India vs England 1st Test, Day 3 LIVE Score: ત્રીજા દિવસની રમતના અંતે ભારતના 6 વિકેટના ભોગે 257 રન, ઈગ્લેન્ડ કરતા હજુ પણ 321 રન પાછળ

| Updated on: Feb 07, 2021 | 5:34 PM

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઇમાં રમાઈ રહેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સ 578 રન પર સમાપ્ત થઈ હતી. ભારત તરફથી ચોથી વિકેટ માટે, ચેતેશ્વર પુજારા અને ઋષભ પંત વચ્ચે 119 રનની ભાગીદારી થઈ હતી.

India vs England 1st Test, Day 3 LIVE Score: ત્રીજા દિવસની રમતના અંતે ભારતના 6 વિકેટના ભોગે 257 રન, ઈગ્લેન્ડ કરતા હજુ પણ 321 રન પાછળ
ભારત ઈગ્લેન્ડ વચ્ચે ચેન્નાઈમાં રમાઈ રહેલ પ્રથમ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ

India vs England:  ચેન્નાઈ ટેસ્ટના ત્રીજા દિવસની રમત સમાપ્ત  થઈ છે. ત્રીજા દિવસે ભારતે, ઈગ્લેન્ડની બે વિકેટ પાડીને પ્રથમ દાવની શરૂઆત કરી હતી. ભારતે પ્રથમ દાવમાં દિવસની રમત બંધ રહી ત્યારે છ વિકેટના ભોગે 257 રન બનાવ્યા છે. જે ઈગ્લેન્ડ કરતા 321 રન પાછળ છે. ચેન્નાઈના સ્થાનિક ખેલાડી એવા આર અશ્વિન અને વોશિગ્ટન સુંદર સાતમી વિકેટની અણનમ ભાગીદારી સાથે ક્રિજ ઉપર છે.

Key Events

વિરાટ, રહાણેએ કર્યા ઓછા રન

ચેન્નાઈ ટેસ્ટની પહેલી ઇનિંગમાં ભારતે નબળી શરૂઆત કરી છે. 73 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ 4 વિકેટમાં રોહિત, ગિલ, વિરાટ અને રહાણેની વિકેટ શામેલ છે.

ઇંગ્લેન્ડ 578 પર ઓલઆઉટ

ચેન્નાઇમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ 578 રન પર સમાપ્ત થઈ હતી. પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે 218 રન બનાવ્યા હતા. તેમના સિવાય ડોમ સિબિલે 87 રન બનાવ્યા જ્યારે બેન સ્ટોક્સે 82 રન બનાવ્યા હતા.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 07 Feb 2021 05:25 PM (IST)

    ત્રીજા દિવસની રમત સમાપ્ત, અશ્વિન અને સુંદર ક્રિજ પર

    ચેન્નાઈ ટેસ્ટના ત્રીજા દિવસની રમત સમાપ્ત  થઈ છે. ત્રીજા દિવસે ભારતે, પ્રથમ દાવની શરૂઆત કરી હતી. જેમાં છ વિકેટના ભોગે 257 રન બનાવ્યા છે. જો કે ઈગ્લેન્ડ કરતા હજુ પણ ભારત 321 રન પાછળ છે. આર અશ્વિન અને વોશિગ્ટન સુંદર ક્રિજ ઉપર છે. સાતમી વિકેટની મોટી ભાગીદારી તરફ બન્ને આગળ વધી રહ્યાં છે.

  • 07 Feb 2021 05:21 PM (IST)

    ભારતનો સ્કોર 250ને પાર

    ચેન્નાઈ ટેસ્ટમાં પ્રથમ દાવમાં ભારતનો સ્કોર 250 રનને પાર થયો છે. ક્રિજ ઉપર બે લોકલ બોય આર અશ્વિન અને વોશિગ્ટન સુંદરની વચ્ચે 7મી વિકેટની ભાગીદારી બની રહી છે. ઈગ્લેન્ડ હજુ પણ ભારત કરતા ક્યાય આગળ છે.

  • 07 Feb 2021 04:35 PM (IST)

    ઈગ્લેન્ડે બીજો રીવ્યુ ગુમાવ્યો

    ચેન્નાઈ ટેસ્ટમાં ભારતે બીજા દિવસની રમત દરમિયાન કર્યુ હતુ તેવુ જ ઈગ્લેન્ડ ત્રીજા દિવસની રમત દરમિયાન કર્યુ છે.  જેના કારણે ઈગ્લેન્ડે ભારતના પ્રથમ દાવ દરમિયાન મળતા બન્ને રિવ્યુ ગુમાવી દીધા છે. ઈગ્લેન્ડે જેક લીચની ઓવરમાં વોશિગ્ટન સુંદરની સામે રિવ્યુ લીઘો હતો પણ તે ગુમાવી દિધો છે.

