ભારતીય મહિલા અંડર 19 ટીમે ઈતિહાસ રચી દીધો છે. ક્રિકેટમાં મહિલા વર્ગમાં ભારત આઈસીસી ‘T20 વિશ્વકપ ચેમ્પિયન પ્રથમ વાર બન્યુ છે. શેફાલી વર્માની આગેવાની ધરાવતી ટીમે ઈંગ્લેન્ડને 7 વિકેટથી હાર આપીને ઇતિહાસ રચ્યો છે. ટોસ જીતીને રન ચેઝ કરવાની યોજના શેફાલીએ અમલમાં મુકી હતી. તેનો આ દાવ કારગત નિવડ્યો અને ઈંગ્લીશ ટીમને ભારતીય ટીમની યુવા બોલરોએ માત્ર 68 રનમાં જ સમેટી લીધી હતી. પુરી 20 ઓવર રમવા અગાઉ જ ઈંગ્લીશ ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી.
ત્યાર બાદ બેટિંગ કરતા ભારત આસાન લક્ષ્યને 14 ઓવરમાં જ પાર પાડી લીધુ હતુ. સોમ્યા તિવારી અને હર્ષિતા બાસુએ લક્ષ્ય સુધી અણનમ રહી ટીમ ઈન્ડિયાને વિજયી બનાવ્યુ હતુ. અંડર 19 ટીમે એ કમાલ કરી દેખાડ્યો છે, જે મહિલા વર્ગમાં સિનિયર ટીમ વર્ષોથી રાહ જોઈ રહ્યુ છે. ભારતીય ટીમે શરુઆતથી જ ટૂર્નામેન્ટમાં કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ.
મહિલા વર્ગમાં જે કામ સિનિયર ટીમ મિતાલી રાજ અને હરમન પ્રીત કૌર નથી કરી શક્યા એ કામ શેફાલી શર્મા અને તેની ટીમે કરી દેખાડ્યુ છે. અગાઉ ત્રણ વાર ભારતીય ટીમને વિશ્વકપ ફાઈનલ રમવાનો મોકો મળ્યો હતો. પરંતુ તેમાં ભારતીય મહિલા ટીમ નિષ્ફળ રહી હતી. જોકે શેફાલીએ પ્રથમ મોકામાં જ સફળતા મેળવી છે. આઈસીસીએ મહિલા વર્ગ અંડર 19 ટી20 વિશ્વકપની શરુઆત કરી છે, જેની પ્રથમ ટૂર્નામેન્ટમાં જ શેફાલીની આગેવાનીમાં ભારતીય ટીમે જીત મેળવી છે.
પ્રથમ ચેમ્પિયન તરીકે ટીમ ઈન્ડિયાએ આઈસીસીની મહિલા વર્ગ અંડર 19 વિશ્વકપ ટૂર્નામેન્ટ જીતીને શરુઆત કરી છે. એટલે કે આઈસીસીની નવી શરુઆતના પ્રથમ વિજેતા તરીકે ભારતનુ નામ સુવર્ણ અક્ષરે લખાઈ ચુક્યુ છે.
ટોસ હારીને બેટિંગ કરતા 17.1 ઓવરની રમત રમીને ઈંગ્લેન્ડની ટીમ સમેટાઈ ગઈ હતી. ઈંગ્લીશ ખેલાડીઓની ક્રિઝથી પેવેલિયન વચ્ચેની આવન-જાવન ભારતીય બોલરોએ ઝડપી બનાવી દીધી હતી. ટિટાસ સાધુ, અર્ચના દેવી અને પાર્શ્વી ચોપરાએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે શેફાલી વર્મા. સોનમ યાદવ અને મન્નત કશ્યપે એક એક વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધારે 19 રન રિયાના મેકડોનાલ્ડે નોંધાવ્યા હતા. જ્યારે નિમ હોલેન્ડે 10 અને એલેક્ષા સ્ટોનહાઉસે 11 રન નોંધાવ્યા હતા.
જવાબમાં પિછો કરતા ભારત તરફથી ઓપનર શેફાલી વર્માએ 15 રન અને શ્વેતા સેહરાવતે 5 રન નોંધાવ્યા હતા. ગોંગાડી ત્રિષાએ 24 રનનુ યોગદાન આપ્યુ હતુ. સોમ્યા તિવારીએ 24 રન અણનમ નોંધાવ્યા હતા. આમ ભારતે 14 ઓવરની રમતમાં 69 રનનુ લક્ષ્ય સરળતાથી પાર કરી લીધુ હતુ.
Published On - 7:38 pm, Sun, 29 January 23