RR vs GT IPL Match Result : રાજસ્થાનના રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સની જીત , GTની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી

RR vs GT IPL 2022 Match Result: આ મેચમાં ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સ (Rajastan Royals) સામે ચાર વિકેટે 192 રન બનાવ્યા હતા.

RR vs GT IPL Match Result : રાજસ્થાનના રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સની જીત , GTની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી
Gujarat TitansImage Credit source: IPL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 6:47 AM

RR vs GT : IPL 2022ની 24મી મેચમાં ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) રાજસ્થાન રોયલ્સને 37 રનથી હરાવ્યું હતું. 192 રનનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન (Rajastan Royals)ની ટીમ સંજુ સેમસનની આગેવાની હેઠળ નવ વિકેટે 155 રન જ બનાવી શકી હતી. ઓપનર જોસ બટલરે 54 રનની તોફાની ઇનિંગ રમી હતી, પરંતુ તેના ગયા બાદ ટીમ પડી ભાંગી હતી. ગુજરાત તરફથી લોકી ફર્ગ્યુસન અને ડેબ્યૂ કરનાર યશે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ જીત સાથે ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ગુજરાત ટાઇટન્સ કેપ્ટન હાર્દિક પંડ્યા (Captain Hardik Pandya)ના 52 બોલમાં અણનમ 87 રનની મદદથી ચાર વિકેટે 192 રન બનાવ્યા હતા.

IPLમાં પ્રથમ વખત પ્રવેશેલી ગુજરાતની ટીમનો આ અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર છે.

ગુજરાતની ટીમે ટુર્નામેન્ટમાં પાંચ મેચમાં ચોથી જીત નોંધાવી હતી. આ સાથે જ રાજસ્થાને મેચોમાં બીજી હારનો સામનો કરવો પડ્યો છે. તે હવે પોઈન્ટ ટેબલમાં ગુજરાત અને કોલકાતા નાઈટ રાઈડર્સ બાદ ત્રીજા નંબરે છે. રાજસ્થાનના ત્રણ જીતથી છ પોઈન્ટ છે.

જોસ બટલરે (24 બોલમાં 54 રન) રોયલ્સને સારી શરૂઆત અપાવી હતી પરંતુ તેઓ બાકીના બેટ્સમેનોનો સાથ મેળવી શક્યા ન હતા. બટલરની તોફાની ઇનિંગ્સના કારણે રાજસ્થાને છઠ્ઠી ઓવરમાં જ 60 રનનો સ્કોર પાર કરી લીધો હતો. પરંતુ આ ઓવરના છેલ્લા બોલ પર તે લોકી ફર્ગ્યુસનનો શિકાર બન્યો હતો. બટલરે પોતાની ઇનિંગમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા ઓપનર દેવદત્ત પડિક્કલ ખાતું ખોલાવ્યા વિના જ પરત ફર્યો હતો. ત્રીજા નંબરે મોકલવામાં આવેલ અશ્વિન પણ આઠ રન બનાવ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની ટીમે 53 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, હાર્દિકે કમાન સંભાળી અને તેની ઇનિંગમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. મનોહરે ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે મિલરે પાંચ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. તેણે કુલદીપ સેને ફેંકેલી 19મી ઓવરમાં 21 રન લીધા હતા. હાર્દિકે પાંચમી ઓવરમાં કુલદીપને સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. આ પછી સાતમી ઓવરમાં રિયાન પરાગ પ્રથમ છગ્ગો ફટકાર્યો હતો. મનોહરે ફોર્મમાં ચાલી રહેલા સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલને એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. આ પછી 14મી ઓવરમાં બંનેએ કુલદીપને ત્રણ ચોગ્ગા ફટકાર્યા અને હાર્દિકે પણ પોતાની અડધી સદી પૂરી કરી.

ગુજરાતે 15 ઓવરમાં ત્રણ વિકેટે 130 રન બનાવ્યા હતા. હાર્દિક અને મનોહરે ચોથી વિકેટ માટે 86 રન જોડ્યા હતા. આ પછી કેપ્ટન અને મિલરે 25 બોલમાં 53 રનની ભાગીદારી કરી હતી. હાર્દિકના સાથમાં અભિનવ મનોહરે 28 બોલમાં 43 રન અને ડેવિડ મિલરે 14 બોલમાં અણનમ 31 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા મેથ્યુ વેડ (12) સસ્તામાં આઉટ થયો હતો. વિજય શંકર (2) અને શુભમન ગિલ (13) પણ કોઈ સારું પ્રદર્શન કરી શક્યા નહોતા, જેને પરાગે લોંગ ઓન બાઉન્ડ્રી પર શિમરોન હેટમાયરના હાથે કેચ કરાવ્યો હતો.

UP: વિધાન પરિષદમાં કોંગ્રેસ શૂન્ય થશે, એકમાત્ર MLCનો કાર્યકાળ પણ જુલાઈમાં સમાપ્ત થઈ રહ્યો છે, પહેલીવાર પાર્ટીની હાલત આટલી ખરાબ !

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">