AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફ્રાન્સની જીત બાદ હંગામો, મોરોક્કોના ચાહકોએ રસ્તા પર આગ લગાવી, જુઓ VIDEO

ફિફા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં મોરક્કો ટીમ ફ્રાન્સ સામે 2-0થી હારી ગયા બાદ મોરોક્કન ચાહકો બેલ્જિયમના બ્રસેલ્સની શેરીઓમાં ઉતરી આવ્યા હતા. ફિફા વર્લ્ડકપ 2022ની સેમિફાઈનલમાં મોરક્કોને હાર આપી ફાન્સે સતત બીજી વખત ફાઈનલમાં સ્થાન પાક્કું કર્યું છે

ફ્રાન્સની જીત બાદ હંગામો, મોરોક્કોના ચાહકોએ રસ્તા પર આગ લગાવી, જુઓ VIDEO
ફ્રાન્સની જીત બાદ હંગામો
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2022 | 10:21 AM
Share

મોરક્કોના ચાહકો ફાન્સ સામેની હાર પચાવી શક્યા ન હતા. બેલ્જિયમની રાજધાની બ્રુસેલ્સના રસ્તાઓ પર મોરક્કોના ચાહકો આઉટ ઓફ કન્ટ્રોલ થયા હતા. જ્યારે ફાન્સ સામેની વર્લ્ડકપ સેમિફાઈનલમાં તેની ટીમને 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ  મોરક્કો ટીમના અંદાજે 100 ચાહકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધમાલ મચાવવાનું શરુ કર્યું હતુ. આ દરમિયાન પોલીસ સાથે પણ ધર્ષણ કરતા પણ જોવા મળ્યા હતા.

બ્રુસેલ્સના રસ્તાઓ પર આગ ફેલાવતા મોરક્કોના ચાહકોએ પોલીસ પર કચરાના ડબ્બાઓ અને અન્ય વસ્તુઓ ફેંકી હતી. જેના જવાબમાં પોલીસે ટિયર ગેસ અને પાણીના ફુવારાનો ઉપયોગ કર્યો હતો. આ ઘર્ષણમાં પોલીસે અનેક ફુટબોલ ચાહકોની ધરપકડ કરી પુછપરછ કરી છે.Reuters ના રિપોર્ટ મુજબ મોરક્કો ચાહકોએ મચાવેલી ધમાલથી વધુ નુકસાન થયું નથી.

ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં ફાન્સ

ફિફા વર્લ્ડકપ 2022ની સેમિફાઈનલમાં મોરક્કોને હાર આપી ફાન્સે સતત બીજી વખત ફાઈનલમાં સ્થાન પાક્કું કર્યું છે. આવું કરનારી 2002માં બ્રાઝીલ બાદ બીજી ટીમ છે. ફાન્સે મોરક્કોને 2-0થી હાર આપી હતી. આ જીત બાદ ફાઈનલમાં પહોચેલી ફાન્સનો સામનો હવે આર્જિન્ટિના સામે થશે. ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ ટક્કર 18 ડિસેમ્બરના રોજ થશે.

વર્લ્ડકપ સેમિફાઈનલમાં રમનારી મોરક્કો પ્રથમ આફ્રિકન ટીમ

ફ્રાન્સ સામેની હાર બાદ મોરોક્કોના ટીમ મેનેજરે કહ્યું કે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેમની ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. સેમિફાઇનલની હાર અમારી પાસેથી તે મોટી સફળતા છીનવી નહીં શકે. તમને જણાવી દઈએ કે મોરોક્કો ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં સેમીફાઈનલ રમનારી પ્રથમ આફ્રિકન ટીમ છે.

બંને ટીમો આર્જેન્ટિના કે ફ્રાંસ જે જીતશે એના હાથમાં આ ત્રીજીવાર ટ્રોફી હાથમાં ઉઠાવવાનવો મોકો હશે. બંને અગાઉ 2-2 વાર વિશ્વ ચેમ્પિયન રહી ચુક્યા છે. આમ જે જીતશે એ ત્રીજીવાર ચેમ્પિયન બનશે. આ પહેલા બ્રાઝિલ સૌથી વધુ વખત 5 વાર અને જર્મની તેમજ ઈટાલીની ટીમ 4-4 વાર વિશ્વવિજેતા બની ચુકી છે. આમ 2022 ની ચેમ્પિયન ટીમ બ્રાઝિલ, જર્મની અને ઈટાલી પછી ત્રીજુ સ્થાન મેળવશે.

g clip-path="url(#clip0_868_265)">