  • 07 Feb 2021 04:32 PM (IST)

    ત્રીજા દિવસની રમત આડે હજુ 12 ઓવર બાકી

    ત્રીજા દિવસની રમત પૂર્ણ થવા આડે હજુ બાર ઓવર બાકી છે. ભારતે પ્રથમ દાવમાં 6 વિકેટ ગુમાવી દિધી છે. ઈગ્લેન્ડના 578 રન કર્યા છે. જ્યારે ભારતે, હજુ 250 રન પણ કર્યા નથી અને 6 વિકેટ ગુમાવી દીધી છે.

  • 07 Feb 2021 04:02 PM (IST)

    ઋષભ પંત 91 રન બનાવીને આઉટ થયો

    ચેન્નાઈ ટેસ્ટમાં ભારતના પ્રથમ દાવમાં ઋષભ પંત 91 રન બનાવીને આઉટ થયો છે. ડોમ બેસ એ ઋષભ પંતની વિકેટ મેળવીને ચાર વિકેટ ઝડપી હતી.

  • 07 Feb 2021 03:47 PM (IST)

    વોશિગ્ટન સુંદરે ફટકાર્યા બે ચોક્કા

    લીચની ઓવરમાં ચોક્કાથી ખાતુ ખોલતા વોશિગ્ટન સુંદરે બીજા જ બોલે ફરીથી ચોક્કો ફટકાર્યો હતો. ડોમ બોસની ઓવરમાં સુંદરે એક પછી એક બે ચોગ્ગા ફટકાર્યા હતા.  ડોમ બોસે, વિરાટ કોહલી, અંજીક્યે રહાણે અને ચેતેશ્વર પુજારાની વિકેટ લીધી છે.

  • 07 Feb 2021 03:44 PM (IST)

    ભારતની પાંચમી વિકેટ પડી

    ચેન્નાઈ ટેસ્ટના ત્રીજા દિવસે ચાના વિરામ બાદ, ભારતની પાંચમી વિકેટ પડી છે. ડોમ બેસ ને ચેતેશ્વર પુજારાને પોતાનો ત્રીજો શિકાર બનાવ્યો છે. પુજારા 73 રન બનાવીને આઉટ થયો હતો.

  • 07 Feb 2021 03:17 PM (IST)

    ઈગ્લેન્ડની લીડ 400થી ઓછી

    ઋષભ પંત અને ચેતેશ્વર પુજારાએ સમજદારી પૂર્વકની કરેલી બેટીગને કારણે, ઈગ્લેન્ડને પારાવાર મુશ્કેલી અનુભવાી રહી છે. બન્ને જણા પોતાની વિકેટ બચાવીને રન કરી રહ્યાં છે. બન્ને જણાની બૂેટીગને કારણે હાલ ઈગ્લેન્ડની લીડ 400ની અંદર આવી જવા પામી છે.

  • 07 Feb 2021 03:06 PM (IST)

    પંત-પુજારાએ પુરા કર્યા 100 રન

    ચેન્નાઇ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં પંત અને પૂજારાએ 5 મી વિકેટ માટે ભારતીય સ્કોરબોર્ડમાં 100થી વધુ રનનો ઉમેરો કર્યો છે. આ મોટી ભાગીદારીના આધારે ભારતીય ટીમ હવે કટોકટીમાંથી બહાર નીકળવાની તૈયારી કરી રહી છે. બંને બેટ્સમેનોએ પોતાની અર્ધી સદી પૂરી કરી છે

  • 07 Feb 2021 02:54 PM (IST)

    પુજારાએ આર્ચરને કર્યો ટાર્ગેટ

    ઋષભ પંત છેલ્લી ઓવરમાં એન્ડરસન પર વરસતો જોવા મળ્યો હતો. તો પછીની જ ઓવરમાં જોફ્રા આર્ચર પૂજારાના લક્ષ્યાંક પર આવ્યો. પૂજારાએ તેની ઓવરના પહેલા જ બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. આ સાથે, ભારતનો સ્કોર 44 ઓવર પછી 4 વિકેટે 167 પર પહોંચી ગયો.

