DC vs MI Live Score, IPL 2022 Highlights : લલિત યાદવ અને અક્ષર પટેલે દિલ્હી કેપિટલ્સને અપાવી શાનદાર જીત

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 7:20 PM

Delhi Capitals vs Mumbai Indians Live Score Highlights in Gujarati: મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત આઈપીએલ વિજેતા ટીમ છે. દિલ્હી કેપિટલ્સ હજુ પણ પ્રથમ ટાઈટલની રાહ જોઈ રહી છે.

DC vs MI Live Score, IPL 2022 Highlights : લલિત યાદવ અને અક્ષર પટેલે દિલ્હી કેપિટલ્સને અપાવી શાનદાર જીત
delhi capitals vs mumbai indians live score ipl 2022 match scorecard online

DC vs MI Live Score, IPL 2022 : IPL 2022ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો છે. આ મેચ બ્રેબોર્ન, ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયાના મેદાનમાં છે. રોહિત શર્માની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખતની આઈપીએલ વિજેતા ટીમ છે. ઋષભ પંતની કપ્તાનીવાળી દિલ્હી કેપિટલ્સે 2018થી શાનદાર રમત બતાવી છે પરંતુ હજુ સુધી એક પણ ટ્રોફી તેના ભાગમાં આવી નથી. દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ( mumbai indians)ની પ્રથમ મેચ રસપ્રદ રહેવાની આશા છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Mar 2022 07:17 PM (IST)

    દિલ્હીની જીત માટે અક્ષરે વિજયી ચોગ્ગો ફટકાર્યો

  • 27 Mar 2022 07:15 PM (IST)

    અક્ષર-લલિતની ચોગ્ગા-છગ્ગા વાળી

    18 મી ઓવર લઇને આવેલ ડેનિયલ સેમ્સની ઓવરમાં પ્રથમ બોલે અક્ષર પટેલે છગ્ગો ફટકાર્યો હતો. ત્યાર બાદ ત્રીજા બોલે લલિત યાદવે છગ્ગો ફટકાર્યો હતો. ચોથા બોલે ચોગ્ગો ફટકાર્યો હતો. જ્યારે અંતિમ બોલ પર ફરીથી છગ્ગો ફટકાર્યો હતો. આ ઓવરમાં દિલ્હીને 24 રન મળ્યા હતા અને બાજી દિલ્હીના પક્ષમાં થઇ ગઇ હતી.

  • 27 Mar 2022 07:13 PM (IST)

    દિલ્હીને વધુ એક ચોગ્ગો મળ્યો

    બેસિલ થમ્પીએ 17મી ઓવરના છેલ્લા બોલ પર બીજો ચોગ્ગો ખાધો. થમ્પીએ આ બોલ લેગ-સ્ટમ્પ પર લલિતના પગ પર ફેંક્યો, જે તેના શૂઝ સાથે અથડાઈ ગયો અને વિકેટકીપર પંતને ફટકારતી વખતે ચાર રન સુધી ગયો હતો.

  • 27 Mar 2022 07:09 PM (IST)

    અક્ષર પટેલને જીવનદાન મળ્યું

    17મી ઓવરના પહેલા જ બોલ પર અક્ષર પટેલને જીવનદાન મળ્યું હતું. બેસિલ થમ્પીના બોલ પર પટેલે શોટ રમ્યો અને બોલ ટિમ ડેવિડના હાથમાં ગયો પરંતુ ડેવિડ કેચ પકડી શક્યો નહીં.  મુંબઈએ પણ રન આઉટની તક છોડી દીધી હતી.

  • 27 Mar 2022 07:02 PM (IST)

    અક્ષર પટેલે સિક્સર ફટકારી

    16મી ઓવર લાવનાર જસપ્રીત બુમરાહને અક્ષલ પટેલે સિક્સર વડે આવકાર્યો છે. પહેલા જ બોલ પર પટેલે છ રનમાં બોલને લોંગ ઓન પર મોકલ્યો હતો.

  • 27 Mar 2022 07:01 PM (IST)

    લલિતે ચોગ્ગો ફટકાર્યો

    લલિત યાદવે 15મી ઓવરનો અંત ફોર સાથે કર્યો. ટાઇમલ મિલ્સે ધીમો બોલ ફેંક્યો, જેના પર લલિતે ચાર રન માટે વધારાના કવર્સ પર બોલ મોકલ્યો.

