Paris Olympics 2024, Day 6, LIVE Score: પીવી સિંધુએ કર્યા નિરાશ, પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં હારીને થઈ બહાર

Nirupa Duva
| Edited By: | Updated on: Aug 01, 2024 | 11:11 PM

Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકનો આજે છઠ્ઠો દિવસ છે. આ દિવસથી એથ્લેટિક્સની પણ શરૂઆત થઈ રહી છે. બોક્સિંગ, બેડમિન્ટન અને તીરંદાજીના ખેલાડીઓ માટે પણ આ દિવસ મહત્વનો રહેવાનો છે.

Paris Olympics 2024, Day 6, LIVE Score: પીવી સિંધુએ કર્યા નિરાશ, પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં હારીને થઈ બહાર

પેરિસ ઓલિમ્પિકના 5મા દિવસે ભલે મેડલ આવ્યા ન હોય પરંતુ તે ચોક્કસપણે મેડલની નજીક એક પગલું લઈ જવાનું સાબિત થયું. ભારતના ઘણા ખેલાડીઓએ 5માં દિવસે સારું પ્રદર્શન કર્યું છે. અને, હવે છઠ્ઠા દિવસે પણ આ જ સાતત્ય જાળવી રાખવાની જરૂર છે, જેથી મેડલની આશા પૂરી થઈ શકે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Aug 2024 11:11 PM (IST)

    પીવી સિંધુએ કર્યા નિરાશ, પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં હારીને થઈ બહાર

    મહિલા બેડમિન્ટન સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં પીવી સિંધુનો સામનો ચીનના ગે બિંગ જિયાઓ સામે થયો હતો, પીવી સિંધુ પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં પ્રથમ ગેમ હારી ગઈ છે. આ ગેમમાં તેમનો 21-19થી પરાજય થયો હતો. બીજા ગેમમાં પણ તેનો પરાજય થયો હતો.

  • 01 Aug 2024 09:49 PM (IST)

    પીવી સિંધુની મેચ ટૂંક સમયમાં શરૂ થશે

    પીવી સિંધુની બેડમિન્ટન મહિલા સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચ 10 વાગ્યાથી શરૂ થશે. જો સિંધુ જીતશે તો ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી જશે.

  • 01 Aug 2024 06:30 PM (IST)

    લક્ષ્ય સેન ક્વાર્ટર ફાઈનલમાં

    બે ભારતીય ખેલાડીઓ લક્ષ્ય સેન અને એચએસ પ્રણય મેન્સ બેડમિન્ટન સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં સામ-સામે હતા, જેમાં લક્ષ્ય સેને પ્રણયને 21-12, 21-6થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી છે, જ્યારે પ્રણય આ હાર સાથે ઓલિમ્પિકની બહાર થઈ ગયો છે.

  • 01 Aug 2024 05:46 PM (IST)

    Paris Olympics 2024 : સાત્વિક-ચિરાગની ક્વાર્ટર ફાઈનલમાં હાર

    મેન્સ બેડમિન્ટન ડબલ્સની ક્વાર્ટર ફાઈનલ મેચમાં સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીને હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે પેરિસ ઓલિમ્પિકમાં તેની સફર સમાપ્ત થઈ ગઈ છે. આ મેચમાં તેણે પ્રથમ ગેમ જીત્યા બાદ બાકીની બે ગેમ હારી હતી. સાત્વિક અને ચિરાગનો મલેશિયાની જોડી સામે 21-13, 14-21 અને 16-21થી પરાજય થયો હતો.

  • 01 Aug 2024 05:12 PM (IST)

    Paris Olympics 2024 : મલેશિયાની જોડીએ બીજો સેટ જીત્યો

    મલેશિયાની જોડીએ સાત્વિક-ચિરાગ સામે વાપસી કરી છે. એરોન ચિયા અને સોહ વુઇ યીકે બીજી ગેમ 21-14 થી જીતી અને મેચ 1-1 થી બરાબર કરી.

  • 01 Aug 2024 05:07 PM (IST)

    Paris Olympics 2024 : બીજા સેટમાં થઈ ટકકર

    બીજી ગેમમાં બરાબરીનો મુકાબલો ચાલી રહ્યો છે. હાલમાં એરોન ચિયા અને સોહ વુઇ યીક ભારતીય જોડી સાત્વિક-ચિરાગ સામે 13-12થી આગળ છે.

