Paralympics 2024માં ભારતનો ચોથો મેડલ, મનીષ નરવાલે શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો

|

Aug 30, 2024 | 6:54 PM

શૂટર મનીષ નરવાલે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારત માટે ચોથો મેડલ જીત્યો છે. મનીષ નરવાલે 10 મીટર એર પિસ્તોલ SH1માં સિલ્વર મેડલ જીત્યો હતો. અગાઉ અવની લેખરા અને મોના અગ્રવાલે પણ શૂટિંગમાં મેડલ જીત્યા હતા.

Paralympics 2024માં ભારતનો ચોથો મેડલ, મનીષ નરવાલે શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો
Manish Narwal

Follow us on

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય ખેલાડીઓનું જોરદાર પ્રદર્શન ચાલુ છે. ભારતે ગેમ્સના બીજા દિવસે તેનો ચોથો મેડલ પણ જીતી લીધો છે. આ મેડલ શૂટિંગમાં પણ આવ્યો છે. ભારતીય શૂટર મનીષ નરવાલે 10 મીટર એર પિસ્તોલ SH1ની ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો છે. મનીષ નરવાલે ગત પેરાલિમ્પિકમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

કોણ છે શૂટર મનીષ નરવાલ?

17 ઓક્ટોબર 2001ના રોજ જન્મેલા મનીષ નરવાલ એક ભારતીય પેરા પિસ્તોલ શૂટર છે. વર્લ્ડ શૂટિંગ પેરા સ્પોર્ટ રેન્કિંગ અનુસાર, તે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1માં વિશ્વમાં ચોથા ક્રમે છે. તેણે 2016માં બલ્લભગઢમાં શૂટિંગ શરૂ કર્યું હતું. તેણે 2021 પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં P4 મિક્સ્ડ 50 મીટર પિસ્તોલ SH1 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને વર્લ્ડ રેકોર્ડ સર્જીને ઈતિહાસ રચ્યો હતો. મનીષ નરવાલે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે મિક્સ્ડ P4-50 મીટર પિસ્તોલ SH1માં આ મેડલ જીત્યો.

Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ
શું છે બ્લેક નાઝારેન, જેને ચુંબન કરવા માટે ઉમટી ભીડ, જુઓ Photos

પિતાના બલિદાનને એળે ન જવા દીધું

તમને જણાવી દઈએ કે, મનીષ નરવાલનો જમણો હાથ બાળપણથી જ કામ કરતો ન હતો. તેને ફૂટબોલ રમવાનો શોખ હતો. પરંતુ એકવાર તે ગંભીર રીતે ઘાયલ થયો, તેના માતાપિતાના કહેવાથી મનીષે ફૂટબોલ છોડી દીધો. આ પછી પિતાના એક મિત્રની સલાહ પર, મનીષે શૂટિંગની શરૂઆત કરી. પરંતુ તેના પિતા પાસે પિસ્તોલ ખરીદવાના પણ પૈસા નહોતા. આવી સ્થિતિમાં મનીષના પિતાએ પોતાનું ઘર સાત લાખ રૂપિયામાં વેચી દીધું અને મનીષને પિસ્તોલ અપાવી. પિતાના આ બલિદાનને મનીષે એળે ન જવા દીધું. આજે તે પોતાના પિતાની સાથે-સાથે આખા દેશને ગૌરવ અપાવી રહ્યો છે.

આ પણ વાંચો: પ્રીતિ પાલે પેરિસ પેરાલિમ્પિક્સમાં રચ્યો ઈતિહાસ, 100 મીટર રેસમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 6:15 pm, Fri, 30 August 24

Next Article