AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નીતુ બાદ સ્વીટીએ જીત્યો ગોલ્ડ મેડલ, 81 કિગ્રા કેટેગરીમાં ચીનની Wang Lina સામે મેળવી જીત

આજે થોડા સમય પહેલા જ 48 Kg કેટેગરીમાં ભારતની બોક્સર નીતુ ઘંઘાસે ગોલ્ડ મેડલ જીત્યો છે. મંગોલિયાની લુતસાઈખાન અલ્ટાંટસેતસેગને 5-0થી હરાવી બોક્સર નીતુ ઘંઘાસે ભારતને 11મો ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. સ્વીટીએ ભારતને વુમન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસનો 12મો ગોલ્ડ મેડલ જીતાડ્યો છે.

Breaking News : નીતુ બાદ સ્વીટીએ જીત્યો ગોલ્ડ મેડલ,  81 કિગ્રા કેટેગરીમાં ચીનની Wang Lina સામે મેળવી જીત
Saweety Boora wins gold medal
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 9:08 PM
Share

દિલ્હીની છેલ્લા 10 દિવસથી ચાલી રહેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયશિપમાં આજે ફાઈનલ મેચ રમાઈ રહી છે. આજે ભારતને સતત બીજો ગોલ્ડ મેડલ મળ્યો છે. 81 કિગ્રા કેટેગરીમાં ભારતીય બોક્સર સ્વીટી બુરાએ બોલ્ડ મેડલ જીત્યો છે. વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઈલનમાં 81 Kg કેટેગરીમાં ચીનની Wang Lina સામે તેણે 4-3થી જીત મેળવી છે. જણાવી દઈએ કે સ્વીટીની આ પહેલા 2022ની ફાઈનલ મેચમાં હારીને સિલ્વર મેડલ જીતી હતી.

આજે થોડા સમય પહેલા જ 48 Kg કેટેગરીમાં ભારતની બોક્સર નીતુ ઘંઘાસે ગોલ્ડ મેડલ જીત્યો છે. મંગોલિયાની લુતસાઈખાન અલ્ટાંટસેતસેગને 5-0થી હરાવી બોક્સર નીતુ ઘંઘાસે ભારતને 11મો ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. સ્વીટીએ ભારતને વુમન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપના ઈતિહાસનો 12મો ગોલ્ડ મેડલ જીતાડ્યો છે. આ સાથે જ આજે ભારતીય બોક્સરો એ વુમન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં 40 મેડલ જીત્યા છે. આવતી કાલે લવલીના અને નિકહટ પણ ભારતને ગોલ્ડ મેડલ જીતાડી શકે છે.

ચીનની બોક્સર સામે 3-4થી જીત

નીતૂ ઘંઘાસે 5-0થી મંગોલિયાની બોક્સરને હરાવી

નીતુ ઘંઘાસનો ગોલ્ડ મેડલ સુધીનો સફર

  • ફાઈનલ : મંગોલિયાની લુતસાઈખાન અલ્ટાંટસેતસેગને 5-0થી હરાવી
  • સેમિફાઇનલ: કઝાકિસ્તાનની અલુઆ બેલ્કીબેકોવાને 5-2થી હરાવી
  • ક્વાર્ટર ફાઈનલ: જાપાનની વાડા માડોકાને હારાવી
  • બીજો રાઉન્ડ: તઝાકિસ્તાનની કોસિમોવા સુમૈયાને હરાવી
  • પહેલો રાઉન્ડ: કોરિયાની  કંગ ડોયોને હરાવી

આવતી કાલે પણ 2 ગોલ્ડ મેડલ જીતવાની તક

ગોલ્ડ મેળવવા માટે નિકહતનો સામનો વિયતનાની બે વારની એશિયાઈ ચેમ્પિયન એનગુએન થિતામ સામે થશે.  લવલીનાની ફાઈનલ મેચ રવિવારે ઓસ્ટ્રેલિયાની કેટલીન પાર્કની સામે થશે.જણાવી દઈએ કે નિકહત 50 કિલોગ્રામ, લવલીના 75 કિલોગ્રામ, નીતૂ 48 કિલોગ્રામ અને સ્વીટી 81 કિલોગ્રામમાં સેમિફાઈનલ  મેચ જીતી હતી. આજના બે ગોલ્ડ મેડલ બાદ આવતી કાલે પણ ભારતીય બોક્સર ગોલ્ડ મેડલ જીતે તેવી આશા ફેન્સ રાખી રહ્યાં છે.

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023

વર્ષ 2023માં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની 13મી સિઝન ચાલી રહી છે. 15 માર્ચથી દિલ્હીમાં શરુ થયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 26 માર્ચના રોજ પૂરી થશે. જણાવી દઈએ કે આ ચેમ્પિયનશિપમાં કુલ 139 બોક્સર રમી રહ્યાં હતા. ગોલ્ડ મેડાલિસ્ટને $100,000,સિલ્વર મેડાલિસ્ટને $50,000 અને બ્રોન્ઝ મેડાલિસ્ટને $25,000 મળશે. એટલે કે કુલ ઈનામની રમત $ 2.4 મિલિયન છે.

g clip-path="url(#clip0_868_265)">