dope test : મીરાબાઈ ચાનૂને નહિ મળે ગોલ્ડ મેડલ , જાણો કેમ ?

|

Jul 27, 2021 | 10:15 AM

શું મીરાબાઈ ચાનુ (Mirabai Chanu )ને સિલ્વરના સ્થાને ગોલ્ડ મેડલ મળશે ? ચીનની ગોલ્ડ મેડલ વિજેતા ખેલાડીનો ડોપ ટેસ્ટ કરાશે.આવી અટકળોનો અંત આવ્યો છે. કારણ કે, આ અંગે ભારતના કોઈ પણ રમતગમત અધિકારી અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના અધિકારીએ નિવેદન આપ્યું નથી

dope test : મીરાબાઈ ચાનૂને નહિ મળે ગોલ્ડ મેડલ , જાણો કેમ ?
Mirabai Chanu will not get gold medal after dope test

Follow us on

dope test : મીરાબાઈ ચાનુ (Mirabai Chanu)ના સિલ્વર મેડલને ગોલ્ડ મેડલ (Gold medal)માં ફેરવવાની અફવા શરુ થઈ છે. Tokyo Olympics 2020માં 49 કિલોગ્રામ કેટેગરીની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારી ચીની ખેલાડીના ડોપ ટેસ્ટ ( dope test )ના સમાચારને લઈ અફવાઓએ જોર પકડ્યું હતુ પરંતુ આ અટકળો અને અફવાઓ કોઈ પણ આધાર પુરાવા વગર શરુ થઈ હતી.

ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (Olympic Association)ના જનરલ સેક્રેટરી રાજીવ મહેતાએ પણ સ્પષ્ટ કર્યું કે, તેમણે ડોપ ટેસ્ટને લઈ જાણકારી નથી. ટોક્યોમાં કોઈ અધિકારી પાસેથી આ વિશે કોઈ માહિતી મળી નથી. રાજીવ મહેતા ખુદ ટોક્યો ઓલિમ્પિકમાં હાજર છે. એવામાં સોશિયલ મીડિયા પર જે સમાચાર ફેલાઈ રહ્યા છે કે, ચાનુના સિલ્વર મેડલને ગોલ્ડ મેડલમાં ફેરવવામાં આવશે. અત્યાર સુધીમાં કોઈ સત્ય સામે આવ્યું નથી. આ અંગે ભારતના કોઈ પણ રમતગમત અધિકારી અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના અધિકારીએ નિવેદન આપ્યું નથી.

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

 

આ વિશે વરિષ્ઠ પત્રકાર કેપી મોહને ટ્વિટ કરી આ સમગ્ર મામલે સ્પષ્ટ કર્યું કે, તેમણે ડોપ ટેસ્ટ સાથે જોડાયેલી માહિતી પણ જાણાવી છે. તેમનું કહેવું છે કે, આ સ્પર્ધા બાદ કોઈ પણ ખેલાડીનો 48 કલાકની અંદર ડોપ ટેસ્ટ કરાવી શકે છે પરંતુ આ સ્પર્ધા સાથે કોઈ કનેક્શન પણ હોતું નથી.

આ પ્રકિયા વેટલિફ્ટિંગ (Weightlifting)સાથે જોડાયેલી ડોપિંગ કંટ્રોલ પ્રક્રિયા સ્પર્ધા પૂર્ણ થતા જ થઈ જાય છે. તેમણે કહ્યું કે, સામાન્ય રીતે ઓલિમ્પિક કમિટી મેડલ જીતનાર તમામ ખેલાડીઓ અને અન્ય ખેલાડીના ટેસ્ટ કરાવે છે.આ પ્રકિયા સ્પર્ધામાં પૂર્ણ થયાના કેટલાક કલાકોમાં જ પૂરી થઈ જાય છે. જો કોઈ ખેલાડીના  સેમ્પલ બાકી રહે તો ખેલાડીઓને ડોપિંગ સેન્ટરમાં જ રેહવું પડે છે.

ડોપ ટેસ્ટ પોઝિટિવ આવે તો મેડલ પર કોઈ અસર નહી

કેપી મોહનના જણાવ્યા અનુસાર જો કોઈ ખેલાડીનો યુરીન સેમ્પલ જલ્દી ઉપલબ્ધ  ન થાય તો તેમને આખી રાત રોકાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હોય છે. પહેલા તો ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી આ કાર્યની દેખરેખ રાખે છે પરંતુ ઈન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સી (International Testing Agency)ની પાસે આ જવાબદારી છે પરંતુ તે આ કામ આઈઓસીની જવાબદારી પર કરે છે. પેહલા કોઈ પોઝિટીવ આવ્યા પર આઈઓસી તેમના રિઝલ્ટને અમાન્ય કરે છે. પરંતુ હવે Court of Arbitration for Sport એટલે કે, CAS  પેનલની પાસે આ મામલો જાય છે.

તેમણે કહ્યું કે, જો કોઈ ખેલાડીનુ્ં રિઝલ્ટ પોઝિટીવ (Positive)આવે તો પણ તે આ સ્પર્ધામાં જોડાઈ શકે નહી,  માનવામાં આવે કે, ચીની એથલીટ ત્યાં હાજર છે અને તેનો ટેસ્ટ કરવામાં આવે તો પણ તે આઉટ ઓફ કોમ્પિટિશન ટેસ્ટ હશે. મતલબ કે, ચીની ખેલાડી જો પોઝિટીવ આવે તો પણ તેનો મેડલ સાથે કોઈ લેવા-દેવા નથી.

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચનારી મીરાબાઈ ચાનુને મણિપુર સરકાર ( Manipur Government )દ્રારા એડિશનલ એસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ રાજ્ય સરકારે મીરાબાઈને 1 કરોડ રુપિયાના રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરી છે.

Next Article