  • 07 Feb 2021 02:45 PM (IST)

    પંતે એન્ડરસનને પણ પછાડ્યો

    ચેન્નઇમાં ઋષભ પંતની બાઉન્ડ્રી શાવર્સ સતત ચાલુ રહે છે. જેમ્સ એન્ડરસનજયારે બોલિંગ કરવા આવ્યો ત્યારે 43 મી ઓવરની શરૂઆતમાં પહેલા બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. આ ચારની મદદથી તેનો પોતાનો સ્કોર 60 રનની નજીક પહોંચી ગયો હતો.

  • 07 Feb 2021 02:36 PM (IST)

    વિરાટ, રહાણેએ કર્યા ઓછા રન

    ચેન્નાઈ ટેસ્ટની પહેલી ઇનિંગમાં ભારતે નબળી શરૂઆત કરી છે. 73 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ 4 વિકેટમાં રોહિત, ગિલ, વિરાટ અને રહાણેની વિકેટ શામેલ છે.

  • 07 Feb 2021 02:26 PM (IST)

    પંતએ ટી બ્રેક પહેલા પુરી કરી દીધી ફિફટી

    ઋષભ પંતએ ઓસ્ટ્રેલિયન ફોર્મ ચેન્નઈમાં પણ જાળવી રાખ્યું છે. ઋષભ પંતે શાનદાર અડધી સદી ફટકારી છે. આ અડધી સદી ચોગ્ગાથી પૂરી કરી હતી. આ સાથે ભારતે ચા સુધી 4 વિકેટે 154 રન બનાવ્યા છે. પ્રથમ ઇનિંગ્સમાં ભારત હજી પણ ઇંગ્લેન્ડથી 424 રન પાછળ છે.

  • 07 Feb 2021 02:13 PM (IST)

    પુજારાની અર્ધસદી પૂર્ણ

    ચેતેશ્વર પૂજારાએ ચેન્નાઇ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં તેની કારકિર્દીની 29 મી અડધી સદી પૂરી કરી. છેલ્લી 5 ઇનિંગ્સમાં તેના બેટની આ ચોથી અડધી સદી પણ છે. તેણે ભારતીય દાવની 40 મી ઓવરમાં ચોગ્ગા ફટકારીને આ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

  • 07 Feb 2021 01:10 PM (IST)

    ભારતને પડયો ત્રીજો ફટકો, કોહલી થયો આઉટ

    ચેન્નાઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પહેલી ઇનિંગ્સ સંકટમાં છે. આ કટોકટી વધારે ગાઢ બની છે કારણ કે વિરાટ કોહલી બહાર છે અને પેવેલિયન પરત ફર્યો છે. વિરાટને ડોમ બેસને આઉટ કર્યો હતો. વિરાટ પાસે ક્રિઝ પર 65 મિનિટનો સમય હતો અને તે ફક્ત 11 રન બનાવી શકી હતી.

  • 07 Feb 2021 01:04 PM (IST)

    બીજા સેશનમાં વિરાટ-પુજારાની ધીમી રમત

    વિરાટ અને પૂજારાએ ધીરે ધીરે બીજા સેશનનીશરૂઆત કરી. બીજા સેશનમાં હજી સુધી એક પણ ચોગ્ગો લાગ્યો નથી. બંને બેટ્સમેનોએ 8 ઓવરમાં માત્ર 10 રન બનાવ્યા છે.

  • 07 Feb 2021 12:38 PM (IST)

    ભારતનો સ્કોર 65ને પાર

    ચેન્નાઇ ટેસ્ટની પહેલી ઇનિંગમાં ભારતનો સ્કોર 2 વિકેટ પર 65 રનથી આગળ પહોંચી ગયો છે. જો કે, હજી ભારતને હજી આગળ જવા માટે બાકી છે. તેણે ઇંગ્લેન્ડના 578 રનના સ્કોરને પાર કરવાનો છે. અને આ માટે વિરાટ-પૂજારા માટે ક્રિઝ પર રહેવું મહત્વપૂર્ણ છે.