  • 01 Aug 2024 04:57 PM (IST)

    Paris Olympics 2024 : પહેલો સેટ જીત્યો

    સાત્વિક-ચિરાગે પ્રથમ ગેમ 21-13થી જીતી હતી. ભારતીય જોડીએ આ રમતમાં સંપૂર્ણ રીતે પોતાની તાકાત બતાવી હતી. જો કે એક સમયે સ્કોર 10-10 હતો, પરંતુ તે પછી સાત્વિક-ચિરાગે હરીફ જોડીને માત્ર 3 પોઈન્ટ કરવા દીધા.

  • 01 Aug 2024 04:35 PM (IST)

    Paris Olympics 2024 : સાત્વિક-ચિરાગની ક્વાર્ટર ફાઈનલ મેચ શરૂ

  • 01 Aug 2024 04:34 PM (IST)

    Paris Olympics 2024 : આ ઈવેન્ટમાં કુલ 32 શૂટર્સ ભાગ લઈ રહ્યા છે

    મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશનની ક્વોલિફિકેશનમાં હાલમાં અંજુમ મુદગીલ 17માં અને સિફ્ટ કૌર 21મા ક્રમે છે. આ ઈવેન્ટમાં કુલ 32 શૂટર્સ ભાગ લઈ રહ્યા છે.

  • 01 Aug 2024 04:29 PM (IST)

    Paris Olympics 2024 : રમત મંત્રી દ્વારા સરબજોત સિંહનું સન્માન

    ઓલિમ્પિક મેડલ વિજેતા સરબજોત સિંહનું દેશ પરત ફરવા પર રમતગમત મંત્રી મનસુખ માંડવિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

  • 01 Aug 2024 03:23 PM (IST)

    Paris Olympics 2024 : મહિલાઓની 20 કિમી રેસ વોક

    પ્રિયંકા ગોસ્વામીએ મહિલાઓની 20 કિમી રેસ વોક ઈવેન્ટમાં 45 એથ્લેટમાંથી 41મું સ્થાન મેળવ્યું હતું. તેણે 1:39:55 (ગોલ્ડ મેડલ વિજેતાથી 14:01 મિનિટ પાછળ). પ્રિયંકાનો વ્યક્તિગત શ્રેષ્ઠ સમય 1:28:45 હતો.

  • 01 Aug 2024 03:07 PM (IST)

    Paris Olympics 2024 : ભારતીય પુરૂષ હોકી ટીમની થઈ હાર

    ભારતીય પુરૂષ હોકી ટીમને પેરિસ ઓલિમ્પિક 2024માં તેની પાંચમી મેચમાં બેલ્જિયમના હાથે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત તરફથી અભિષેકે એક ગોલ કર્યો હતો. જ્યારે બેલ્જિયમ માટે ટી. સ્ટોકબ્રોક્સ (33મી મિનિટ) અને જોન-જ્હોન ડોહમેન (44મી મિનિટ)એ ગોલ કર્યા હતા.

  • 01 Aug 2024 03:01 PM (IST)

    Paris Olympics 2024 :મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થયું

    ભારતીય બોક્સર નિખત ઝરીનનું પેરિસ ઓલિમ્પિક 2024માં મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં નિખાતને ચીનની બોક્સર વુ યુએ 5-0થી હાર આપી હતી.

  • 01 Aug 2024 02:50 PM (IST)

    Paris Olympics 2024 : ઓલિમ્પિકમાં આવું પહેલીવાર બન્યું છે

    ઓલિમ્પિકના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ભારતને શૂટિંગમાં 3 મેડલ મળ્યા છે. આ સંખ્યા હજુ વધી શકે છે. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે પહેલો મેડલ જીત્યો હતો. મનુ ભાકરે પણ સરબજોત સિંહ સાથે બીજી જીત મેળવી હતી. અને હવે સ્વપ્નિલ કુસાલેએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

  • 01 Aug 2024 02:46 PM (IST)

