Breaking News: Wrestlers Protest- કુસ્તીબાજોએ ગંગામાં મેડલ પધરાવવાનું મોકૂફ રાખ્યુ, આગેવાનોની સમજાવટ બાદ લીધો નિર્ણય
Wrestlers Protest: તમામ કુસ્તીબાજોએ ગંગામાં મેડલ પધરાવવાનું મોકૂફ રાખ્યુ છે, આગેવાનોની સમજાવટ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Delhi: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે, મહિલા ખેલાડીઓની કથિત જાતીય સતામણીના મામલામાં કાર્યવાહી કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન યોજી રહેલા પહેલવાનોને જંતર-મંતરથી હટાવ્યા બાદ ચર્ચા વધુ ચગી છે. તમામ કુસ્તીબાજોએ ગંગામાં મેડલ પધરાવવાનું મોકૂફ રાખ્યુ છે, આગેવાનોની સમજાવટ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Naresh Tikait arrives in Haridwar where #Wrestlers have gathered to immerse their #medals in river Ganga as a mark of protest against WFI chief and BJP MP Brij Bhushan Sharan Singh over sexual harassment allegations He took medals from the wrestlers and sought five-day time #TV9 pic.twitter.com/quB96MpLbI
— Tv9 Gujarati (@tv9gujarati) May 30, 2023
જણાવી દઈએ કે દિલ્હીના જંતર-મંતર પર પોતાની માંગણીઓ માટે એક મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહેલા આ કુસ્તીબાજો 28 મેના રોજ સંસદ ભવન બહાર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારબાદ દિલ્હી પોલીસે તેને બેરિકેડ તોડવાના આરોપમાં કસ્ટડીમાં લીધા હતા. કુસ્તીબાજો સામે ઘણી ગંભીર કલમો લગાવવામાં આવી છે. આનાથી દુઃખી થયેલા કુસ્તીબાજોએ મંગળવારે સાંજે 6 વાગ્યે હરિદ્વારમાં ગંગા નદીમાં મેડલ ફેંકવાનું નક્કી કર્યું હતુ.
આ પહેલા કુસ્તીબાજ બજરંગ પુનિયા, વિનેશ ફોગટ અને સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “અમે આ મેડલ ગંગામાં વહેવડાવવા જઈ રહ્યા છીએ, કારણ કે તે ગંગા મા છે.” આપણે ગંગાને જેટલી પવિત્ર માનીએ છીએ, એટલી જ પવિત્રતાથી આપણે આ મેડલ સખત મહેનત કરીને હાંસલ કર્યા હતા.
કુસ્તીબાજોએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે તમે બધાએ જોયું કે 28 મેના રોજ શું થયું, પોલીસે અમારી સાથે કેવું વર્તન કર્યું? કેટલી નિર્દયતાથી અમારી ધરપકડ કરવામાં આવી. અમે શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા. અમારા આંદોલનના સ્થળે પણ પોલીસ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને અમારી પાસેથી વસ્તુઓ છીનવી લેવામાં આવી હતી અને બીજા દિવસે ગંભીર કેસમાં અમારી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.