  • 27 Mar 2022 06:57 PM (IST)

    લલિત યાદવે છગ્ગો ફટકાર્યો

    લલિત યાદવે 14મી ઓવરના છેલ્લા બોલે સિક્સર ફટકારી હતી. બેસિલ થમ્પીનો આ બોલ થોડો શોર્ટ હતો, જેના પર લલિતે તેને પુલ કરી ડીપ સ્ક્વેર લેગ બાઉન્ડ્રીની બહાર મોકલી દીધો.

  • 27 Mar 2022 06:47 PM (IST)

    દિલ્હી કેપિટલ્સની છઠ્ઠી વિકેટ પડી

    શાર્દુલ ઠાકુર 22 રન બનાવીને આઉટ થયો

  • 27 Mar 2022 06:41 PM (IST)

    DC vs MI, IPL 2022 :દિલ્હી કેપિટલ્સનો સ્કોર 100 રનને પાર

    દિલ્હી કેપિટલ્સે 13મી ઓવરમાં પોતાના 100 રન પૂરા કર્યા. શાર્દુલ ઠાકુરે 13મી ઓવરના છેલ્લા બોલ પર ડેનિયલ સેમ્સને ચોગ્ગો ફટકારીને દિલ્હી કેપિટલ્સને 100ની પાર પહોંચાડી દીધી હતી. સેમ્સની આ ઓવરમાં દિલ્હીનો સ્કોર 9 રન હતો.

  • 27 Mar 2022 06:37 PM (IST)

    દિલ્હી કેપિટલ્સનો સ્કોર: 94/5 (12 ઓવર)

    મુરુગન અશ્વિને 12મી ઓવરમાં માત્ર 3 રન આપ્યા હતા. દિલ્હી કેપિટલ્સ સ્કોર: 94/5 (12 ઓવર) લલિત યાદવ: 14 શાર્દુલ ઠાકુર: 15 (લક્ષ્ય: 178)

  • 27 Mar 2022 06:31 PM (IST)

    દિલ્હી કેપિટલ્સની અડધી ટીમ પેવેલિયનમાં, સ્કોર 72/5

    દિલ્હી કેપિટલ્સની ટીમે 72 રનના કુલ સ્કોર પર તેની 5મી વિકેટ ગુમાવી દીધી હતી. રોવમેન પોવેલને બેસિલ થમ્પીના હાથે ડેનિયલ સેમ્સના હાથે કેચ કરાવીને મુંબઈને 5મી સફળતા અપાવી હતી. થમ્પીએ તેની એક ઓવરમાં 3 બોલમાં 2 વિકેટ ઝડપી હતી.

  • 27 Mar 2022 06:28 PM (IST)

    દિલ્હીને પાંચમો ઝટકો લાગ્યો, રોવમેન પોવેલ પણ પેવેલિયન પરત ફર્યો

  • 27 Mar 2022 06:26 PM (IST)

    ઇશાન કિશન સ્વસ્થ થઈને મેદાન પર પાછા ફર્યો

    ઈશાન કિશન પાછો ફર્યો છે અને હવે તે વિકેટકીપિંગ કરી રહ્યો છે. ઈશાન કિશનને ઈજા થઈ હતી અને તેથી જ તે બહાર થઈ ગયો હતો. હવે સ્વસ્થ થઈને મેદાન પર પાછા ફર્યો

  • 27 Mar 2022 06:24 PM (IST)

    પૃથ્વી શો 38 રન બનાવીને આઉટ

    દિલ્હીએ 72ના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી હતી,પૃથ્વી શો 38 રન બનાવીને આઉટ થયો હતો.પૃથ્વી શો 10મી ઓવરના બીજા બોલ પર આઉટ થયો હતો.  વિકેટકીપર ઈશાન કિશને તેનો શાનદાર કેચ લીધો. શોએ 24 બોલમાં 38 રન બનાવ્યા હતા.

  • 27 Mar 2022 06:21 PM (IST)

    9 ઓવર પછી દિલ્હીનો સ્કોર 70/3 છે.

    ઓપનર પૃથ્વી શો અને લલિત યાદવ દિલ્હી કેપિટલ્સની ઇનિંગ્સને ઉંચી લાવવામાં વ્યસ્ત છે. દિલ્હીએ 9 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 70 રન બનાવ્યા છે. મુંબઈ તરફથી સ્પિનર ​​મુરુગન અશ્વિને 3 ઓવરમાં 2 વિકેટ ઝડપી છે.

