Women’s Asia Cup Hockey: ગુરજીત કૌરની હેટ્રિકના આધારે ભારતે સિંગાપોરને 9-1 થી હરાવ્યું, ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી
Women's Asia Cup Hockey 2022: ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે સિંગાપોરને એકતરફી મેચમાં 9-1 થી હરાવ્યું હતું. ત્રણ મેચમાં આ તેની બીજી જીત છે.

Women’s Asia Cup Hockey 2022: ભારતીય ટીમે મહિલા એશિયા કપ હોકી ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. સોમવારે પૂલ A મેચમાં ભારતીય ટીમે ગુરજીત કૌર (Gurjit Kaur) ની હેટ્રિકની મદદથી સિંગાપુરને એકતરફી મેચમાં 9-1થી હરાવ્યું હતું.આ જીતના આધારે ભારતીય ટીમે (Team India) સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. તે આ ટાઇટલ મેળવવાથી માત્ર બે જીત દૂર છે. લીગ મેચોમાં ભારતીય ટીમની આ બીજી જીત છે. ટીમે તેની શરૂઆતની મેચમાં મલેશિયાને 9-0થી હરાવ્યું હતું, જ્યારે અગાઉની મેચમાં જાપાને તેને 2-0થી હરાવી હતી.
ભારતે સિંગાપોર સામે શાનદાર રમત બતાવી
ગત મેચની નિષ્ફળતાને પાછળ છોડીને ભારતે સિંગાપોર સામે શાનદાર રમત બતાવી હતી. ગુરજીત (8મી, 37મી, 48મી મિનિટે) એ બે પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કર્યા, જ્યારે મોનિકા (6ઠ્ઠી, 17મી મિનિટ) અને જ્યોતિ (43મી, 58મી) એ બે-બે ફિલ્ડ ગોલ કર્યા. વંદના કટારિયા (8મી મિનિટ) અને મારિયાના કુજુરે (10મી મિનિટ) પણ ગોલ કર્યા હતા.
બુધવારે પ્રથમ સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો પૂલ B ટેબલમાં ટોપર્સ કોરિયા સામે થશે. જાપાને પૂલ Aની અન્ય એક મેચમાં મલેશિયાને 8-0થી હરાવીને ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. અંતિમ ચારની અન્ય એક મેચમાં તેનો સામનો ચીન સામે થશે.ટૂર્નામેન્ટની ફાઈનલ ગુરુવારે રમાશે. સ્પેન અને નેધરલેન્ડ દ્વારા સહ યજમાન બનેલી ટુર્નામેન્ટની ટોચની ચાર ટીમો આ વર્ષના FIH વર્લ્ડ કપ માટે આપોઆપ ક્વોલિફાય થઈ ગઈ છે.
Here are the 4️⃣ semi-finalists in the Women’s Asia Cup, 2022! 👊🏻
Our #TeamInBlue will be locking horns against Korea, hoping to make the elusive final! 🔥💙#IndiaKaGame #WAC2022 pic.twitter.com/yuFvicl1F2
— Hockey India (@TheHockeyIndia) January 24, 2022
હોકીની રમતમાં મોટો ફેરફારો
નવા વર્ષની શરૂઆત સાથે AFIH એ હોકીની રમતમાં મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. નિયમોમાં કરાયેલા ફેરફારો 1 જાન્યુઆરી, 2022થી આંતરરાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવ્યા છે. તે જ સમયે, તમામ દેશોને સ્વતંત્રતા આપવામાં આવી છે કે તેઓ તેને તેમની અનુકૂળતા મુજબ સ્થાનિક લીગમાં લાગુ કરી શકે છે. ફેડરેશને પેનલ્ટી કોર્નર (Penalty Corner) અંગે એક મહત્વપૂર્ણ નિયમ બદલ્યો છે. તે છેલ્લા 18 મહિનાથી આ નિયમોની ચર્ચા કરી રહ્યો હતો.
નવા વર્ષની શરૂઆત સાથે AFIH એ હોકીની રમતમાં મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. નિયમોમાં કરાયેલા ફેરફારો 1 જાન્યુઆરી, 2022થી આંતરરાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવ્યા છે. તે જ સમયે, તમામ દેશોને સ્વતંત્રતા આપવામાં આવી છે કે તેઓ તેને તેમની અનુકૂળતા મુજબ સ્થાનિક લીગમાં લાગુ કરી શકે છે. ફેડરેશને પેનલ્ટી કોર્નર (Penalty Corner) અંગે એક મહત્વપૂર્ણ નિયમ બદલ્યો છે. તે છેલ્લા 18 મહિનાથી આ નિયમોની ચર્ચા કરી રહ્યો હતો.
ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH) એ ખેલાડીઓ માટે રમતને વધુ સુરક્ષિત બનાવવાના પ્રયાસમાં પેનલ્ટી કોર્નરનો બચાવ કરતા ખેલાડીઓને બોલ સ્ટ્રાઇકિંગ સર્કલની બહાર ગયા પછી પણ તેમના રક્ષણાત્મક સાધનોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. અગાઉ, પેનલ્ટી કોર્નરનો બચાવ કરતા ખેલાડીઓએ ફ્લિક લીધા પછી તરત જ તેમના સુરક્ષા સાધનોને વર્તુળની અંદરથી દૂર કરવા પડતા હતા.