    Paris Olympics 2024 : તીરંદાજમાં નીરાશાજનક પ્રદર્શન

    તીરંદાજ પ્રવીણ જાધવ રાઉન્ડ ઓફ 64માં હાર્યા બાદ બહાર થયો. જાધવને ચીનના કાઓ વેનચાઓ સામે 0-6થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે પેરિસ ઓલિમ્પિક 2024માં પુરુષોની તીરંદાજી નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે

  • 01 Aug 2024 02:37 PM (IST)

    Paris Olympics 2024 : અભિનવ બિન્દ્રાએ અભિનંદન પાઠવ્યા

  • 01 Aug 2024 02:36 PM (IST)

    Paris Olympics 2024 : હોકીમાં ભારત આગળ

    ભારતીય હોકી ટીમે બેલ્જિયમ પર સરસાઈ મેળવી લીધી છે. હાફ ટાઈમમાં ભારત બેલ્જિયમ 1-0થી આગળ છે.

  • 01 Aug 2024 02:34 PM (IST)

    Paris Olympics 2024 : નિખત ઝરીનની મેચ શરુ

    ભારતીય બોક્સર નિખત ઝરીન મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ચીનની વુ યુ સામે ટકરાશે.

  • 01 Aug 2024 01:55 PM (IST)

    Paris Olympics 2024 : સ્વપ્નિલ કુસલે શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

    ભારતના સ્વપ્નિલ કુસલે ઈતિહાસ રચ્યો છે. સ્વપ્નીલે પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રથમ વખત કોઈ ભારતીય શૂટરે ઓલિમ્પિકની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં મેડલ જીત્યો છે.

  • 01 Aug 2024 01:31 PM (IST)

    Paris Olympics 2024 :સ્ટેન્ડિંગની બે સિરીઝ બાકી

    નીલિંગ અને પ્રોન સીરિઝના અંત પછી, સ્વપ્નિન કુસલે 310.1 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. હવે સ્ટેન્ડિંગની બે સિરીઝ બાકી છે.

    પ્રોન (3જી સિરીઝ): 10.5, 10.4, 10.4, 10.2, 10.4, કુલ: 51.9 પોઈન્ટ

  • 01 Aug 2024 01:25 PM (IST)

    Paris Olympics 2024 : ભારતીય હોકી ટીમનીમ મેચ શરુ

  • 01 Aug 2024 01:25 PM (IST)

    Paris Olympics 2024 : શૂટિંગ અપડેટ

    પ્રોન બે સિરીઝના અંત પછી, સ્વપ્નિલ કુસલે પાંચમા સ્થાને છે

    પ્રોન (બીજી સિરીઝ): 10.8, 10.2, 10.5, 10.4, 10.3, કુલ: 52.2 પોઈન્ટ

  • 01 Aug 2024 01:15 PM (IST)

    Paris Olympics 2024 : સ્વપ્નિલ અત્યારે છઠ્ઠા નંબર પર

    ત્રણ સિરીઝ પૂરી થયા બાદ સ્વપ્નિન કુસલેએ કુલ 153.3 પોઈન્ટ્સ મેળવ્યા છે. સ્વપ્નિલ અત્યારે છઠ્ઠા નંબર પર છે.

    પ્રથમ સિરીઝ : 9.6, 10.4, 10.3, 10.5, 10.0, કુલ: 50.8 પોઈન્ટ બીજી સિરીઝ : 10.1, 9.9, 10.3, 10.5, 10.1, કુલ: 51.9 પોઈન્ટ ત્રીજી સિરીઝ: 9.7, 10.3, 10.8, 10.4, 10.0, કુલ: 51.6 પોઈન્ટ

  • 01 Aug 2024 01:13 PM (IST)

    Paris Olympics 2024 : શૂટિંગ સ્પર્ધા શરુ

    સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનની ફાઇનલમાં શૂટિંગ રેન્જમાં પ્રવેશ કર્યો છે. આ ફાઈનલમાં સ્વપ્નિલ સહિત 8 શૂટર્સ ભાગ લઈ રહ્યા છે.

  • 01 Aug 2024 01:02 PM (IST)

    Paris Olympics 2024 : એથ્લેટિક્સમાં નિરાશાજનક પ્રદર્શન

    એથ્લેટિક્સમાં, વિકાસ સિંહ પુરુષોની 20 કિમી વોકમાં 30મા ક્રમે રહ્યો હતો. વિકાસે 1 કલાક 22 મિનિટ અને 36 સેકન્ડનો સમય લીધો હતો. જ્યારે પરમજીત સિંહ બિષ્ટ (1:23:48) 37માં સ્થાને રહ્યા. જ્યારે અક્ષદીપ સિંહે રેસ પૂરી કરી ન હતી. આ ઈવેન્ટમાં કુલ 49 ખેલાડીઓએ ભાગ લીધો હતો.