  • 07 Feb 2021 12:25 PM (IST)

    વિરાટ-પુજારાએ સંભાળી કમાન

    ચેન્નઈ ટેસ્ટમાં ત્રીજા દિવસના બીજા સેશનની રમત શરૂ થઈ ગઈ છે. વિરાટ અને પૂજારા ક્રિઝ પર થીજેલા છે અને ધીરે ધીરે ભારતના સ્કોર બોર્ડમાં વધારો કરી રહ્યા છે. ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 578 રન બનાવ્યા છે

  • 07 Feb 2021 11:39 AM (IST)

    લંચ સુધી ભારતનો સ્કોર 59/2

    ચેન્નાઇ ટેસ્ટમાં ત્રીજા દિવસે લંચ સુધીની રમત પૂરી થઈ ગઈ છે. પહેલી ઇનિંગ્સમાં ભારત હજી પણ 519 રન દૂર છે અને તેની 8 વિકેટ બાકી છે. ક્રીઝ પર વિરાટ અને પૂજારાની જોડી, જે ટીમ ઈન્ડિયાને મોટી આશાઓ આપશે

  • 07 Feb 2021 11:30 AM (IST)

    પુજારાએ લગાવ્યો ચોગ્ગો

    ચેતેશ્વર પુજારા રણની રમઝટ બોલાવી રહ્યો છે. ફરી ચેતેશ્વરએ એક ચોગ્ગો ફટકાર્યો છે. આ સાથે જ સ્કોર 59 પર પહોંચી છે.

  • 07 Feb 2021 11:24 AM (IST)

    ભારતે બનાવ્યા 50થી વધુ રન

    ભારતે ચેન્નઈ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 50 રનનો આંકડો પાર કરી લીધો છે. જો કે આ માટે તેણે તેના ઓપનરોની વિકેટ ગુમાવી છે. રોહિત 6 રન અને ગિલ 29 રન બનાવી આઉટ થયો

  • 07 Feb 2021 11:16 AM (IST)

    ભારતને લાગ્યો બીજો ઝટકો

    ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચેરે ભારતને બીજો ઝટકો આપ્યો છે. રોહિતને આઉટ કર્યા બાદ હવે અન્ય ભારતીય ઓપનર શુબમન ગિલને પણ તેનો શિકાર બનાવવામાં આવ્યો છે.

  • 07 Feb 2021 11:00 AM (IST)

    એન્ડરસનના એક ઓવરમાં 2 ચોગ્ગા

    ભારતીય ઓપનર શુભમન ગિલે ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનની એક જ ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે ભારતીય દાવની 7 મી ઓવરના ત્રીજા અને 5 માં દડા પર આ અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. આ સાથે ભારતનો સ્કોર 7 ઓવર પછી 1 વિકેટ પર 35 થઈ ગયો છે.

  • 07 Feb 2021 10:54 AM (IST)

    આર્ચર પર પુજારા પડયો ભારે

    પૂજારાએ પ્રથમ ઇનિંગ્સમાં પોતાની બેટિંગની શરૂઆત ઝડપી કરી છે. તેણે ભારતીય ઇનિંગની છઠ્ઠી ઓવર મૂકવા આવેલા આર્ચરની ઓવરના બીજા બોલ પર શાનદાર ચાર ફટકારી હતી. આ ઓવર પછી ભારતનો સ્કોર 1 વિકેટ પર 27 રન હતો.

  • 07 Feb 2021 10:46 AM (IST)

    19 રનમાં જ વિકટ પડી ગઈ

    પ્રથમ દાવની શરૂઆત ટીમ ઈન્ડિયા માટે સારી રહી ન હતી. ટીમને પહેલો ફટકો રોહિત શર્મા તરીકે મળ્યો હતો, જે 6 રન બનાવીને આર્ચરનો શિકાર બન્યો હતો. આ સાથે ભારતીય ઓપનર વચ્ચે માત્ર 19 રનની ભાગીદારી નોંધાઈ હતી.

  • 07 Feb 2021 10:39 AM (IST)

    ગિલનો આક્રમક અભિગમ

    શુબમન ગિલે તેની ઇનિંગની શરૂઆત શાનદાર રીતે કરી. તેણે તેની ઇનિંગ્સમાં અત્યાર સુધીમાં 2 ચોગ્ગા ફટકાર્યા છે. જેમાં તેણે પહેલા આર્ચરને અને ત્યારબાદ એન્ડરસનની બીજી ઓવરમાં ફટકાર્યો હતો.

  • 07 Feb 2021 10:22 AM (IST)

    ઇંગ્લેન્ડની દાવ પૂર્ણ

    અશ્વિનના જેમ્સ એન્ડરસનને ગિલ્સ વેરવિખેર કરતાં ઇંગ્લેંડની પહેલી ઇનિંગ્સ પણ પૂરી થઈ. ચેન્નાઈ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 578 રનનો સ્કોર બનાવ્યો હતો.

