FIFA World Cup 2022: ચાર વખતની ચેમ્પિયન જર્મની વર્લ્ડ કપમાંથી બહાર, જાણો કેવું રહ્યું પ્રદર્શન

TV9 GUJARATI

|

Updated on: Dec 02, 2022 | 5:08 PM

ટીમ જીતી ગઈ, પરંતુ ગોલ તફાવતના આધારે ટીમ (FIFA World Cup 2022) સ્પેનથી પાછળ રહી અને ત્રીજા સ્થાને રહી. જર્મની અને સ્પેનના ચાર-ચાર પોઈન્ટ હતા. 2018 પછી જર્મની સતત બીજી વખત ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું.

FIFA World Cup 2022: ચાર વખતની ચેમ્પિયન જર્મની વર્લ્ડ કપમાંથી બહાર, જાણો કેવું રહ્યું પ્રદર્શન
ચાર વખતની ચેમ્પિયન જર્મની વર્લ્ડ કપમાંથી બહાર
Image Credit source: Instagram

કતારમાં રમાઈ રહેલા ફીફા વર્લ્ડ કપ 2022માં જર્મનીની સફરનો અંત આવી ગયો છે. જર્મનીએ ગ્રુપ-ઈની તેની છેલ્લી મેચમાં કોસ્ટા રિકાને 4-2થી હરાવ્યું, પરંતુ ગોલ તફાવતના આધારે તે સ્પેનિશ ટીમથી પાછળ રહી. આ ગ્રુપમાંથી જાપાને ટોપ પર રહીને આગામી રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે.2018 પછી જર્મની સતત બીજી વખત ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ છે.જર્મની 4 વખત વર્લ્ડ કપ પોતાને નામ કર્યા છે. જેમાં વર્ષે 1954, 1974, 1990, 2014માં વર્લ્ડકપ પોતાને નામ કર્યા છે.

ટીમ ત્રીજી વખત નોકઆઉટમાં પહોંચી શકી નથી

ચાર વખતની ચેમ્પિયન માટે વર્લ્ડ કપ ખરાબ સાબિત થયો છે ,જર્મની સાથે FIFA વર્લ્ડ કપના 92 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે તે તેની બેક-ટુ-બેક ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ છે.ફિફા વર્લ્ડ કપમાં જર્મની સૌથી સફળ ટીમોમાંની એક છે. તેણે અત્યાર સુધી યોજાયેલી 22 ટુર્નામેન્ટમાંથી 20માં ભાગ લીધો છે. આ ટીમે બ્રાઝિલ બાદ સૌથી વધુ 4 ટાઇટલ જીત્યા છે. માત્ર ત્રણ વખત આવી તક આવી જ્યારે ટીમ નોકઆઉટ સુધી પહોંચી શકી ન હતી. ટીમ 2022 અને 2018 પહેલા 1938માં પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી.

જર્મની કેવી રીતે બહાર થઈ

જાપાન ત્રણમાંથી બે મેચ જીતીને 6 પોઈન્ટ સાથે ગ્રુપમાં ટોચ પર છે. સ્પેન અને જર્મનીના 4-4 પોઈન્ટ હતા. સમાન પોઈન્ટના કિસ્સામાં, ગોલ તફાવત નક્કી કરે છે કે કઈ ટીમ આગલા રાઉન્ડમાં જશે. સ્પેને 3 મેચમાં 9 ગોલ કર્યા અને 5 આપ્યા ગોલ કર્યા. જ્યારે જર્મનીએ 6 ગોલ કર્યા અને 5 ગોલ આપ્યા. સ્પેનનો ગોલ તફાવત +6 હતો જ્યારે જર્મનીનો +1 હતો. આ કારણથી સ્પેનને નોક આઉટમાં જગ્યા મળી અને જર્મનીની સફર ખતમ થઈ ગઈ.

 જર્મની ગયા વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજમાં બહાર થઈ  હતી

જર્મન ટીમને ટુર્નામેન્ટની ખિતાબની દાવેદાર માનવામાં આવી રહી હતી.1930માં સ્પર્ધાની પ્રથમ એડિશનથી અત્યાર સુધી યોજાયેલી 21 એડિશનમાં 8 ચેમ્પિયન ટીમો રહી છે. બ્રાઝિલ, જર્મની, ઇટાલી, આર્જેન્ટિના, ફ્રાન્સ, ઉરુગ્વે, ઇંગ્લેન્ડ અને સ્પેન અત્યાર સુધી રમાયેલી 21 એડિશનમાં ફિફા વર્લ્ડ કપ ટ્રોફી જીતી ચૂકી છે.જર્મનીની ટીમ 1966,1982,1986 અને 2022માં રનર અપ રહી હતી. તેમજ ત્રીજા સ્થાન પર 1934,1970,2006 અને 2010માં રહી ચૂકી છે. વર્ષે 1954, 1974, 1990, 2014માં જર્મનીએ વર્લ્ડકપ પોતાને નામ કર્યા છે. 2018 અને 2022માં બેક ટુ બેક 2 વખત ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati