Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં બદલાશે 128 વર્ષનો ઈતિહાસ, પહેલીવાર ઓપનિંગ સેરેમનીમાં થશે કંઈક આવું

પેરિસ ઓલિમ્પિક 2024નો ઉદઘાટન સમારોહ 26 જુલાઈના રોજ યોજાશે. આ ઈવેન્ટમાં 10500 ખેલાડીઓ ભાગ લેવાના છે. તેમના સિવાય હજારો દર્શકો અને મહેમાનો આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉદ્ઘાટન સમારોહ દરમિયાન 128 વર્ષની પરંપરા તૂટી જશે.

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિકમાં બદલાશે 128 વર્ષનો ઈતિહાસ, પહેલીવાર ઓપનિંગ સેરેમનીમાં થશે કંઈક આવું
Paris Olympics 2024
Follow Us:
| Updated on: Jul 29, 2024 | 4:52 PM

પેરિસ ઓલિમ્પિક 2024નો ઉદઘાટન સમારોહ 26 જુલાઈએ યોજાનાર છે. આ ઈવેન્ટમાં 10500 ખેલાડીઓ ભાગ લેશે. તેમના સિવાય હજારો દર્શકો અને મહેમાનો આ કાર્યક્રમમાં ભાગ લેશે. આ દરમિયાન 128 વર્ષથી ચાલી આવતી પરંપરાને તોડવામાં આવશે. ઉદઘાટન સમારોહનો સમગ્ર કાર્યક્રમ એફિલ ટાવર અને સીન નદી ખાતે યોજાનાર છે. ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત 1896માં થઈ હતી, ત્યારથી લઈને અત્યાર સુધી સ્ટેડિયમમાં ઉદ્ઘાટન સમારોહ યોજાય છે. આ પ્રથમ વખત છે જ્યારે સ્ટેડિયમની બહાર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ચાલો જાણીએ કે ઓપનિંગ સેરેમની દરમિયાન શું થશે, કઈ ખાસ હસ્તીઓ પરફોર્મ કરશે અને તમે તેને ક્યાં જોઈ શકશો.

પેરિસ ઓલિમ્પિકમાં શું થશે?

ઓપનિંગ સેરેમની 26 જુલાઈના રોજ પેરિસના સમય મુજબ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે, એટલે કે તમે તેને ભારતીય સમય અનુસાર રાત્રે 11 વાગ્યાથી જોઈ શકશો. આ દરમિયાન પેરિસના ઇતિહાસ, સંસ્કૃતિ અને કલા વિશે માહિતી આપવામાં આવશે. આ તમામની જવાબદારી ફ્રેન્ચ અભિનેતા અને દિગ્દર્શક થોમસ જોલી સંભાળશે. સમારોહના કોરિયોગ્રાફર મૌડ લે પ્લેડેકના જણાવ્યા અનુસાર, દરેક બ્રિજ પર ડાન્સર્સ હાજર રહેશે. આ માટે કોસ્ચ્યુમ ડિઝાઈનર ડેફની બુર્કીએ તેની ટીમ સાથે મળીને 3000 નર્તકો અને કલાકારો માટે કોસ્ચ્યુમ તૈયાર કર્યા છે.

10,500 એથ્લેટ્સ 100 બોટમાં જોવા મળશે

સીન નદી પર 6 કિલોમીટર લાંબી પરેડનું પણ આયોજન કરવામાં આવશે. આ સમારોહ દરમિયાન અન્ય રિવાજમાં ફેરફાર કરવામાં આવશે. દર વખતે ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓ ટ્રેક પર કૂચ કરતા હતા. આ વખતે લગભગ 10,500 એથ્લેટ્સ 100 બોટમાં સીન નદી પર કૂચ કરતા જોવા મળશે. અંતે ઓલિમ્પિકની મશાલ પ્રગટાવીને ગેમ્સનું સત્તાવાર ઉદઘાટન કરવામાં આવશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

શું હશે પરેડનો રૂટ?

6 કિલોમીટર લાંબી પરેડ ઓસ્ટરલિટ્ઝ બ્રિજથી શરૂ થશે, ફેમસ કેથેડ્રલ ચર્ચ નોટ્રે ડેમ અને લુવ્ર મ્યુઝિયમમાંથી પસાર થશે અને જાર્ડિન ડેસ પ્લાન્ટેસ સુધી પહોંચશે. આ પરેડ ઓલિમ્પિકના કેટલાક સ્થળો પરથી પણ પસાર થશે.

આ હસ્તીઓ પરફોર્મ કરી શકે છે

આ ઉદઘાટન સમારોહમાં, રમતવીરોના 200 થી વધુ પ્રતિનિધિમંડળ સીન નદી પર પ્રદર્શન કરશે, જ્યારે હજારો દર્શકો તેને સીન નદીની બંને બાજુએથી નિહાળી શકશે. આ ભવ્ય સમારોહમાં ફેમસ સિંગર્સ લેડી ગાગા અને સેલિન ડીયોન પણ પરફોર્મ કરી શકે છે. રિપોર્ટ અનુસાર તેમને આ માટે 2 મિલિયન ડોલર આપવામાં આવ્યા છે. બંને તાજેતરમાં પેરિસ શહેરમાં જોવા મળ્યા હતા. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. રિપોર્ટ્સ અનુસાર, R&B સ્ટાર આયા નાકામુરા પણ ઈવેન્ટમાં પરફોર્મ કરતી જોવા મળી શકે છે.

તમે લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકો છો?

પેરિસ ઓલિમ્પિક્સ 2024ના સ્ટ્રીમિંગ અધિકારો ભારતમાં Viacom18 પાસે છે. તેથી જો તમે તેને ટીવી પર જોવા માંગો છો, તો તમે તેને Sports18, Jio Cinema પર જોઈ શકો છો.

આ પણ વાંચો: Paris Olympics 2024: નીરજ ચોપરા-પીવી સિંધુ ફરકાવશે ધ્વજ, જાણો પેરિસ ઓલિમ્પિકમાં ટીમ ઈન્ડિયાને કેટલા મેડલ મળશે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">