  • 27 Mar 2022 06:15 PM (IST)

    DC vs MI, IPL 2022 : 8 ઓવર પછી દિલ્હીનો સ્કોર 62 રન

    પૃથ્વી શો: 33 લલિત યાદવ : 4 દિલ્હી કેપિટલ્સ સ્કોર: 62/3 (ટારગેટ: 178)

  • 27 Mar 2022 06:11 PM (IST)

    દિલ્હી કેપિટલ્સનો સ્કોર: 58/3

    ડેનિયલ સેમ્સના બીજા અને ત્રીજા બોલ પર પૃથ્વી શૉએ ચોગ્ગા ફટકાર્યા હતા. દિલ્હી કેપિટલ્સ સ્કોર: 58/3

    પૃથ્વી શો: 30 લલિત યાદવ : 3 (ટારગેટ: 178)

  • 27 Mar 2022 06:06 PM (IST)

    દિલ્હીનો પાવરપ્લેમાં સ્કોર 46/3

    મુંબઈ ઈન્ડિયન્સે આપેલા 178 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે પ્રથમ 6 ઓવરમાં 3 વિકેટે 46 રન બનાવ્યા હતા. પૃથ્વી શૉ અને ટિમ સેફર્ટની ઓપનિંગ જોડીએ 30 રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ તે પછી દિલ્હીએ 6 બોલમાં પોતાની 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. મનદીપ સિંહ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો, જ્યારે પંત 2 બોલમાં એક રન બનાવીને આઉટ થયો હતો.

  • 27 Mar 2022 06:01 PM (IST)

    DC vs MI, IPL 2022 : 5 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર 40/3

    શૉ 14 અને લલિત 1 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છેશોએ પાંચમી ઓવરના ત્રીજા બોલમાં મિલ્સના બોલ પર સિક્સર ફટકારી હતી. બોલ શોર્ટ હતો જેને શોએ છ રન માટે મોકલ્યો હતો.

  • 27 Mar 2022 05:57 PM (IST)

    કેપ્ટન ઋષભ પંત પેવેલિયન પરત ફર્યો

    દિલ્હી કેપિટલ્સે એક ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. સ્પિનર ​​મુરુગન અશ્વિને તેની પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર ટિમ સેફર્ટને આઉટ કર્યો હતો. આ પછી એ જ ઓવરના પાંચમા બોલ પર અશ્વિને મનદીપ સિંહને પેવેલિયન મોકલી દીધો. મનદીપ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. દિલ્હીએ 30 રનના કુલ સ્કોર પર પોતાની બંને વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કેપ્ટન ઋષભ પંત પેવેલિયન પરત ફર્યો દિલ્હીએ 3 બોલમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી

  • 27 Mar 2022 05:51 PM (IST)

    DC vs MI, IPL 2022 : ટિમ સેફર્ટ અને મનદીપ સિંહ આઉટ થયા

    મુરુગન અશ્વિને એક જ ઓવરમાં બે વિકેટ લીધી, ટિમ સેફર્ટ અને મનદીપ સિંહ આઉટ થયા

  • 27 Mar 2022 05:48 PM (IST)

    DC vs MI, IPL 2022 : દિલ્હી કેપિટલ્સને પ્રથમ ઝટકો

    પંતની જેમ રોહિતે પણ ચોથી ઓવરમાં સફળતા મળી. મુરુગન અશ્વિને ત્રીજા બોલ પર ટિમ સેફર્ટને આઉટ કર્યો. 3 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર 30 /1 છે

  • 27 Mar 2022 05:43 PM (IST)

    સેફર્ટે ચોગ્ગો ફટકાર્યો

    સેફર્ટે બીજી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો.બીજી ઓવર ફેંકી રહેલા જસપ્રિત બુમરાહના પાંચમા બોલ પર ટિમ સેફર્ટે ફરી ચોગ્ગો ફટકાર્યો હતો

  • 27 Mar 2022 05:38 PM (IST)

    ટિમ સેફર્ટે ચોગ્ગો ફટકાર્યો

    ટિમ સેફર્ટે ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ડેનિયલ સેમ્સ ઑફ-સ્ટમ્પ ઑફ-સ્ટમ્પ ડ્રાઇવ પર ચોગ્ગો ફટકાર્યો. પછીના બોલ પર તેણે   ચોગ્ગો માર્યો.

