AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાર્દિકે તેના જ 5 વર્ષના બાળકને મુક્યો એકલો, અને 25 વર્ષની ગર્લફ્રેન્ડનો પકડ્યો હાથ ! આ શું કરી બેઠો ક્રિકેટર? જુઓ-Video

હાર્દિક તેના પુત્ર, અગસ્ત્યને ઝડપથી ચાલવા માટે હાથથી સહેજ પુશ કર્યો, જ્યારે માહિકાના હાથમાં હાથ નાખી તે પાછળ ચાલતો જોવા મળે છે. આ વિડીયો જોયા પછી, યુઝર્સના ગુસ્સો ઉકળી ઉઠ્યો છે. યુઝર્સ કહીં રહ્યા છે કે હાર્દિક તેના 5 વર્ષના બાળકને છુટો (હાથ પકડ્યા વગર) ચલાવી રહ્યો છે

હાર્દિકે તેના જ 5 વર્ષના બાળકને મુક્યો એકલો, અને 25 વર્ષની ગર્લફ્રેન્ડનો પકડ્યો હાથ ! આ શું કરી બેઠો ક્રિકેટર? જુઓ-Video
hardik pandya
| Updated on: Mar 30, 2026 | 2:42 PM
Share

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા અને તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા વચ્ચેના પ્રેમ સંબંધની અફવાઓ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. ક્રિકેટના મેદાન પર હોય કે એરપોર્ટ પર, જ્યારે પણ આ કપલ સાથે દેખાય છે, ત્યારે તેઓ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દે છે. 2026 ની IPL સીઝનને કારણે, ચાહકોને ફરી એકવાર આ કપલને સાથે જોવાની તક મળી છે. સ્ટેન્ડમાંથી, માહિકા ક્યારેય તેના જીવનના પ્રેમનો આનંદ માણવાની તક ગુમાવતી નથી. માહિકા ઉપરાંત, હાર્દિકનો 5 વર્ષનો પુત્ર, અગસ્ત્ય પણ વારંવાર સ્ટેન્ડમાં તેના પિતાને ટેકો આપતો જોવા મળે છે.

ગઈકાલે રાત્રે મુંબઈ ઈન્ડિયન્સ અને KKR વચ્ચેની મેચ દરમિયાન, માહિકા અને અગસ્ત્ય બંને હાર્દિકને ચીયર કરવા માટે સ્ટડિયમમાં હાજર હતા. હાર્દિકનો બંને પ્રત્યેનો પ્રેમ કોઈથી છુપાયેલો નથી. જોકે, હાલમાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોએ ચાહકોના મનમાં પ્રશ્નો ઉભા કર્યા છે. યુઝર્સ 5 વર્ષના અગસ્ત્ય પ્રત્યે ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે, અને વીડિયો જોયા પછી, ઘણા લોકોએ હાર્દિકને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. કે તે આમ કઈ રીતે કરી બેઠો?

એવું તો શું કર્યું હાર્દિકે?

વાયરલ વિડીયોમાં, હાર્દિક તેની ગર્લફ્રેન્ડ માહિકાનો હાથ પકડીને ચાલતો જોવા મળે છે. તેનો પુત્ર, અગસ્ત્ય, તેમની આગળ ચાલી રહ્યો છે. પાપારાઝી આ ક્ષણને કેદ કરી રહ્યા હતા. હાર્દિક તેના પુત્ર, અગસ્ત્યને ઝડપથી ચાલવા માટે હાથથી સહેજ પુશ કર્યો, જ્યારે માહિકાના હાથમાં હાથ નાખી તે પાછળ ચાલતો જોવા મળે છે. આ વિડીયો જોયા પછી, યુઝર્સના ગુસ્સો ઉકળી ઉઠ્યો છે. યુઝર્સ કહીં રહ્યા છે કે હાર્દિક તેના 5 વર્ષના બાળકને છુટો (હાથ પકડ્યા વગર) ચલાવી રહ્યો છે જ્યારે 25 વર્ષની તેની ગર્લફ્રેન્ડનો હાથ પકડવાનું નથી ભૂલતો. યુઝર્સ કહી રહ્યા છે કે અહીં આમા બાળક અગસ્ત્ય છે કે પછી માહિકા જેનો ખરેખર હાર્દિકે હાથ પકડવો જોઈએ.

દિકરાને છુટો મુક્યો પણ ગર્લફ્રેન્ડનો હાથ પકડવાનું ના ભૂલ્યો

અનેક યુઝર્સે આ વીડિયો પર કમેન્ટ કરી છે તેના પર એક યુઝરે લખ્યું છે કે હાર્દિકે જાહેરમાં તેના ગર્લફ્રેન્ડનો હાથ પકડવાને બદલે તેના 5 વર્ષના બાળકનો હાથ પકડવો જોઈએ. કેટલાક લોકોએ આ વર્તનને અસંવેદનશીલ ગણાવ્યું છે. હાર્દિકે તેના પુત્રને જે રીતે આગળ ચાલવા માટે હાથથી ધક્કો મારી રહ્યો છે તે યોગ્ય નહોતું. એક વ્યક્તિએ કટાક્ષમાં લખ્યું, “દીકરો એકલો ચાલી શકે છે, પણ ગર્લફ્રેન્ડનો હાથ છુટવો ના જોઈએ.”

હાર્દિક અને માહિકા ઘણીવાર હાથમાં હાથ નાખીને ચાલતા જોવા મળે છે. જોકે, ક્રિકેટરનો આ વીડિયો હવે તેને જ ટ્રોલિંગનો શિકાર બનાવી રહ્યો છે . હાર્દિકે હજુ સુધી જાહેર ટ્રોલિંગનો જવાબ આપ્યો નથી. આ દરમિયાન, અગસ્ત્ય તેના પિતા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તેનો માહિકા સાથે પણ સારો સંબંધ હોવાનું જણાય છે. ગઈકાલે રાત્રે થયેલી મેચ દરમિયાન, માહિકા હાર્દિકના પુત્રની સંભાળ રાખતી જોવા મળી હતી. હાર્દિકના પહેલા લગ્ન નતાશા સ્ટેનકોવિક સાથે થયા હતા. તેમનો પુત્ર, અગસ્ત્ય, પાંચ વર્ષનો છે. છૂટાછેડા પછી, તેઓ તેમના પુત્રનું પાલન કરી રહ્યા છે.

નોંધ: અહીં આપેલ વીડિયોની TV9 Gujarati પુષ્ટિ કરતુ નથી, આ એક વાયરલ વીડિયો છે

IPL 2026: લાંબી લાંબી સિક્સર મારનાર Vibhav Suryavanshi ક્યાંથી લાવે છે તાકાત? જાણો સ્પેશિય Diet વિશે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
g clip-path="url(#clip0_868_265)">