પ્રીતિ પાલે પેરિસ પેરાલિમ્પિક્સમાં રચ્યો ઈતિહાસ, 100 મીટર રેસમાં જીત્યો બ્રોન્ઝ મેડલ
પ્રીતિ પાલે પેરિસ પેરાલિમ્પિક્સમાં 100 મીટર T35 કેટેગરીમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રીતિ ટ્રેક ઈવેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ છે. આ રેસ દરમિયાન પ્રીતિએ તેનો અંગત રેકોર્ડ પણ તોડ્યો હતો.
એથ્લેટ પ્રીતિ પાલે પેરાલિમ્પિક ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને મેડલ જીત્યો છે. પ્રીતિએ 100 મીટર T35 કેટેગરીમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પ્રીતિ ટ્રેક ઈવેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ છે. આ રેસ દરમિયાન પ્રીતિએ તેનો અંગત રેકોર્ડ પણ તોડ્યો હતો. તેણે આ રેસ 14.21 સેકન્ડમાં પૂરી કરી પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતની શરૂઆત શાનદાર રહી છે. ભારતે રમતના બીજા જ દિવસે ત્રણ મેડલ જીત્યા હતા. શૂટર અવની લેખરાએ દેશ માટે પ્રથમ ગોલ્ડ, મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે પ્રીતિએ પણ બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે.
પ્રીતિ પાલનું સારું ફોર્મ ચાલુ રહ્યું
આ વર્ષે પ્રીતિ પાલનું ફોર્મ સારું ચાલી રહ્યું હતું. તેણે છઠ્ઠી ઈન્ડિયન ઓપન પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ પછી, મે 2024 માં, આ ખેલાડીએ જાપાનના કોબેમાં આયોજિત વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તેણે T35 200 મીટર ઈવેન્ટમાં આ મેડલ જીત્યો હતો. આ બ્રોન્ઝ મેડલની સાથે તેણે પેરિસ પેરાલિમ્પિક માટે પણ ક્વોલિફાય કર્યું અને હવે જુઓ ભારતની આ દીકરીએ દેશને તેનો પહેલો ટ્રેક એન્ડ ફિલ્ડ મેડલ અપાવ્યો છે.
PREETHI PAL CREATES HISTORY! ♀️
She becomes the first Indian to win a track medal in #Paralympics!
Preethi won Bronze in 100m T35 category with a personal best 14.21 #Paris2024 | #Paralympics2024 pic.twitter.com/HPnoQj5XaJ
— India at Paris 2024 (@WSportsZone) August 30, 2024
BRONZE For INDIA
♀️ Preethi Pal wins bronze medal in the Women’s 100m T35 Final.#Paris2024 #Cheer4Bharat #Paralympics2024 #ParaAthletics @mansukhmandviya @MIB_India @PIB_India @IndiaSports @ParalympicIndia @PCI_IN_Official @Media_SAI @AkashvaniAIR @DDNational… pic.twitter.com/igEYUhtpmu
— Doordarshan Sports (@ddsportschannel) August 30, 2024
પ્રીતિ પાલનો સંઘર્ષ
પ્રીતિ પાલનો જન્મ મેરઠમાં થયો હતો. તેઓ બાળપણથી જ સેરેબ્રલ પાલ્સીથી પીડિત હતા. મેરઠમાં તેને સારી સારવાર ન મળી શકી પરંતુ તેમ છતાં તેણે રમતની દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે. પ્રીતિએ દિલ્હીમાં કોચ ગજેન્દ્ર સિંહ, જેઓ સિમરન શર્માના પણ કોચ છે, તેમના અન્ડર તાલીમ લીધી હતી.
આ પણ વાંચો: અવની લેખરાએ પેરિસ પેરાલિમ્પિકમાં જીત્યો ગોલ્ડ, રોડ અકસ્માતમાં પગ ગુમાવ્યો, હવે ઈતિહાસ રચ્યો