20 વર્ષમાં રમી 1000થી વધુ મેચ, હવે ભારતીય દિગ્ગજનું ચમક્યું નસીબ, નંબર-1 બનતા જ મળ્યો પદ્મશ્રી

|

Jan 26, 2024 | 7:57 AM

મહેશ ભૂપતિ અને લિએન્ડર પેસની હાજરી દરમિયાન રોહન બોપન્નાની વધુ ચર્ચા થઈ ન હતી પરંતુ તેણે તેમ છતાં હાર ન માની અને ટેનિસ કોર્ટમાં અડગ રહ્યો. હવે 43 વર્ષની ઉંમરે પણ તે સખત મહેનત અને જોશથી પોતાનું ભાગ્ય લખી રહ્યો છે અને તેમના પ્રયત્નોને યોગ્ય સન્માન મળી રહ્યું છે.

20 વર્ષમાં રમી 1000થી વધુ મેચ, હવે ભારતીય દિગ્ગજનું ચમક્યું નસીબ, નંબર-1 બનતા જ મળ્યો પદ્મશ્રી
Rohan Bopanna

Follow us on

જ્યાં સુધી જુસ્સો છે ત્યાં સુધી લડતા રહેવું જોઈએ, હિંમત ન હારવી જોઈએ અને દિલથી અડગ રહેવું જોઈએ કારણ કે નસીબ ગમે ત્યારે બદલાઈ શકે છે. આ કોઈપણ રમત પર ખૂબ જ સારી રીતે લાગુ પડે છે, જ્યાં લાખોમાંથી થોડા જ ખેલાડીઓને સફળતા મળે છે, ત્યાં ઘણા ખેલાડીઓ ટોપ પર પહોંચવા સતત લડતા રહે છે. ભારતના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોહન બોપન્ના તેનું નવીનતમ ઉદાહરણ છે, જેમને ભારત સરકારે પદ્મ પુરસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે.

ટેનિસ સ્ટાર રોહન બોપન્નાને પદ્મશ્રી એવોર્ડ

દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા પદ્મ પુરસ્કાર માટે પસંદ કરાયેલા લોકોની યાદી બહાર પાડી હતી, જેમાં ખેલ જગતની 7 હસ્તીઓનો પણ સમાવેશ થયો છે. લોકપ્રિયતાના હિસાબે આમાં સૌથી જાણીતું નામ રોહન બોપન્નાનું છે. 43 વર્ષના બોપન્નાને ટેનિસ કોર્ટ પર તેની ઉપલબ્ધિઓ માટે આ સન્માન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકારે બોપન્નાને દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી આપવાનો નિર્ણય કર્યો છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

43 વર્ષની ઉંમરે બનાવ્યો રેકોર્ડ

આ સન્માન પુરૂષ અને મિક્સ ડબલ્સના દિગ્ગજ બોપન્ના માટે બેવડી ખુશી તરીકે આવ્યું છે. માત્ર બે દિવસ પહેલા જ બોપન્નાએ વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનની મેન્સ ડબલ્સની ફાઈનલમાં જગ્યા બનાવી હતી. બોપન્ના પોતાના પાર્ટનર મેથ્યુ એબ્ડેન સાથે પ્રથમ વખત આ ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં પહોંચ્યો છે. ફાઈનલમાં પહોંચવાની સાથે જ બોપન્ના તેની પ્રોફેશનલ ટેનિસ કારકિર્દીમાં પ્રથમ વખત ડબલ્સ રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગયો છે. આ સાથે તે એટીપી રેન્કિંગના ઈતિહાસમાં નંબર-1 રેન્ક પર પહોંચનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ બન્યો છે.

20 વર્ષમાં 25 ટાઈટલ જીત્યા

બોપન્નાએ વર્ષ 2003 માં પ્રોફેશનલ ટેનિસની શરૂઆત કરી હતી. મોટાભાગના ભારતીય ખેલાડીઓની જેમ સિંગલ્સમાં ગરન્સલેમ લેવલ પર સફળ ન થતા તે ડબલ્સ તરફ વળ્યો. મહેશ ભૂપતિ અને લિએન્ડર પેસની સફળતા વચ્ચે બોપન્નાની વધારે ચર્ચા થઈ ન હતી પરંતુ તેમ છતાં તે અડગ રહ્યો હતો. છેલ્લા 20 વર્ષમાં બોપન્નાએ 1000થી વધુ મેચ રમી છે, જેમાં તેણે કુલ 25 ટાઈટલ જીત્યા છે. હવે નંબર 1 રેન્કની સાથે તેને ભારત સરકાર તરફથી પદ્મ સન્માન પણ મળ્યું છે.

બોપન્ના ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં

શનિવારે ભારતીય દિગ્ગજ માટે આ અઠવાડિયું વધુ અદ્ભુત હોઈ શકે છે કારણ કે તે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને જો તે 27 જાન્યુઆરી શનિવારના રોજ યોજાનારી આ ટાઈટલ મેચ જીતી લેશે તો તે મેન્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી પણ બની જશે. બોપન્નાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી મેન્સ ડબલ્સમાં એક પણ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું નથી. આવી સ્થિતિમાં, ચાહકોને આશા છે કે બોપન્ના ઓસ્ટ્રેલિયન ઓપન મેન્સ ડબલ્સ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીતે.

આ પણ વાંચો : Padma Awards 2024 Sports: ભારતની પ્રાચીન રમતને ઉડાન આપનાર ‘ગુરુ’ને મોદી સરકારે આપ્યો પદ્મ પુરસ્કાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article