World Boxing Championship: ભારતના 4 મેડલ પાક્કા, નિકહત, લવલીના, નીતૂ અને સ્વીટી ફાઈનલમાં

World Boxing Championship 2023 : વુમન્સ બોક્સીંગ ચેમ્પિયશિપમાંથી ભારત માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય મહિલા બોક્સરે ભારત માટે 4 મેડલ પાક્કા કર્યા છે. નિકહત, લવલીના, નીતૂ અને સ્વીટી પોત પોતાની કેટેગરીમાં ફાઈનલમાં પહોંચી છે.

World Boxing Championship: ભારતના 4 મેડલ પાક્કા, નિકહત, લવલીના, નીતૂ અને સ્વીટી ફાઈનલમાં
women world boxing championships 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 8:27 PM

રમત ગમત જગતથી ભારત માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. દિલ્હીમાં ચાલી રહેલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતના 4 મેડલ પાક્કા થઈ ગયા છે. ગુરુવારે રમાયેલા સેમીફાઈનલ મેચમાં નિકહત ઝરીન, નીતૂ ઘંઘાસ, સ્વીટી બૂરા અને ઓલિમ્પિક મેડાલિસ્ટ લવાલીના બોરગોહેનએ અલગ અલગ કેટેગરીમાં જીત મેળવી છે. હવે નીતૂ અને સ્વીટીની ફાઈનલ મેચ શનિવારે રમાશે, જ્યારે લવલીના અને નિકહતની ફાઈનલ મેચ રવિવારે રમાશે. આ ચારેય બોક્સર પાસે ભારતીય ફેન્સને ભારે આશા છે. જો આ ચારેય બોક્સર ફાઈનલમાં હારશે તો પણ ભારતના નામે ચાર સિલ્વર મેડલ આવશે.

નિકહત પાસે બીજીવાર ચેમ્પિયન બનવાની તક છે. આ પહેલા પણ ચેમ્પિયન બનેલી નિકહતે 50 કિલોગ્રામ કેટેગરીમાં સેમિફાઈનલમાં કોલંબિયાની ઈનગ્રિટ વાલેંસિયાને 5-0થી માત આપી હતી. વાલેન્સિયા 2016માં રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નિકહતે કહ્યું, “આજની મેચ શ્રેષ્ઠ હતી. મને લાગે છે કે જ્યારે હું તકનીકી કુશળ બનું છું, ત્યારે હું વધુ સારું કરું છું. મેં તેની સામે અગાઉ રમ્યું છે અને તે ખૂબ અનુભવી બોક્સર છે. ”

ફાઈનલમાં આ ખેલાડીઓ સામે ટકરાશે ભારતીય બોક્સર

ગોલ્ડ મેળવવા માટે નિકહતનો સામનો વિયતનાની બે વારની એશિયાઈ ચેમ્પિયન એનગુએન થિતામ સામે થશે. નીતૂની મેચ શનિવારે એશિયાઈ ચેમ્પિયનશિપની કાંસ્ય મેડલ વિજેતા મંગોલિયાની લુતસાઈખાન અલ્ટાંટસેતસેગ સામે થશે. લવલીનાની ફાઈનલ મેચ રવિવારે ઓસ્ટ્રેલિયાની કેટલીન પાર્કની સામે અને સ્વીટીની ટક્કર ચીનની વાંગ લિના સામે થશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જણાવી દઈએ કે નિકહત 50 કિલોગ્રામ, લવલીના 75 કિલોગ્રામ, નીતૂ 48 કિલોગ્રામ અને સ્વીટી 81 કિલોગ્રામમાં સેમિફાઈનલ  મેચ જીતી હતી. હવે આ ચારેય બોક્સર આવનારા 2 દિવસમાં ગોલ્ડ મેડલ જીતવા માટે ફાઈનલ મેચમાં ઉતરશે.

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023

વર્ષ 2023માં વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની 13મી સિઝન ચાલી રહી છે. 15 માર્ચથી દિલ્હીમાં શરુ થયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 26 માર્ચના રોજ પૂરી થશે. જણાવી દઈએ કે આ ચેમ્પિયનશિપમાં કુલ 139 બોક્સર રમી રહ્યાં હતા. ગોલ્ડ મેડાલિસ્ટને $100,000,સિલ્વર મેડાલિસ્ટને $50,000 અને બ્રોન્ઝ મેડાલિસ્ટને $25,000 મળશે. એટલે કે કુલ ઈનામની રમત $ 2.4 મિલિયન છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">