પાકિસ્તાનના 3 ખેલાડીઓ પર લાગ્યો આજીવન પ્રતિબંધ, ફરી ક્યારેય મેદાનમાં નહીં ઉતરી શકશે, કારણ જાણીને ચોંકી જશો
પાકિસ્તાનના 3 હોકી ખેલાડીઓ મુર્તઝા યાકુબ, એહતેશામ અસલમ અને અબ્દુર રહેમાનને યુરોપમાં રાજકીય આશ્રય મેળવવા પર પાકિસ્તાન હોકી ફેડરેશન દ્વારા આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ત્રણેય ખેલાડીઓ હજુ પણ યુરોપમાં જ હાજર છે.
પાકિસ્તાનના ત્રણ હોકી ખેલાડીઓ પર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ખેલાડીઓ ઉપરાંત એક ફિઝિયોથેરાપિસ્ટ પર પણ આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ખેલાડીઓ ન તો ફિક્સિંગના જઘન્ય અપરાધમાં દોષિત ઠર્યા છે અને ન તો તેમના પર કોઈ મારપીટનો ગુનો છે, તેમનો વાંક એ છે કે ગયા મહિને નેધરલેન્ડ અને પોલેન્ડમાં રમાયેલા નેશન્સ કપ દરમિયાન આ ત્રણેય ખેલાડીઓએ યુરોપમાં આશ્રય લીધો હતો. પાકિસ્તાન હોકી ફેડરેશને મુર્તઝા યાકુબ, એહતેશામ અસલમ અને અબ્દુર રહેમાન પર પ્રતિબંધ મૂક્યો છે અને ફિઝિયોથેરાપિસ્ટ વકાસ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પાકિસ્તાન હોકી ફેડરેશનની મોટી કાર્યવાહી
પાકિસ્તાન હોકી ફેડરેશનના મહાસચિવ રાણા મુજાહિદે ત્રણેય ખેલાડીઓ પર આજીવન પ્રતિબંધના સમાચારની પુષ્ટિ કરી છે. પાકિસ્તાન હોકી ફેડરેશનના સેક્રેટરીએ કહ્યું, ‘જ્યારે ટીમ નેધરલેન્ડ-હોલેન્ડથી પરત આવી ત્યારે અમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટ્રેનિંગ શિબિરની જાહેરાત કરી હતી પરંતુ ત્રણેય ખેલાડીઓએ તેમના ઘરેલું કારણોસર કેમ્પમાં સામેલ થવાનો ઈનકાર કર્યો હતો. બાદમાં અમને ખબર પડી કે આ ખેલાડીઓ હોલેન્ડમાં આશ્રય લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે ત્યાં રાજકીય આશ્રય માટે અરજી કરી છે.
Three Pakistan hockey players, Ahtisham Aslam, Abdul Rehman and Murtaza Yaqoob, and physio Waqas have been banned for life by the PHF. They left the country without notifying the federation and subsequently applied for asylum in a European country. #Hockey pic.twitter.com/aZU29m8Bs8
— Muneeb Farrukh (@Muneeb313_) August 28, 2024
ખેલાડીઓને પાકિસ્તાન પરત લાવવાના પ્રયાસો ચાલુ
આથી પાકિસ્તાનની હોકી ટીમે આ ત્રણેય ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેથી કરીને તેમને નેધરલેન્ડમાંથી તુરંત દેશનિકાલ કરવામાં આવે અને આ ખેલાડીઓને પાકિસ્તાન પરત લાવવા માટે ગૃહ અને વિદેશ મંત્રાલયની પણ મદદ માંગવામાં આવી છે. પાકિસ્તાન હોકી ફેડરેશને સ્વીકાર્યું કે તેમની આર્થિક સ્થિતિ ખરાબ છે અને ખેલાડીઓને પૈસા અને મુસાફરી ભથ્થું નથી મળી રહ્યું.
આ પણ વાંચો: 10 સિક્સર, 136 રન…ટીમ ઈન્ડિયાનો આ બેટ્સમેન બન્યો ‘સિક્સર મશીન’, રોહિતનું વધાર્યું ટેન્શન!