  • 27 Mar 2022 05:37 PM (IST)

    દિલ્હી કેપિટલ્સનો દાવ શરૂ

    દિલ્હી કેપિટલ્સનો દાવ શરૂ થયો. મુંબઈ તરફથી ડેનિયલ સેમસે પ્રથમ ઓવર ફેંકી હતી. આ ઓવરના ચોથા અને પાંચમા બોલ પર ટિમ સેફર્ટે ચોગ્ગા ફટકાર્યા હતા. દિલ્હી કેપિટલ્સ સ્કોર: 12/0

  • 27 Mar 2022 05:17 PM (IST)

    મુંબઈએ દિલ્હીને 178 રનનો ટાર્ગેટ આપ્યો

    મુંબઈ ઈન્ડિયન્સે ઈશાન કિશનના અણનમ 81 રનની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 177 રન બનાવ્યા હતા. ઈશાને 48 બોલમાં 11 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. દિલ્હી કેપિટલ્સને 178 રનનો ટાર્ગેટ છે. દિલ્હી કેપિટલ્સ તરફથી કુલદીપ યાદવે 3 જ્યારે ખલીલ અહેમદે 2 વિકેટ ઝડપી હતી.

  • 27 Mar 2022 05:09 PM (IST)

    ખલીલને વિકેટ મળી

    ખલીલ અહેમદે 19મી ઓવરના અંતે દિલ્હીને સફળતા અપાવી હતી. તેણે છેલ્લા બોલ પર ટિમ ડેવિડને આઉટ કર્યો.

  • 27 Mar 2022 05:05 PM (IST)

    ઈશાન કિશને ખલીલનું ચોગ્ગાથી સ્વાગત કર્યું

    ઈશાન કિશને 19મી ઓવરમાં આવેલા ખલીલ અહેમદના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. બોલ શોર્ટ હતો અને કિશને તેને ડીપ સ્ક્વેર લેગ પર શાનદાર રીતે ફટકાર્યો અને ફોર લીધો.

  • 27 Mar 2022 05:01 PM (IST)

    ઈશાન કિશનનો શાનદાર ચોગ્ગો

    ઈશાન કિશને 17મી ઓવરના પાંચમા બોલ પર બીજો ચોગ્ગો ફટકાર્યો. અક્ષર પટેલે ઓફ-સ્ટમ્પની બહાર બોલને ફટકાર્યો.ઈશાન બોલ પાસે ગયો અને ચાર રન પર બોલને લોંગ ઓન તરફ મોકલ્યો.

  • 27 Mar 2022 04:57 PM (IST)

    ઈશાન કિશને છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી

    ઈશાન  કિશને 16મી ઓવરના બીજા બોલે પર સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી.

  • 27 Mar 2022 04:50 PM (IST)

    કિરોન પોલાર્ડ ત્રણ રન બનાવીને આઉટ થયો

  • 27 Mar 2022 04:40 PM (IST)

    DC vs MI, IPL 2022 : ખલીલે તિલક વર્માને 22 રનના સ્કોર પર પેવેલિયન મોકલાયો

    ખલીલે 15મી ઓવરના બીજા બોલ પર તિલક વર્માને આઉટ કર્યો હતો. તિલકે ઓફ સ્ટમ્પની બહાર બોલને સ્લેશ કર્યો પરંતુ પૃથ્વી શોએ તેનો કેચ પકડ્યો.

  • 27 Mar 2022 04:39 PM (IST)

    મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 100 રનને પાર

    14મી ઓવરના છેલ્લા બોલ પર ઈશાન કિશને ચોગ્ગો ફટકાર્યો હતો.તિલક વર્મા 18 અને ઈશાન કિશન 45 રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યા છે.મુંબઈએ 14 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 113 રન બનાવ્યા છે.

  • 27 Mar 2022 04:32 PM (IST)

    તિલકે શાનદાર ચોગ્ગો ફટકાર્યો

    તિલક વર્મા ઉપરા ઉપરી ચોગ્ગો ફટકારી રહ્યો છે 13મી ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર ઉપરા ઉપરી ચોગ્ગો ફટરાર્યા છે

  • 27 Mar 2022 04:30 PM (IST)

    કુલદીપ યાદવ ખૂબ જ સારી બોલિંગ કરી રહ્યો છે

    કુલદીપ યાદવ અત્યારે ખૂબ જ સારી બોલિંગ કરી રહ્યો છે. કુલદીપે પોતાની ત્રીજી ઓવરના ચોથા બોલ પર અનમોલપ્રીત સિંહને લલિત યાદવના હાથે કેચ કરાવીને દિલ્હીને બીજી સફળતા અપાવી હતી. દિલ્હીની બીજી વિકેટ 83 રનના કુલ સ્કોર પર પડી હતી. મુંબઈએ 12 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 91 રન બનાવ્યા છે.

