FIFA 2022 : આર્જેન્ટિના-ફ્રાન્સ વચ્ચે રમાશે ફૂટબોલ વર્લ્ડકપ ફાઈનલ, મોરક્કો-ક્રોએશિયા વચ્ચે થશે ત્રીજા સ્થાન માટે જંગ

62 મેચો બાદ 2 ફાઈનલિસ્ટ ટીમો સામે આવી છે. પ્રથમ સેમિફાઈનલ મેચમાં આર્જેન્ટિનાની ટીમે અને બીજી સેમિફાઈનલમાં ફ્રાન્સની ટીમે જીત મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

FIFA 2022 : આર્જેન્ટિના-ફ્રાન્સ વચ્ચે રમાશે ફૂટબોલ વર્લ્ડકપ ફાઈનલ, મોરક્કો-ક્રોએશિયા વચ્ચે થશે ત્રીજા સ્થાન માટે જંગ
FIFA World Cup 2022Image Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2022 | 3:14 AM

કતારમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલો ફિફા વર્લ્ડકપ 2022 હાલ તેના અંતિમ તબક્કામાં છે. 62 મેચો બાદ 2 ફાઈનલિસ્ટ ટીમો સામે આવી છે. પ્રથમ સેમિફાઈનલ મેચમાં આર્જેન્ટિનાની ટીમે અને બીજી સેમિફાઈનલમાં ફ્રાન્સની ટીમે જીત મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. 18 ડિસેમ્બરના રોજ ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચ આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે રમાશે. આ મેચ લુસેલ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ત્રીજા સ્થાન માટે સેમિફાઈનલમાં હારેલી ટીમો મોરોક્કો અને ક્રોએશિયા વચ્ચે મેચ 17 ડિસેમ્બરના રોજ કતારના ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

14 ડિસેમ્બરના રોજ રમાયેલી પ્રથમ સેમિફાઈનલ મેચમાં આર્જેન્ટિનાની ટીમે ક્રોએશિયા સામે 3-0થી ભવ્ય જીત મેળવી હતી. જ્યારે 15 ડિસેમ્બરના રોજ રમાયેલી બીજી સેમિફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમે મોરોક્કો સામે 2-0થી જીત મેળવી હતી.

ફિફા વર્લ્ડકપ ફાઈનલ મેચ – આર્જેન્ટિના vs ફ્રાન્સ

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

ફિફા વર્લ્ડકપનું પ્રદર્શન

ફ્રાન્સની ટીમ વર્લ્ડકપ માટે 16 વાર કવોલીફાય થઈ હતી. ફિફા વર્લ્ડકપની 71 મેચોમાંથી આ ટીમ 38 મેચો જીતી છે. આ ટીમે વર્લ્ડકપમાં કુલ 131 ગોલ કર્યા હતા. ફ્રાન્સની ટીમ 2 વાર વર્લ્ડકપ ચેમ્પિયન રહી છે. જ્યારે 1 વાર બીજા સ્થાને અને 2 વાર ત્રીજા સ્થાને રહી હતી.

આર્જેન્ટિનાની ટીમ 18 વાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ હતી. આ ટીમ વર્લ્ડકપની 86 મેચમાંથી 46માં મેચમાં જીત મેળવી શકી છે. આ ટીમે વર્લ્ડકપમાં કુલ 146 ગોલ કર્યા છે. આર્જેન્ટિનાની ટીમ 2 વાર વર્લ્ડ ચેમ્પિયન (1978, 1986) બની છે. જ્યારે 3 વાર રનર અપ (1930, 1990, 2014) ટીમ રહી છે.

ફિફા વર્લ્ડકપ 2022નું પ્રદર્શન

આર્જેન્ટિનાની ટીમ ગ્રુપ સ્ટેજની 3 મેચમાંથી 2 મેચ જીતી શકી હતી. ફિફા વર્લ્ડકપની પ્રથમ મેચમાં જ આ ટીમને સાઉદી અરબ સામે 1-2ના સ્કોરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટીમે મેક્સિકો સામે 2-0થી અને પોલેન્ડ સામે 2-0થી જીત મેળવી હતી. પ્રી કવાર્ટર ફાઈનલમાં આર્જેન્ટિનાની ટીમે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને કવાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યુ હતુ. રોમાંચક કવાર્ટર ફાઈનલ મેચમાં આ ટીમે પેનલટી શૂટઆઉટમાં નેધરલેન્ડની ટીમને હરાવીને સેમિ ફાઈનલમાં સ્થાન મેળ્યુ હતુ.

ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમે ફિફા વર્લ્ડકપ 2022ની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 4-1થી જીત મેળવી હતી. બીજી મેચમાં ડેનમાર્ક સામે 2-1થી જીત મેળવી હતી. જ્યારે અંતિમ મેચમાં તુનેસિયા સામે 1-0થી હારનો સામનો કરવો પડયો હતો. પ્રી કવાર્ટર ફાઈનલ મેચમાં ફ્રાન્સની ટીમે  3-1થી જીત મેળવી હતી. જ્યારે કવાર્ટર ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 2-1થી જીત મેળવી હતી.

ફિફા વર્લ્ડકપની ત્રીજા સ્થાન માટેની મેચ – મોરક્કો vs ક્રોએશિયા

ફિફા વર્લ્ડકપનું પ્રદર્શન

ક્રોએશિયા ટીમ 6 વાર વર્લ્ડકપ માટે ક્વોલિફાય થઈ હતી. આ ટીમે વર્લ્ડકપની 28 મેચમાંથી 12માં મેચમાં જીત મેળવી છે. ક્રોએશિયાની ટીમે વર્લ્ડકપમાં કુલ 40 ગોલ કર્યા છે. આ ટીમ 1 વાર રનર અપ ટીમ રહી (2018) છે અને 1 વાર ત્રીજા સ્થાને (1998) રહી છે.

મોરોક્કોની ટીમ વર્લ્ડકપ માટે 6 વાર કવોલીફાય થઈ હતી. ફિફા વર્લ્ડકપની 21 મેચમાંથી આ ટીમ 5 મેચ જીતી છે. મોરોક્કોની ટીમે 19 ગોલ કર્યા હતા. આ વર્ષે આ ટીમ પહેલીવાર કવાર્ટર ફાઈનલ અને સેમિફાઈનલ મેચ રમી રહી હતી. મોરોક્કોની ટીમ ફિફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચનાર પહેલી આફ્રિકન અને અરબ ટીમ બની હતી.

ફિફા વર્લ્ડકપ 2022નું પ્રદર્શન

ક્રોએશિયા ટીમે ફિફા વર્લ્ડકપની ગ્રુુપ સ્ટેજની 3 મેચમાંથી 2 મેચમાં જીત મેળવી છે. મોરોક્કો સામેની પ્રથમ મેચ ડ્રો રહી હતી. પ્રી કવાર્ટર ફાઈનલ મેચમાં જાપાન સામે પેનલટી શૂટઆઉટમાં જીત મેળવી આ ટીમ કવાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. કવાર્ટર ફાઈનલમાં પણ ક્રોએશિયાની ટીમે પેનલટી શૂટઆઉટમાં દુનિયાની નંબર વન ટીમ બ્રાઝિલને હરાવીને સેમિ ફાઈનલમાં સ્થાન પાક્કુ કર્યુ હતુ.

ફિફા વર્લ્ડકપ 2022માં સેમિફાઈનલ મેચ પહેલા મોરોક્કોની ટીમ છેલ્લી 5 મેચમાંથી 4 મેચ જીત્યુ હતુ. જ્યારે એક મેચ ડ્રો રહી હતી. ગ્રુપ સ્ટેજની 3 મેચમાંથી પહેલી મેચ ક્રોએશિયા સામે ડ્રો રહી હતી. બીજી મેચાં મોરોક્કોની બેલ્જિયમની મજબૂત ટીમ સામે 2-0થી જીત થઈ હતી. જ્યારે ત્રીજી મેચમાં કેનેડા સામે 2-1થી જીત મેળવી હતી. પ્રી કવાર્ટર ફાઈનલ મેચમાં મોરોક્કોની ટીમે 2010ની ચેમ્પિયન ટીમ સ્પેનને 3-0 હરાવી હતી. જ્યારે કવાર્ટર ફાઈનલ મેચમાં મોરોક્કોની ટીમે રોનાલ્ડોની ટીમ પોર્ટુગલને 1-0થી હરાવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">