MirabaiChanu : મીરા બાઈ ચાનૂએ મેડલ જીતી ઈતિહાસ રચ્યો, 21 વર્ષ બાદ ભારતને વેટલિફ્ટિંગમાં મેડલ

|

Jul 24, 2021 | 1:38 PM

મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) એ ટોક્યો ઓલિમ્પિક્સ( Tokyo Olympic) માં ભારત માટે પ્રથમ ચંદ્રક જીત્યો છે. મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) એ 49 કિલો વજનની કેટેગરીમાં મહિલાઓની વેઇટલિફ્ટિંગ (Weightlifting) માં અદ્ભુત પ્રદર્શન કર્યું હતું.

MirabaiChanu : મીરા બાઈ ચાનૂએ  મેડલ જીતી ઈતિહાસ રચ્યો, 21 વર્ષ બાદ ભારતને વેટલિફ્ટિંગમાં મેડલ
MirabaiChanu wins silver in Weightlifting Women's 49kg category, India open tally in Tokyo Olympics

Follow us on

MirabaiChanu મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) એ સ્નેચ રાઉન્ડમાં 87 કિલો વજન ઉઠાવ્યું હતુ ,જ્યારે ક્લીન એન્ડ જર્કમાં 115 કિલો ઉચક્યું હતુ. રાષ્ટ્રપતિ (President) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) મીરા બાઈ ચાનૂને શુભેચ્છા પાઠવી છે. મીરા બાઈ ચીનૂએ સિલ્વર મેડલ (Silver Medal) જીતી ઈતિહાસ રચ્યો છે.

 

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) એ ટોક્યો ઓલિમ્પિક્સ (Tokyo Olympic) માં ભારત માટે પ્રથમ ચંદ્રક જીત્યો છે. મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) એ 49 કિલો વજનની કેટેગરીમાં મહિલાઓની વેઇટલિફ્ટિંગ (Weightlifting) માં અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. તેણે સ્નેચ અને ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં કુલ 202 કિલો વજન ઉચકી અને સિલ્વર મેડલ જીત્યો. જ્યારે મીરાબાઈએ સ્નેચ રાઉન્ડમાં 87 કિલો વજન ઉચક્યું હતું, ત્યારે તેણે ક્લિન એન્ડ જર્કમાં 115 કિલો વજન ઉઠાવ્યું હતું. 49 કિલો વજનના વર્ગમાં મહિલા વેઈટ લિફ્ટિંગમાં ચીનના વેઇટલિફ્ટરે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

મીરાબાઈ ચાનૂની ઉપલબ્ધિ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ને PM મોદીએ શુભેચ્છા પાઠવી છે.

 

ક્લીન એન્ડ જર્કમાં 1115 કિલો વજન ઉપાડ્યું હતુ.મીરાબાઈ ચાનૂનો ઓલિમ્પિકમાં મહિલા વેટલિફ્ટિંગમાં ભારત માટે બીજી મેડલ જીત્યો છે. આ પહેલા 2000 સિડની ઓલિમ્પિકમાં કર્નમ મલ્લેશ્વરીએ મેડલ જીત્યો હતો. એટલે કે, 21 વર્ષ બાદ ભારતે મહિલા વેટલિફ્ટિંગમાં ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી મીરાબાઈ ચાનુ, બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ બાદ આ બીજી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે.

 

 

મણિપુરના મુખ્યપ્રધાન એન બિરેન સિંહે ટ્વિટ કરી કહ્યું કે, મીરાબાનુએ વેઈટલિફ્ટિંગમાં મહિલા 49 કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો છે.તમે આજે દેશને ગૌરવ અપાવ્યું છે.

ગૃહ પ્રધાન અમિત શાહે પણ મીરા બાઈ ચાનૂને પણ શુભેચ્છા આપી છે.

 

મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu) એ 49 કિલો વજનની કેટેગરીમાં મહિલાઓની વેઇટલિફ્ટિંગ (Weightlifting) માં સિલ્વર મેડલ જીતતા ચાનૂના ઘરે જશ્નનો માહોલ સર્જાયો છે.

 

પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દરસિંહે  મીરા બાઈ ચાનૂને શુભેચ્છા પાઠવી છે.

 

કરનામ મલ્લેશ્વરીએ ચાનૂને શુભકામના પાઠવી છે. વર્ષ 2000માં ઓલિમ્પિકમાં કરનામ મલ્લેશ્વરીએ વેઈટલિફટીંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.69 કિલો મહિલા કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

 

 

આ પણ વાંચો : Olympics Gold Medalist: ચીનનાં યાંગ કિયાને એર રાઇફલમાં પ્રથમ ગોલ્ડ જીતીને ઓલિમ્પિકમાં ખાતુ ખોલાવ્યુ

Published On - 12:29 pm, Sat, 24 July 21

Next Article