણ નથી. 90 મિનિટ પહેલા જ વિરાટને ODI કેપ્ટનશીપથી હટાવવાના નિર્ણયની જાણકારી આપવામાં આવી હતી.