AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs MI: શિવમ દુબેએ છોડ્યો સીઝનનો સૌથી આસાન કેચ, એ પછીના બે બોલ બાદ થયો ખેલ, એક જ ઓવરમાં મોટો ઉલટફેર

મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં CSKના શિવમ દુબેએ નમન ધીરનો એકદમ આસાન કેચ છોડ્યો. એ પછી બે બોલમાં જ ખેલ થઈ ગયો.

CSK vs MI: શિવમ દુબેએ છોડ્યો સીઝનનો સૌથી આસાન કેચ, એ પછીના બે બોલ બાદ થયો ખેલ, એક જ ઓવરમાં મોટો ઉલટફેર
| Updated on: May 02, 2026 | 9:19 PM
Share

IPL 2026 નો 44મો મુકાબલો અને મેદાન પર આમને-સામને હતા ક્રિકેટ જગતના બે દિગ્ગજ હરીફો Chennai Super Kings (CSK) અને Mumbai Indians (MI). ચેન્નઈના મેદાન પર રમાઈ રહેલી આ મેચમાં ભારે રસાકસી જોવા મળી. જેમા અસલી ડ્રામા રમતની 7મી ઓવરમાં જોવા મળ્યો.

CSK ના સ્ટાર લેગ સ્પિનર નૂર અહેમદને આ ઓવર સોંપવામાં આવી હતી. ઓવરના બીજા જ બોલે મેદાન પર હાજર તમામ ફેન્સને ચોંકાવી દીધા. 95.2 કિમી પ્રતિ કલાકની ઝડપે આવેલા બોલ પર MI ના બેટ્સમેન નમન ધીરે કટ શોટ રમવાનો પ્રયત્ન કર્યો. બોલ બેટની ધાર લઈને સીધો શોર્ટ થર્ડ મેન પર ઉભેલા શિવમ દુબેના હાથમાં ગયો. ક્રિકેટની ભાષામાં જેને ‘લોલીપોપ’ કેચ કહેવાય, તેટલો આ આસાન મોકો હતો. પરંતુ, નસીબ જોગે દુબેના હાથમાંથી બોલ છટકી ગયો અને તેણે સીઝનનો સૌથી સરળ કેચ ડ્રોપ કરી દીધો.

આ ભૂલથી મેદાનમાં સન્નાટો છવાઈ ગયો કારણ કે આ જીવનદાન CSK ને મોંઘું પડી શકતું હતું. પરંતુ, નૂર અહેમદ એ હિંમત ન હારી અને શાનદાર વાપસી કરી. માત્ર બે બોલ પછી એટલે કે ઓવરના ચોથા બોલે તેણે પોતાનો જાદુ ચલાવ્યો. નૂર એ એક તેજ લેગ સ્પિન ફેંકી, જેને સમજવામાં રાયન રિકેલ્ટન થાપ ખાઈ ગયા. રિકેલ્ટને આ નીચા રહેલા બોલ પર સ્લોગ સ્વીપ મારવાની કોશિશ કરી, પણ બોલ બેટના ઉપરના ભાગે લાગીને હવામાં ઉછળ્યો. ત્યાં હાજર ઉર્વિલ પટેલે કોઈ પણ ભૂલ કર્યા વગર એક શાનદાર કેચ પકડી લીધો.

રિકેલ્ટન 24 બોલમાં 37 રનની આક્રમક ઇનિંગ રમીને પેવેલિયન ભેગા થયા. ઉલ્લેખનીય છે કે, રિકેલ્ટને તેની છેલ્લી મેચમાં જ SRH સામે અણનમ 123 રનની શાનદાર સેન્ચુરી ફટકારી હતી. આમ, એક જ ઓવરમાં કેચ ડ્રોપ થવાથી લઈને મહત્વની વિકેટ લેવા સુધીનો હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો, જેણે મેચમાં નવો વળાંક લાવી

Happy Birthday Gujarat: સોલંકી યુગના સુવર્ણકાળથી લઈને આધુનિક ગુજરાત મોડેલ સુધી કેટલુ બદલાયુ ગુજરાત?

Follow Us
રાજકોટ આજી ડેમમાં મોટી દુર્ઘટના, ચાર વ્યક્તિ પાણીમાં ડૂબ્યા
રાજકોટ આજી ડેમમાં મોટી દુર્ઘટના, ચાર વ્યક્તિ પાણીમાં ડૂબ્યા
અંબાજી ગબ્બર માર્ગ પર શ્રદ્ધાળુઓ 'અસુરક્ષિત'! વીડિયો થયો 'વાયરલ'
અંબાજી ગબ્બર માર્ગ પર શ્રદ્ધાળુઓ 'અસુરક્ષિત'! વીડિયો થયો 'વાયરલ'
મહીસાગર શિક્ષણ વિભાગનો ફિયાસ્કો: પરીક્ષા પછી ધો. 10 ની પોથીઓનું વિતરણ
મહીસાગર શિક્ષણ વિભાગનો ફિયાસ્કો: પરીક્ષા પછી ધો. 10 ની પોથીઓનું વિતરણ
કર્મચારીઓ સામે અધિકારીઓ ઝૂક્યા! PDU સિવિલમાં મામલો થાળે પડ્યો
કર્મચારીઓ સામે અધિકારીઓ ઝૂક્યા! PDU સિવિલમાં મામલો થાળે પડ્યો
વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ
વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ
અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ વિડિયો
અમદાવાદના નવા મેયર માટે આ ચાર નામ આવ્યા ચર્ચામાં, જુઓ વિડિયો
ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી
ગોત્રી હોસ્પિટલમાં એક દર્દીને અન્ય દર્દીના બ્લડ ગ્રુપની બોટલ ચઢાવી
ભાજપના પરાજિત ઉમેદવારને જાહેરમાં તલવાર બતાવવી ભારે પડી
ભાજપના પરાજિત ઉમેદવારને જાહેરમાં તલવાર બતાવવી ભારે પડી
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ વિડિયો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, મિત્રો તરફથી ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">