  • 01 Aug 2024 12:55 PM (IST)

    Paris Olympics 2024 : હોકીનું શેડ્યુલ જુઓ

    ભારત વિ બેલ્જિયમ (ગ્રુપ સ્ટેજ મેચ): બપોરે 1.30 કલાકે.

  • 01 Aug 2024 12:53 PM (IST)

    Paris Olympics 2024 : પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનની ફાઇનલમાં થોડી જ વારમાં શરુ થશે

  • 01 Aug 2024 12:52 PM (IST)

    Paris Olympics 2024 : ભારતની મેડલ માટેની સૌથી મોટી આશા શૂટિંગમાં

    આજે ભારતની મેડલ માટેની સૌથી મોટી આશા શૂટિંગમાં છે. પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશનની ફાઇનલમાં સ્વપ્નિલ કુસલેની  જોવા મળશે. આ ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે શરૂ થશે.

  • 01 Aug 2024 12:51 PM (IST)

    Paris Olympics 2024 : ભારતીય ખેલાડીઓ પાછળ

    એથ્લેટિક્સમાં 20 કિમીની વોકમાં ભારતીય ખેલાડીઓ ઘણા પાછળ છે. વિકાસ સિંહ 31મા અને પરમજીત સિંહ 37મા ક્રમે છે. 17 કિમીની રેસ પૂરી થઈ ગઈ છે.

  • 01 Aug 2024 12:40 PM (IST)

    Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકનું મેડલ ટેલી જુઓ

    ચીન હાલમાં 9 ગોલ્ડ સહિત 19 મેડલ સાથે ટોચ પર છે. જ્યારે યજમાન ફ્રાન્સ 8 ગોલ્ડ સહિત 26 મેડલ સાથે બીજા સ્થાને છે. જાપાન 8 ગોલ્ડ સહિત 15 મેડલ સાથે ત્રીજા સ્થાને છે. જ્યારે ભારત 2 બ્રોન્ઝ મેડલ સાથે સંયુક્ત રીતે 39મા ક્રમે છે.

  • 01 Aug 2024 12:25 PM (IST)

    Paris Olympics 2024 : 20 KM વૉક રેસની ફાઇનલ

    પુરૂષોની 20KM વોક રેસ એથ્લેટિક્સમાં ચાલુ છે, જેમાં ભારતનો અક્ષદીપ સિંહ માત્ર 7KM પછી બહાર થઈ ગયો હતો.

  • 01 Aug 2024 12:24 PM (IST)

    Paris Olympics 2024 : વિકાસ સિંહ 29માં સ્થાને છે અને પરમજીત સિંહ 43માં સ્થાને

    પુરુષોની 20 કિમી વોકમાં, 10 કિમીના અંત પછી, વિકાસ સિંહ 29માં સ્થાને છે અને પરમજીત સિંહ 43માં સ્થાને છે.

  • 01 Aug 2024 12:20 PM (IST)

    Paris Olympics 2024 : ચીનના સ્વિમરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

    ચીનના પાન ઝાંલેએ પેરિસ ઓલિમ્પિકની સ્વિમિંગ ઈવેન્ટમાં પુરુષોની 100 મીટર ફ્રી સ્ટાઈલમાં 46.40 સેકન્ડનો સમયમાં નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા પણ આ રેકોર્ડ તેના નામે હતો. તેણે અગાઉના 46.80 સેકન્ડના સમયમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

  • 01 Aug 2024 12:19 PM (IST)

    Paris Olympics 2024 : તરુણદીપ બહાર

    પાંચમો સેટ મેચ ડ્રો રહી અને બંનેને એક-એક પોઈન્ટ મળ્યો.જેના પછી તરુણદીપ 6-4થી આઉટ થયો.

