AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021 MI vs RCB: તોફાની તૈયારી કરી રહેલો મુંબઈનો આ ખેલાડી વિરાટ સેના સામે ધરાવે છે જબરદસ્ત ટ્રેક રેકોર્ડ

IPL 2021નુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ચુક્યુ છે. મતલબ ઓપનીંગ મેચનું બ્યુગલ ફુંકાઈ ચુક્યુ છે. મુંબઈ ઈન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Mumbai Indians vs Royal Challengers Bangalore) વચ્ચે પ્રથમ મેચ રમાનારી છે.

IPL 2021 MI vs RCB: તોફાની તૈયારી કરી રહેલો મુંબઈનો આ ખેલાડી વિરાટ સેના સામે ધરાવે છે જબરદસ્ત ટ્રેક રેકોર્ડ
MI vs RCB
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 08, 2021 | 5:31 PM
Share

IPL 2021નુ કાઉન્ટ ડાઉન શરુ થઈ ચુક્યુ છે. મતલબ ઓપનીંગ મેચનું બ્યુગલ ફુંકાઈ ચુક્યુ છે. મુંબઈ ઈન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Mumbai Indians vs Royal Challengers Bangalore) વચ્ચે પ્રથમ મેચ રમાનારી છે. આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)નો જે ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli) અને તેની ટીમ પર ભારે ખતરો બની શકે એમ છે, તે કિરોન પોલાર્ડ (Kieron Pollard) છે. આમ કંઇ અમસ્તા જ નથી કહી રહ્યા પરંતુ, તેની પાછળ ઠોસ પુરાવા છે. તે બાબતોને પણ અમે આપની સામે રજૂ કરીશુ.

જોકે આ પહેલા મુંબઈ ઈન્ડીયન્સ શેર કરેલો આ વીડિયો જુઓ જેમાં કિરોન પોલાર્ડ IPL 2021ની ઓપનીંગ મેચના આગળના દિવસે જ ક્વોરન્ટાઈન સમય પસાર કરીને તે નેટ પર અભ્યાસ કરવા માટે આવ્યો છે. પોલાર્ડે પોતાની નેટ પ્રેકટીસની શરુઆતના પ્રથમ બોલ પર જ લોંગ ઓન પર છગ્ગો જમાવી દીધો હતો. તેના બાદ કેટલાક બોલ તે ડિફેન્સ પણ કરતો જોવા મળ્યો હતો. કારણ કે જ્યારે મેચમાં પરિસ્થિતી વિપરીત બની જાય તો કામ લાગી શકે. આ ઉપરાંત પણ તેણે કેટલાક છગ્ગા લગાવી દીધા હતા અને પોતાનો બેટીંગ અભ્યાસ પુરો કર્યો હતો.

https://twitter.com/mipaltan/status/1380016532554534912?s=20

પોલાર્ડે કહ્યુ-હું અહીં છુ મુંબઈ ઈન્ડીયન્સ ફેન્ચાઈઝીના કિરોન પોલાર્ડનો આ વીડિયો શેર કરવાના કેટલાક કલાક પહેલાની વાત છે. જ્યારે ફેન્સ એટલે કે, મુંબઈ પલટન ફેંન્ચાઇઝીથી સતત એ વાતનો સવાલ કરતા હત કે પોલાર્ડ ક્યાં છે? આમ પણ એટલા માટે કે પોલાર્ડ અભ્યાસ સેશનમાં જોવા મળતો નહોતો. જોકે ત્યારબાદ પોલાર્ડે પોતે જ સામે આવી ને કહ્યુ હતુ કે, તે અહીં જ છે.

કિરોન પોલાર્ડે RCBને બેચેન બનાવી દીધુ મુંબઈ ઈન્ડીયન્સના ફેન્સમાં પોલાર્ડને લઈને ખૂબ બેતાબીને લઈને ઓપનીંગ મેચ પહેલા જ RCBની વધેલી બેચેની વિશે પણ જાણી લો. આની પાછળનું કારણ છે, કિરોન પોલાર્ડનું આરસીબી સામે જબરદસ્ત બેટીંગ રેકોર્ડ. તેના તે 32 છગ્ગા, જેના દ્વારા તેણે 192 રન કર્યા છે. તેનો ટીમ વિરાટ સામે 170 આસપાસનો સ્ટ્રાઈક રેટ. કિરોન પોલાર્ડે RCB સામે 556 રન બનાવ્યા છે. જે 166.56ની સ્ટ્રાઈક રેટ, 32 છગ્ગા અને 39 ચોગ્ગા દ્વારા બનાવ્યા છે. હવે એક ટીમ સામે જ કોઈ ખેલાડીનો ટ્રેક રેકોર્ડ આવો જ રહેશે તો, તે ગર્મી તો વધારશે જ.

આ પણ વાંચો: IPL 2021: ઉસૈન બોલ્ટ એ RCBની જર્સી પહેરી કહ્યુ હું સૌથી ઝડપી બિલાડી, વિરાટ-ડિવિલીયર્સે જવાબ વાળ્યો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">