  • 27 Mar 2022 04:23 PM (IST)

    DC vs MI, IPL 2022 : મુંબઈને ઈન્ડિયન્સને બીજો ઝટકો લાગ્યો

    કુલદીપ યાદવે દિલ્હીને બીજી સફળતા અપાવી, અનમોલપ્રીત આઉટ

  • 27 Mar 2022 04:20 PM (IST)

    DC vs MI, IPL 2022 : ઈશાન કિશને ચોગ્ગો ફટકાર્યો

    ઈશાન કિશને 10મી ઓવરના ત્રીજા બોલ પર શાનદાર ચોગ્ગો ફટર્યો હતો, ઈશાન કિશન 32 અનમોલપ્રીત 5 રન બનાવી રમી રહ્યા છેમુંબઈનો સ્કોર 80/1

  • 27 Mar 2022 04:14 PM (IST)

    રોહિત શર્મા પેવેલિયન પરત ફર્યો

  • 27 Mar 2022 04:11 PM (IST)

    DC vs MI, IPL 2022 : 8 ઓવર બાદ મુંબઈનો સ્કોર 65

    રોહિત શર્માએ 8મી ઓવરના ચોથા બોલ પર શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો,રોહિત 39 અને ઈશાન કિશન 25 રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યા છે

  • 27 Mar 2022 04:08 PM (IST)

    DC vs MI, IPL 2022 : કુલદીપ દિલ્હી તરફથી ડેબ્યૂ કરી રહ્યો છે

    પંતે કુલદીપ યાદવને સાતમી ઓવર આપી. કુલદીપ દિલ્હી તરફથી ડેબ્યૂ કરી રહ્યો છે. પહેલા તે કોલકાતામાં રમતો હતો.

  • 27 Mar 2022 04:07 PM (IST)

    DC vs MI, IPL 2022 :પાવરપ્લે પછી મુંબઈનો સ્કોર

    મુંબઈની ઈનિંગ્સ છ ઓવર પૂરી થઈ ગઈ છે અને આ સાથે જ પાવરપ્લે પૂરો થઈ ગયો છે. પાવરપ્લેમાં મુંબઈએ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 53 રન બનાવી લીધા છે. કેપ્ટન રોહિત શર્મા શાનદાર બેટિંગ કરી રહ્યો છે અને ઈશાન કિશન તેને સપોર્ટ કરી રહ્યો છે.

  • 27 Mar 2022 04:04 PM (IST)

    રોહિત શર્માનો શાનદાર શોટ

    રોહિતે છઠ્ઠી ઓવરના પાંચમા બોલ પર શ્રેષ્ઠ શોટ રમ્યો હતો. રોહિતે આગળ વધીને ચાર રન માટે બોલને એક્સ્ટ્રા કવર તરફ મોકલ્યો.

  • 27 Mar 2022 03:51 PM (IST)

    રોહિત શર્મા ચોગ્ગાનો વરસાદ કરી રહ્યા છે

    પાંચમી ઓવર લાવનાર કમલેશ નાગરકોટીનું રોહિતે ચોગ્ગા સાથે સ્વાગત કર્યું હતું. બોલ ઓફ-સ્ટમ્પની બહાર હતો જેના પર રોહિતે કટ કર્યો અને બોલને ચાર રન માટે મોકલ્યોરોહિત શર્મા 17 બોલમાં 25 રન બનાવી રમી રહ્યો છે, 5 ઓવર પછી મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 48/0

  • 27 Mar 2022 03:44 PM (IST)

    ઈશાન કિશનનો ઓવરના છેલ્લા બોલ પર શાનદાર શોર્ટ

    3 ઓવર પુરી થયા બાદ મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર કોઈપણ નુકશાન વગર 25 રન પર પહોંચ્યો છે

  • 27 Mar 2022 03:40 PM (IST)

    2 ઓવર પછી મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 16 રન

    બીજી ઓવરના પાંચમા બોલ પર ઈશાન કિશને ચોગ્ગો ફટકાર્યો હતો. ખલીલ અહેમદે બોલને ઓવરપીચ કર્યો અને કિશને તેને કવર અને મિડ-ઓન દ્વારા ચાર રન માટે મોકલ્યો.