  • 01 Aug 2024 12:15 PM (IST)

    Paris Olympics 2024 : એથ્લેટિક્સમાં પુરુષોની 20 કિમી વોક શરુ

    એથ્લેટિક્સમાં પુરુષોની 20 કિમી વોકમાં ભારત માટે હાલમાં કોઈ સારા સમાચાર નથી. 3 કિમીના અંત પછી વિકાસ સિંહઃ 25મા, પરમજીત સિંહઃ 42મા અને અક્ષદીપ સિંહ 49મા ક્રમે છે.

  • 01 Aug 2024 12:06 PM (IST)

    Paris Olympics 2024 :20 KM વૉક રેસની ફાઇનલ

    એથ્લેટિક્સમાં 20 KM વોક રેસની ફાઈનલ ભારતીય સમય અનુસાર સવારે 11 વાગ્યે શરૂ થવાની હતી જેમાં ભારતના પરજમીત સિંહ અને વિકાસ ભાગ લઈ રહ્યા છે. આ સિવાય અક્ષદીપ પણ હશે, જેના નામે રાષ્ટ્રીય રેકોર્ડ છે.

  • 01 Aug 2024 11:15 AM (IST)

    Paris Olympics 2024 : મેન્સ એથ્લેટિક્સ 20 કિલોમીટર રેસ વોકની મેડલ ઈવેન્ટમાં ભારતના 3 એથ્લેટ ભાગ લેશે

    પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય સમય અનુસાર સવારે 11 વાગ્યે યોજાનારી મેન્સ એથ્લેટિક્સ 20 કિલોમીટર રેસ વોકની મેડલ ઈવેન્ટમાં ભારતના ત્રણ એથ્લેટ ભાગ લઈ રહ્યા છે, જેમાં પરમજીત સિંહ બિષ્ટ, આકાશદીપ સિંહ અને વિકાસ સિંહ ભાગ લઈ રહ્યા છે.

  • 01 Aug 2024 10:50 AM (IST)

    Paris Olympics 2024 : આ ભારતીય જોડી સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે

    સાંજે 4:30- બેડમિન્ટન- મેન્સ ડબલ્સ- સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટી (ક્વાર્ટર ફાઇનલ મેચ)

  • 01 Aug 2024 10:36 AM (IST)

    Paris Olympics 2024 : ભારતના આ 3 સ્ટાર્સ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે

    • બપોરે 12:00- મેન્સ બેડમિન્ટન- (રાઉન્ડ ઓફ 16)- લક્ષ્ય સેન
    • બપોરે 2:30: મહિલા 50KG- બોક્સિંગ (રાઉન્ડ ઓફ 16)- નિખત ઝરીન
    • રાત્રે 10:00- મહિલા બેડમિન્ટન- (રાઉન્ડ ઓફ 16)- પીવી સિંધુ
  • 01 Aug 2024 10:30 AM (IST)

    Paris Olympics 2024 : ગોલ્ડ મેડલ વિજેતાને 6.42 કરોડ

    ઓલિમ્પિક મેડલ વિજેતા એથ્લેટ્સને ઈનામ તરીકે સૌથી વધુ રકમ આપવા મામલે હોંગકોંગ અને સિંગાપોર ટોપ પર છે. હોંગકોંગ અને સિંગાપોર તેમના ઓલિમ્પિક વિજેતાઓ માટે સૌથી વધુ રકમ ઈનામ તરીકે ચૂકવે કરે છે. હોંગકોંગ ગોલ્ડ મેડલ વિજેતાને 6.42 કરોડ, સિલ્વર મેડલ વિજેતાને 3.21 કરોડ અને 1.60 કરોડ રૂપિયા આપે છે.

  • 01 Aug 2024 10:20 AM (IST)

    Paris Olympics 2024 : ઓલિમ્પિક મેડલ વિજેતા એથ્લેટ્સને ઈનામ

    ભારતના ઓલિમ્પિક મેડલ વિજેતા એથ્લેટ્સને સરકાર તરફથી ખાસ રકમ ભેટ અપાવામાં આવે છે. ગોલ્ડ મેડલ વિજેતાને 75 લાખ, સિલ્વર મેડલ વિજેતાને 50 લાખ અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને 10 લાખ રૂપિયા મળે છે. આ સિવાય ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન તરફથી 10 લાખ રૂપિયા પણ ઈનામ તરીકે મળે છે.

