AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wrestlers Protest: ગંગામાં મેડલ વહેવડાવવા પર બ્રિજભૂષણે કહ્યું, મેડલ વહેડાવવા ગયા પરંતુ તે મેડલ ટિકૈતને આપી દીધો જુઓ Video

Wrestlers Protest:ગંગામાં મેડલ વહાવવા હરિદ્વાર ગયેલા કુસ્તીબાજોએ ખેડૂત નેતા નરેશ ટિકૈતની દરમિયાનગીરી બાદ પોતાનો નિર્ણય બદલી નાખ્યો. હવે બ્રિજભૂષણ શરણ સિંહે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

Wrestlers Protest: ગંગામાં મેડલ વહેવડાવવા પર બ્રિજભૂષણે કહ્યું, મેડલ વહેડાવવા ગયા પરંતુ તે મેડલ ટિકૈતને આપી દીધો  જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 1:16 PM
Share

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહેલા કુસ્તીબાજો ગઈકાલે હરિદ્વાર પહોંચ્યા હતા. તેની પવિત્ર ગંગામાં  મેડલ વહેવડાવવાની યોજના હતી. ખેડુત નેતા ટિકૈત પહોંચ્યા તેમને રોકવા પહોંચ્યા હતા. આ પછી તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો. તેના પર બ્રિજભૂષણે કહ્યું કે તે મેડલના વહેડાવવાને ગયા હતા પરંતુ બાદમાં તેણે ટિકૈતને મેડલ આપી દીધો હતો. હવે આપણે શું કરી શકીએ?

કુસ્તીબાજોનું એક મહિનાથી વધુ સમયથી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન

મહિલા કુસ્તીબાજોની સાથે મોટી સંખ્યામાં મેડલ વિજેતા કુસ્તીબાજો એક મહિનાથી વધુ સમયથી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આરોપ છે કે તેમની સામે કોઈ સુનાવણી થઈ રહી નથી. આ દરમિયાન નવા સંસદ ભવનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ઉદ્ઘાટન સમારોહમાં બ્રિજભૂષણ શરણ સિંહ પણ પહોંચ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ પણ અહીં સંબોધન કર્યું હતું. આનાથી નારાજ કુસ્તીબાજોએ સંસદ તરફ કૂચ કરવાની યોજના બનાવી. જોકે, દિલ્હી પોલીસે તેમને રસ્તામાં અટકાવ્યા હતા. 28 મેના રોજ દિલ્હીના રસ્તાઓ પર ધર્ષણ પણ જોવા મળ્યું હતુ.

બ્રિજભૂષણ સિંહ પર કાર્યવાહી માટે પાંચ દિવસનું અલ્ટીમેટમ

ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ મંગળવારે ટ્વીટ કરીને કહ્યું કે તે પવિત્ર ગંગામાં પોતાનો મેડલ વહેડાવવા જઈ રહ્યા છે. આ માટે તેઓ હરિદ્વાર પહોંચ્યા. સાંજે 6 વાગ્યે મેડલ વહેડાવવાની યોજના હતી. જોકે સમય જતાં ખેડૂત નેતા નરેશ ટિકૈત ત્યાં પહોંચી ગયા હતા અને કુસ્તીબાજોને સમજાવ્યા હતા. તેણે કુસ્તીબાજો પાસેથી પાંચ દિવસનો સમય માંગ્યો હતો. બાદમાં કેન્દ્ર સરકારને બ્રિજભૂષણ સિંહ પર કાર્યવાહી કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. અલ્ટીમેટમનો સમયગાળો રવિવારે પૂરો થશે. જે બાદ તેઓ આગામી યોજનાની જાહેરાત કરશે.

કુસ્તીબાજો સામે અનેક કલમો હેઠળ કેસ દાખલ – કુસ્તીબાજોનો આરોપ

ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક સહિતના કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર બેઠા હતા. તેમને 28 મેના રોજ જંતર-મંતરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ પછી તે ઈન્ડિયા ગેટ તરફ આગળ વધ્યા હતા. કુસ્તીબાજોનો આરોપ છે કે ત્યાં પણ તેમને વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. કુસ્તીબાજોનો આરોપ છે કે દિલ્હી પોલીસે તેમની સાથે અત્યાચાર કર્યો હતો. તેમની ધરપકડ કરી. તેઓ શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા હતા. બીજા દિવસે ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા. કુસ્તીબાજોએ કહ્યું કે તેઓએ કોઈ ગુનો કર્યો નથી. અમારો હેરાન કરનાર બિન્દાસ ફરે છે. તે POCSO એક્ટ બદલવાની વાત કરી રહ્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">