  • 27 Mar 2022 03:37 PM (IST)

    રોહિત શર્માએ સિકસ ફટકારી

    રોહિત શર્મા પ્રથમ ઓવરનો અંત સિક્સર સાથે કરે છે.  રોહિત છ રન માટે મિડ-ઓન પર શોટ મોકલે છે. પ્રથમ ઓવર બાદ મુંબઈનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 10 રન છે.

  • 27 Mar 2022 03:37 PM (IST)

    રોહિતે ચોગ્ગા સાથે ખાતું ખોલાવ્યું

    રોહિત શર્માએ પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. ઠાકુરનો બોલ લેગ સ્ટમ્પ પર હતો, જેને રોહિતે ફ્લિક કરીને ચાર રન પર  પર મોકલ્યો.

  • 27 Mar 2022 03:35 PM (IST)

    મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ શરૂ થઈ, રોહિત અને ઈશાનની જોડીએ ઈનિંગની શરૂઆત કરી

    મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. કેપ્ટન રોહિત શર્માની સાથે વિકેટકીપર ઈશાન કિશન ઓપનર તરીકે મેદાનમાં ઉતર્યો છે. મુંબઈ આ બંને બેટ્સમેન પાસેથી સારી શરૂઆતની અપેક્ષા રાખશે.

  • 27 Mar 2022 03:27 PM (IST)

    બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન એક સાથે

  • 27 Mar 2022 03:26 PM (IST)

    તિલક વર્મા પર સૌની નજર

    મુંબઈની ટીમમાં બધાનું ધ્યાન વધુ એક બેટ્સમેન પર રહેશે. આ ખેલાડી છે તિલક વર્મા. હરાજીમાં મુંબઈએ આ ખેલાડી માટે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે લડાઈ કરી અને પછી તેને 1.70 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

  • 27 Mar 2022 03:17 PM (IST)

    ટિમ ડેવિડ પર નજર

    મુંબઈ ઈન્ડિયન્સે ટિમ ડેવિડને તક આપી છે. સિંગાપોરથી ઓસ્ટ્રેલિયા પહોંચેલા આ બેટ્સમેને BBLમાં જોરદાર બેટિંગ કરીને ચર્ચામાં રહ્યો હતો. હવે જોવાનું એ રહેશે કે તે મુંબઈ સાથે શું કમાલ કરી શકે છે.

  • 27 Mar 2022 03:15 PM (IST)

    દિલ્હીની પ્લેઈંગ ઈલેવન

    દિલ્હી કેપિટલ્સ ટીમઃ રિષભ પંત, પૃથ્વી શો, ટિમ સેફર્ટ, મનદીપ સિંહ, રિષભ પંત, રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, ખલીલ અહેમદ, કુલદીપ યાદવ, કમલેશ નાગરકોટી

  • 27 Mar 2022 03:07 PM (IST)

    દિલ્હી કેપિટલ્સે ટોસ જીત્યો મુંબઈ પહેલા બેટિંગ કરશે

  • 27 Mar 2022 02:59 PM (IST)

    મુંબઈ ઈન્ડિયન્સ બ્રેબોર્ન સ્ટેડિયમ પહોંચી

    મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ 2022 ની તેમની પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ સામે રમવા માટે બ્રેબોર્ન સ્ટેડિયમ પહોંચી ગઈ છે. આ વખતે લીગની તમામ મેચો માત્ર મુંબઈ અને પુણેમાં જ યોજાઈ રહી છે.

  • 27 Mar 2022 02:58 PM (IST)

    DC vs MI પહેલા સચિન તેંડુલકરની એન્ટ્રી

    મુંબઈ ઈન્ડિયન્સના સ્પિનર ​​મુરુગન અશ્વિન દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પહેલા સચિન તેંડુલકર પાસેથી ખાસ ટિપ્સ લેતા જોવા મળ્યા હતા. સચિન મુંબઈની ટીમના મેન્ટરની ભૂમિકા ભજવે છે. તે આ ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે.

  • 27 Mar 2022 02:57 PM (IST)

    DC vs MI, IPL 2022:બ્રેબોર્ન સ્ટેડિયમમાં ટક્કર થશે

    IPL 2022ની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ બ્રેબોર્ન સ્ટેડિયમમાં ટકરાશે. લાંબા સમય બાદ આ સ્ટેડિયમમાં IPL મેચ યોજાઈ રહી છે. આ મેદાન ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા હેઠળ આવે છે. વાનખેડે સ્ટેડિયમ પહેલા આ મેદાનમાં ઘણી આંતરરાષ્ટ્રીય મેચો રમાય છે.

Published On - Mar 27,2022 2:54 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">