બાયોપિક બને તો કોણ બનશે નીરજ ચોપરા અને અરશદ નદીમ, બંને ખેલાડીઓએ આપ્યો જવાબ, જુઓ વીડિયો
ભારતીય સુપરસ્ટાર નીરજ ચોપડા ભલે સિલ્વર મેડલ જીત્યો હોય, પરંતુ તેમ છતાં તેના ક્રેઝમાં કોઈ ઘટાડો થયો નથી. અરશદ નદીમ સાથેની તેની મિત્રતા અંગે પણ ચર્ચામાં છે.
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ ટોપ 2મં રહ્યા હતા. આ વખતે પાકિસ્તાનના ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. તો નીરજ ચોપરા બીજા નંબર પર રહી સિલ્વર મેડલ જીત્યો હતો. તેના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એકબીજા સાથે વાતચીત કરતા પણ જોવા મળી રહ્યા છે. એક વીડિયો એવો પણ છે. જેમાં બંનેને પૂછવામાં આવ્યું કે જો બાયોપિક બની તો હીરો તરીકે કોને જોવા માંગશે. ચાલો જાણીએ શું જવાબ મળ્યો
ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો
જ્યારે નીરજ ચોપરાને પુછવામાં આવ્યું કે, પોતાની બાયોપિકમાં નદીમને કોના પાત્રમાં જોવા માંગો છો, તો તેમણે કહ્યું નદીમની હાઈટ લાંબી છે. મને લાગે છે કે, અમિતાભ બચ્ચન યોગ્ય છે. તો આ જ સવાલ નદીમને પુછવામાં આવ્યો કે નીરજનું પાત્ર કોણે નિભાવવું જોયો, તો એક સમયે વિચાર કરી કહ્યું શાહરીખ ખાને, નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ટ્રેક એન્ડ ફીલ્ડ ઈવેન્ટમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો હતો. પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યો છે.
King Khan Neeraj Chopra!
Which Bollywood actor would you cast as Neeraj Chopra in his biopic?
Catch the closing ceremony of the Olympics tonight from 12:30 AM onwards, LIVE on #Sports18, and stream it FREE on #JioCinema #OlympicsOnJioCinema #Javelin #Cheer4Bharat pic.twitter.com/RZ6ZD0K9so
— JioCinema (@JioCinema) August 11, 2024
સીઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો કરી મેડલ જીત્યો
આ વખતે નદીમે બીજા પ્રયાસમાં 92.97 મીટરનો ઓલિમ્પિક રેકોર્ડ થ્રો કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજે સિલ્વર મેડલ માટે 89.45 મીટર પોતાના સીઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો કરી મેડલ જીત્યો છે. તેમ છતાં નીરજ ચોપરા નિરાશ છે. પોતાની ઈજાને લઈ કહ્યું મેડલ આવ્યો તિરંગો હાથમાં છે. પરંતુ હજું ઘણું કરવાનું બાકી છે.તમને જણાવી દઈએ ભારતે પેરિસ ઓલિમ્પિકમાં કુલ 6 મેડલ જીત્યા છે. તેમાં 1 સિલ્વર મેડલ અને 5 બ્રોન્ઝ મેડલ સામેલ છે. તેમજ ભારતને અન્ય કેટલીક ઈવેન્ટમાં મેડલ મળતા મળતા રહી ગયા છે. ભારત ચોથા ક્રમે રહ્યું હતુ.