IPL 2024 : મોદી સ્ટેડિયમમાં દર્શકોએ હાર્દિક પંડ્યાને ચીડવ્યો ! જોરશોરથી લાગ્યા રોહિત-રોહિતના નારા, Video

આ વખતે હાર્દિક પંડ્યા મુંબઈ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. ત્યારે ગુજરાત સામેની મેચ દરમિયાન જેવો તે ટોસ માટે મેદાનમાં આવ્યો, દર્શકોએ તેને ઉગ્ર રીતે ચીડવ્યો હતો. ચાહકોએ પંડ્યાની સામે રોહિત-રોહિતના નારા પણ લગાવ્યા હતા. તેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

IPL 2024 : મોદી સ્ટેડિયમમાં દર્શકોએ હાર્દિક પંડ્યાને ચીડવ્યો ! જોરશોરથી લાગ્યા રોહિત-રોહિતના નારા, Video
Hardik Pandya
Follow Us:
| Updated on: Mar 24, 2024 | 11:45 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની મેચ દરમિયાન એક વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું હતું. આ મેચ ગુજરાત ટાઇટન્સ (GT) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની વચ્ચે રમાઈ હતી. જેમાં મુંબઈની હાર થઈ છે. આ વખતે હાર્દિક પંડ્યા મુંબઈ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે.

પરંતુ આ મેચ દરમિયાન જેવો તે ટોસ માટે મેદાનમાં આવ્યો, દર્શકોએ તેને ઉગ્ર રીતે ચીડવ્યો હતો. ચાહકોએ પંડ્યાની સામે રોહિત-રોહિતના નારા પણ લગાવ્યા હતા. તેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
બિહારી અને ઈન્દોરી પૌઆમાં શું અંતર છે? સ્વાદના ચટાકાથી જ તમે જાણી શકશો
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
પહેલા મગર તો હવે સાપ વાળો નેકલેસ પહેરી Cannesમાં ઉતરી ઉર્વશી રૌતેલા, જુઓ-Photo
આજનું રાશિફળ તારીખ : 20-05-2024

પંડ્યા તેની જૂની ટીમની સામે છે

આ મેચમાં હાર્દિક પંડ્યાનો સામનો તેની જૂની ટીમ ગુજરાત ટાઇટન્સ સાથે થયો હતો અને હાર્દિકની ટીમ મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિકના નેતૃત્વમાં ગુજરાત ટાઇટન્સે તેની ડેબ્યૂ સીઝન (2022)માં ટાઇટલ જીત્યું હતું, જ્યારે છેલ્લી વખત આ ટીમ રનર્સઅપ રહી હતી.

જો કે, હાર્દિક આ સિઝનમાં ફરીથી મુંબઈની ટીમ સાથે જોડાયો છે. તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સે હાર્દિકના સ્થાને શુભમન ગીલને પોતાના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે, જેની પાસે કેપ્ટનશિપનો બહુ ઓછો અનુભવ છે. આવી સ્થિતિમાં જ્યારે પંડ્યા મેદાન પર આવ્યો ત્યારે ગુજરાતના ચાહકોએ પંડ્યાને જોરદાર ચીડવ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">