AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021 Opening Ceremony: કોરોનાને લઈને ઓપનિંગ સેરેમની નહીં યોજાય, શું છે ઓપનિંગને લઈને આયોજન?

શુક્રવારની સાંજ એટલે ક્રિકેટના ચાહકો માટે જાણે કે રોમાંચની આતુરતાનો અંત લાવનારી હશે. 9મી એપ્રિલ 2021 એટલે IPLની 14મી સિઝનની ઓપનીંગની આતુરતાની તારીખ.

IPL 2021 Opening Ceremony: કોરોનાને લઈને ઓપનિંગ સેરેમની નહીં યોજાય, શું છે ઓપનિંગને લઈને આયોજન?
File Image
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 08, 2021 | 11:26 PM
Share

શુક્રવારની સાંજ એટલે ક્રિકેટના ચાહકો માટે જાણે કે રોમાંચની આતુરતાનો અંત લાવનારી હશે. 9મી એપ્રિલ 2021 એટલે IPLની 14મી સિઝનની ઓપનીંગની આતુરતાની તારીખ. ઓપનીંગ મેચ (Opening Match) મુંબઈ ઈન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Mumbai Indians vs Royal Challengers Bangalore) વચ્ચે રમાનારી છે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 30મી મેએ રમાનાર છે.

IPL 2021 કોરોના વાઈરસના વધતા પ્રમાણ વચ્ચે યોજવા જઈ રહી છે. આ માટે BCCIએ પુરી તૈયારીઓ કરી છે. ખેલાડીઓને બાયો બબલમાં રાખવામાં આવ્યા છે. માત્ર પાંચ શહેરમાં મેચ રમાનારી છે. દર્શકો માટે સ્ટેડિયમમાં એન્ટ્રી બંધ રહેશે. ખેલાડી માસ્ક પહેર્યા વગર બહાર નથી નિકળી શકતા ટુર્નામેન્ટમાં પ્રથમવાર કોઈ ટીમને હોમ ગ્રાઉન્ડ નહીં હોય.

આ દરમ્યાન ફેંસને આઈપીએલ ઓપનિંગ સેરેમની (IPL Opening Ceremony)નો પણ ખૂબ ઈંતજાર છે. પરંતુ તેમના માટે નિરાશાજનક સમાચાર છે. કોરોના વાઈરસને લઈને આ વખતે ઓપનિંગ સેરેમની આયોજીત કરવામાં આવનાર નથી. આઈપીએલ 2020માં પણ આમ જ કરવામાં આવ્યુ હતુ. કોરોના પ્રોટોકોલને ચાલતા આઈપીએલથી જોડાયેલા લગભગ તમામ લોકો બાયોબબલમાં છે. આવામાં કોઈપણ બહારના વ્યકિત સાથે સંપર્ક કરવાથી મનાઈ છે.

સાથે જ ભીડ એકઠી કરવાથી દુર રહીને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવાનું છે. આ તમામ કારણોને લઈને ઓપનિંગ સેરેમની નહીં કરવામાં આવે. જોકે ઉદ્ઘાટન મેચ દરમ્યાન બીસીસીઆઈ અને આઈપીએલથી જોડાયેલા લોકો બાયોબબલમાં છે, તે સ્ટેડિમયમાં હાજર રહેશે. આઈપીએલ 2021ની પ્રથમ મેચ ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાનાર છે. આ મેચ સાંજે સાડા સાત વાગ્યે શરુ થનાર છે.

DCCIને મળ્યુ IPL 2021ના ઓપનિંગનુ આમંત્રણ BCCIએ IPL 2021ની ઓપનિંગ મેચ માટે ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના અધિકારીઓને આમંત્રણ મોકલાવ્યુ છે. BCCI સચિવ જય શાહ (Jay Shah) તરફથી આ નિમંત્રણ મોકલવામાં આવ્યુ હતુ. DCCIએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. આઈપીએલ 2021ના આયોજન દ્વારા BCCI આ વર્ષના અંતમાં રમાનારી ટી20 વિશ્વકપની તેમની તૈયારીઓ પણ પારખાઈ જશે. આ ટુર્નામેન્ટ ભારતમાં યોજાનારી છે.

આઈપીએલ 2021થી પારખવામાં આવશે T20 વિશ્વકપની તૈયારીઓ IPL 2021ના સફળ આયોજનથી T20 વિશ્વકપની તૈયારીઓ માટે ભારતીય ક્રિકેટને આત્મવિશ્વાસ પ્રાપ્ત થશે. સાથે જ આ પેટર્નને ત્યારે પણ ટીમો અને ખેલાડીઓ માટે અજમાવી શકાશે. IPLમાં આઠ ટીમો રમનારી છે. એક ટીમમાં ઓછામાં ઓછા 25 ખેલાડીઓ હોય છે. સાથે જ 10-15 લોકોનો સપોર્ટ સ્ટાફ પણ હોય છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પણ એક ટીમમાં પણ આટલા જ પ્લેયર હોય છે તો IPL 2021 એક પ્રકારે T20 વિશ્વકપનું ડ્રેસ રિહર્સલ હશે.

આ પણ વાંચો: IPL 2021 MI vs RCB: તોફાની તૈયારી કરી રહેલો મુંબઈનો આ ખેલાડી વિરાટ સેના સામે ધરાવે છે જબરદસ્ત ટ્રેક રેકોર્ડ

g clip-path="url(#clip0_868_265)">