AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Playoffs 2026 : ફક્ત એક જ ટીમ નક્કી કરશે IPL 2026 પ્લેઓફની ચોથી જગ્યા!

ગઈ કાલે 21મે ના દિવસે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ રમવામાં આવેલી હતી. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ મેચ હાર હતી. આ હાર સાથે CSK પ્લેઓફના રેસ માંથી પણ સત્તાવાર રીતે બહાર થઈ. હવે પ્લેઓફમાં જવા માટે ફક્ત એક જ જગ્યા બાકી છે.

IPL Playoffs 2026 : ફક્ત એક જ ટીમ નક્કી કરશે IPL 2026 પ્લેઓફની ચોથી જગ્યા!
MI vs RR 2026Image Credit source: X
| Updated on: May 22, 2026 | 11:06 AM
Share

IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 66મો મુકાબલો ગુરુવારે 21 મે ના દિવસે રમાયો હતો. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈને 89 રનથી હરાવ્યું હતું. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સની આ સિઝનની છેલ્લી મેચ હતી. IPL 2026ના પ્લેઓફના સમીકરણ પર નજર કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પહેલાથી જ પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી ચૂક્યા છે.

ત્રણ ટીમો ક્વોલિફાય થઈ છે

IPL 2026 પ્લેઓફમાં ચારમાંથી ત્રણ ટીમ પહેલાથી જ કન્ફર્મ થઈ ગઈ છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 13 મેચમાંથી 18 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ગુજરાત ટાઇટન્સ 14 મેચમાંથી 18 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. સનરાઇઝર્સ હૈદરાબાદ 13 મેચમાંથી 16 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ પ્લેઓફમાં ચોથા સ્થાનની રેસમાં છે.

પ્લોઅફમાં જવા માટે રાજસ્થાનનું સમીકરણ

રાજસ્થાન રોયલ્સે પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ જીતવી પડશે, પરંતુ આ સાથે તેમણે સારો નેટ રન રેટ પણ રાખવો પડશે. ઉપરાંત એ હકીકત પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ રહેશે કે હાલમાં પ્લેઓફમાં સ્થાન મેળવવા માંગતી બધી ટીમો તેમની મેચ હારે.

કોલકાતા – પંજાબ માટેનું સમીકરણ

રવિવારે સાંજે, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાશે. જો કોલકાતા નાઈટ રાઈડર્સ દિલ્હી કેપિટલ્સ સામે જીતે તો તેમના 15 પોઈન્ટ્સ થશે. પંજાબ કિંગ્સ જો લખનૌને હરાવે તો તેમના પણ 15 પોઈન્ટ્સ થશે અને નિર્ણય નેટ રન રેટથી થશે.

દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાં કેવી રીતે પહોંચશે?

દિલ્હી કેપિટલ્સ પાસે હાલમાં 13 મેચમાંથી કુલ 12 પોઈન્ટ છે. દિલ્હીની ટીમ પ્લેઓફની રેસમાં છે પરંતુ તેમની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. ટીમનો નેટ રન રેટ -0.871 છે. છેલ્લી મેચમાં તેમને કોલકાતાને મોટા માર્જિનથી હરાવવું પડશે. ઉપરાંત, તેમને પ્રાર્થના કરવી પડશે કે પંજાબ અને રાજસ્થાન હારી જાય. ત્યારે જ તેઓ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકશે.

આ પણ વાંચો, Rohit Sharma : શું રોહિત શર્માને વર્લ્ડ કપ 2027 માંથી બહાર રાખવામાં આવશે?

Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">