  • 07 Feb 2021 10:09 AM (IST)

    ફિલ્ડિંગ ચૂકાઈ ગઈ અને લાગી ગયો ચોગ્ગો

    ડોમ બેસને આઉટ કર્યા પછી અશ્વિનની ઓવર ખૂબ જ રસપ્રદ હતી. આ ઓવ્યુવરના ત્રીજા બોલ પર, જેક લીચે તેને આગળ ચલાવ્યો અને લોંગનની દિશામાં ચોગ્ગા ફટકાર્યા હતો. છેલ્લી ઓવરમાં બીજી મિસફિલ્ડ હતી અને ઇંગ્લેન્ડના ખાતામાં બીજી બાઉન્ડ્રી ઉમેરવામાં આવી.

  • 07 Feb 2021 10:03 AM (IST)

    બુમરાહએ બેસને કર્યો આઉટ

    ડોમ બેસ સારી બેટિંગ કરી રહ્યો હતો અને ભારત માટે માથાનો દુખાવો સાબિત કરી રહ્યો હતો. બુમરાહે પેવેલિયનનો રસ્તો પકડ્યો. તે 34 રનમાં LBW હતો. ભારતે નવો બોલ લીધો કે તરત જ બુમરાહ આક્રમણ પર આવ્યો અને પહેલા જ બોલ પર બેઝને આઉટ કર્યો.

  • 07 Feb 2021 09:55 AM (IST)

    અશ્વિન વિરુદ્ધ બેસનો અટેક

    જ્યારે અશ્વિન ઇંગ્લેન્ડની ઇનિંગની 185મી ઓવરમાં આવ્યો હતો. તેથી તેનો પહેલો દડો સ્ટેપ્સનો ઉપયોગ કરીને 4 રન માટે બેઝ દ્વારા ધકેલી દેવામાં આવ્યો. તે ત્રીજા દિવસે ઇંગ્લેન્ડની ઇનિંગ્સમાં પ્રથમ ચોગ્ગો હતો.

  • 07 Feb 2021 09:47 AM (IST)

    ભારતીય બોલરોએ ફેંક્યો 20મોં નો બોલ

    જસપ્રીત બુમરાહે ત્રીજા દિવસની બીજી ઓવર બોલ્ડ કરી. આ ઓવરમાંથી એક નો બોલ રહ્યો હતો. ખરેખર તે ઓવર સ્ટેપ કરી ગયો હતો. આ મેચમાં ભારત દ્વારા અત્યાર સુધીમાં ફેંકવામાં આ 20મો નો બોલ હતો.

  • 07 Feb 2021 09:38 AM (IST)

    ત્રીજા દિવસની રમત શરૂ

    ત્રીજા દિવસે બેટિંગ માટે ડોમ બેસ અને જેક લીચ ક્રીઝ પર આવ્યા છે. ભારતે અશ્વિન સાથે બોલિંગ શરૂ કરી દીધી છે. ત્રીજા દિવસની પહેલી ઓવરથી જ ઇંગ્લેન્ડે તેમના ખાતામાં 1 રન ઉમેર્યો અને તેનો સ્કોર 8 વિકેટ પર 556 હતો.

  • 07 Feb 2021 09:28 AM (IST)

    બેસ અને લીચ બીજા દિવસે રહ્યા આગળ

    ઇંગ્લેન્ડે બીજા દિવસે 9મી વિકેટ માટે 30 રન ઉમેર્યા હતા. તેના નીચલા ક્રમના બે બેટ્સમેન ડોમ બેસ 28 રન અને જેક લીચ 6 રન બનાવીને અણનમ રહ્યા હતા. આજે આ બંને બેટ્સમેનો ઇનિંગ્સ આગળ લાવવા આગળ આવશે.

  • 07 Feb 2021 09:25 AM (IST)

    ચેન્નાઈ ટેસ્ટનો આજે ત્રીજો દિવસ

    ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નાઈમાં રમાઈ રહેલા ટેસ્ટ મેચનો આજે ત્રીજો દીવસ છે. ઈંગ્લેન્ડની ટીમ મેચ ફ્રન્ટફૂટ પર છે. આજે 8 વિકેટ 555 રનથી આગળ વધશે.

Published On - Feb 07,2021 5:25 PM

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">