  • 01 Aug 2024 10:10 AM (IST)

    Paris Olympics 2024 : શ્રીજા અકુલા રાઉન્ડ 16માં હારી

    ભારતની શ્રીજા અકુલાને પેરિસ ઓલિમ્પિકમાં મહિલા સિંગલ વર્ગમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેણી સતત ચાર ગેમમાં રાઉન્ડ ઓફ 16માં વિશ્વની નંબર વન સન યીંગસા સામે હારી ગઈ હતી.

  • 01 Aug 2024 10:04 AM (IST)

    Paris Olympics 2024 : હોકીમાં આજે ભારતનો સામનો સૌથી મોટા પ્રતિસ્પર્ધી સામે થશે

    ભારતનો સૌથી મોટો વિરોધી પાકિસ્તાન છે. પરંતુ તાકાતની દૃષ્ટિએ બેલ્જિયમ હાલમાં દેખાઈ રહ્યું છે. જો ભારત આજે બેલ્જિયમને હરાવશે તો તેનો આત્મવિશ્વાસ વધશે. બેલ્જિયમે તેની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.

  • 01 Aug 2024 09:55 AM (IST)

    Paris Olympics 2024 : શૂટિંગમાં આજે વધુ એક મેડલ મેચ

    શૂટર સ્વપ્નિલ કુસલે ભારત માટે આજે વધુ એક મેડલ મેળવી શકે છે. પુરૂષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશનની ફાઇનલ ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે યોજાશે, સ્વપ્નિલ મેડલ મેળવવાનો લક્ષ્યાંક રાખશે. આ પહેલા તે ઓલિમ્પિકમાં આ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બન્યો હતો.

  • 01 Aug 2024 09:45 AM (IST)

    Paris Olympics 2024 : આ ભારતીય પાસે ડેબ્યૂ ઓલિમ્પિકમાં ચમકવાની તક

    પેરિસના ભારતના યુવા બોક્સર નિશાંત દેવે ઓલિમ્પિકમાં ડેબ્યુ કર્યું છે. તેણે પુરૂષોની 71 KG સ્પર્ધાની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં 7મી ક્રમાંકિત બોક્સર જોસ ટિનોરિયોને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે આ યુવા બોક્સર પાસે વધુ એક વિજેતા પંચ પહોંચાડીને ભારત માટે મેડલ સુનિશ્ચિત કરવાની તક છે. નિશાંત ક્વાર્ટર ફાઈનલ મેચ જીતતાની સાથે જ આ કરી શકે છે.

  • 01 Aug 2024 09:35 AM (IST)

    Paris Olympics 2024 : ભારતની આ દીકરી એથ્લેટિક્સની ફાઈનલ રમશે

    એથ્લેટિક્સમાં, ભારતીય સમય અનુસાર સવારે 11 વાગ્યે પુરુષોની 20 KM વૉક રેસની ફાઇનલ પછી ઇવેન્ટમાં મહિલાઓની ફાઇનલનો વારો આવશે, જેમાં ભારતની પ્રિયંકા ગોસ્વામી ભાગ લેતી જોવા મળશે. આ ઇવેન્ટ બપોરે 12:50 વાગ્યે થશે.

  • 01 Aug 2024 09:25 AM (IST)

    Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં આજનું શેડ્યુલ જુઓ

  • 01 Aug 2024 09:21 AM (IST)

    Paris Olympics 2024 : બેડમિન્ટનના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બનશે

    બેડમિન્ટનના નોક આઉટ રાઉન્ડમાં બે ભારતીયો આમને સામને પ્રથમ વખત હશે. એટલે કે એકની જીતથી મેડલની આશા વધશે જ્યારે બીજાની હારથી ખતમ થઈ જશે.

  • 01 Aug 2024 09:18 AM (IST)

    Paris Olympics 2024 : દિવસની શરૂઆત એથ્લેટિક્સની ફાઈનલથી થશે

    પેરિસ ઓલિમ્પિકમાં ભારતના છઠ્ઠા દિવસની શરૂઆત એથ્લેટિક્સમાં પુરુષોની 20 KM વૉક રેસની ફાઈનલ સાથે થશે. જેમાં વિકાસ, અક્ષદીપ અને પરમજીત સિંહ ભાગ લેશે.

Published On - Aug 01,2024 9:17 AM

Follow Us:
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ
અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ
ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા
ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ
ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">