IPL 2022 માં ધૂમ મચાવી રહેલા આ 2 યુવા બોલરોની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી થશે! દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં તક મળી શકે છે

IPL 2022 : લીગમાં ઘણા યુવા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ ખેલાડીઓના પ્રદર્શન પરથી આશા રાખવામાં આવે છે કે તેમને દક્ષિણ આફ્રિકા અને આયર્લેન્ડ સામેની શ્રેણીમાં તક આપવામાં આવી શકે છે.

IPL 2022 માં ધૂમ મચાવી રહેલા આ 2 યુવા બોલરોની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી થશે! દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં તક મળી શકે છે
Umran Malik (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 7:36 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં ઘણા યુવા ખેલાડીઓએ પોતાના પ્રદર્શનથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ યુવા ખેલાડીઓના પ્રદર્શનને જોતા એવું માનવામાં આવે છે કે તેમને દક્ષિણ આફ્રિકા અને આયર્લેન્ડ સામેની શ્રેણીમાં તક આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે દક્ષિણ આફ્રિકા શ્રેણીમાં કયા બે યુવા બોલરોને ટીમમાં તક મળી શકે છે.

આ યુવા ખેલાડીઓને આફ્રિકા સીરિઝમાં તક મળી શકે છે

ઉમરાન મલિક (Umran Malik) અને અર્શદીપ સિંહ (Arshdeep Singh) ને દક્ષિણ આફ્રિકા (Cricket South Africa) ની T20 શ્રેણીમાં તક મળી શકે છે. બંને ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ઉમરાન મલિકે IPL માં પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ઉમરાન મલિક આ સિઝનમાં સતત 145 KMPHની ઝડપે બોલિંગ કરી રહ્યો છે. તેની ઝડપને કારણે તેને દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયામાં તક મળી શકે છે. ઉમરાન મલિકે આ સિઝનમાં બીજો સૌથી ઝડપી બોલ (152.4 KMPH) પણ ફેંક્યો છે.

આ સિવાય તેણે આ સિઝનમાં 8 મેચમાં 15 વિકેટ ઝડપી છે. તો બીજી તરફ તેણે આ સિરીઝમાં એક જ મેચમાં 5 વિકેટ ઝડપવાની સિદ્ધી પણ મેળવી છે. બીજી તરફ અર્શદીપ સિંહની વાત કરીએ તો તેણે આ સિઝનમાં પોતાની ડેથ બોલિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. ડેથ ઓવરોમાં તે સતત સારી બોલિંગ કરી રહ્યો છે. તેની ડેથ બોલિંગને કારણે કાગિસન રબાડા જેવા ખેલાડીઓ પણ તેના વખાણ કરી રહ્યા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

ટીમ ઇન્ડિયાને મળશે વધુ વિકલ્પ

જો આ બંને ખેલાડીઓ સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં ટીમમાં સામેલ થાય છે તો તે ટીમ ઈન્ડિયા માટે જ ફાયદાકારક રહેશે. T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયા શક્ય તેટલા વિકલ્પો અપનાવવા માંગે છે. આવી સ્થિતિમાં જો આ ખેલાડીઓ તેમને મળેલી તકોનો ફાયદો ઉઠાવે તો તેમને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં રમવાની તક પણ મળી શકે છે.

આ પણ વાંચો : IPL 2022 RR vs MI Live Streaming: રાજસ્થાન અને મુંબઈની ટક્કર ,જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકો છો

આ પણ વાંચો : IPL 2022: મલિંગાના ક્લબના જોડાયો ઉમેશ યાદવ, IPL ના આ મોટા રેકોર્ડથી એક પગલું દુર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">