IPL 2022: મલિંગાના ક્લબના જોડાયો ઉમેશ યાદવ, IPL ના આ મોટા રેકોર્ડથી એક પગલું દુર

IPL 2022 : કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે (Umesh Yadav) દિલ્હી સામે રમાયેલી મેચમાં 4 ઓવર નાંખીને 24 રન આપીને 3 મહત્વની વિકેટ લીધી હતી.

IPL 2022: મલિંગાના ક્લબના જોડાયો ઉમેશ યાદવ, IPL ના આ મોટા રેકોર્ડથી એક પગલું દુર
Umesh Yadav (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 5:46 PM

કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ના ફાસ્ટ બોલર ઉમેશ યાદવે (Umesh Yadav) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં એક મોટી સિદ્ધિ મેળવી છે. તે ગુરુવારે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામેની મેચમાં ઈનિંગના પહેલા જ બોલ પર વિકેટ લઈને શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગા (Lasith Malinga) ની ક્લબમાં જોડાઈ ગયો છે. આ ત્રીજી વખત છે જ્યારે ઉમેશ યાદવને IPL માં ઇનિંગના પહેલા જ બોલ પર વિકેટ મળી છે. આ પહેલા ત્રણ બોલર લસિથ મલિંગા, અશોક ડિંડા અને પ્રવીણ કુમાર પણ 3-3 વખત આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. આવી સ્થિતિમાં ઉમેશે ત્રણેયની બરાબરી કરીને પોતાની ક્લબમાં પ્રવેશ કર્યો છે.

અત્યાર સુધી એકપણ બોલરે 4 વાર આવી સિદ્ધી નથી મેળવી

હવે જો ઉમેશ યાદવ વધુ એક વખત ઇનિંગ્સના પ્રથમ બોલ પર વિકેટ મેળવી લે છે તો આ ત્રણેય દિગ્ગજ ખેલાડીઓને હરાવીને તે IPL નો આ મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ બોલરે ઈનિંગના પ્રથમ બોલ પર 4 વખત વિકેટ લીધી નથી. ઉમેશ યાદવ આ મોટા રેકોર્ડથી માત્ર એક ડગલું દૂર છે.

આ પણ વાંચો

9 બોલરોએ અત્યાર સુધી 2-2 વાર આ સિદ્ધી મેળવી છે

આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી 9 બોલર એવા છે જેમણે 2 વખત ઈનિંગના પ્રથમ બોલ પર વિકેટ લીધી છે. આ બોલરો છે ટ્રેન્ટ બોલ્ટ, પેટ કમિન્સ, હરભજન સિંહ, ઝહીર ખાન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, એલ્બી મોર્કેલ, ડર્ક નેન્સ અને ઈરફાન પઠાણ. આ સિવાય 2 બોલર અંકિત શર્મા અને જોફ્રા આર્ચરે પણ 1-1 વખત આ સિદ્ધિ મેળવી છે.

2 સ્પિનરો જ પહેલા બોલ પર વિકેટ લઇ ચુક્યા છે

આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર 2 સ્પિનરો જ ઈનિંગના પ્રથમ બોલ પર વિકેટ લઈ શક્યા છે. આ બોલર ઓફ સ્પિનર ​​હરભજન સિંહ અને ડાબોડી સ્પિનર ​​અંકિત શર્મા છે. હરભજન સિંહે આ કારનામું 2 વાર કર્યું છે. જ્યારે અંકિત માત્ર એક જ વાર ઇનિંગના પ્રથમ બોલ પર વિકેટ લઈ શક્યો છે.

દિલ્હીએ કોલકાતાને 4 વિકેટે હરાવ્યું

ગુરુવારે રમાયેલી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે 9 વિકેટે 146 રન બનાવ્યા હતા. ટીમ માટે નીતીશ રાણાએ 34 બોલમાં 57 રન અને સુકાની શ્રેયસ અય્યરે 37 બોલમાં 42 રન બનાવ્યા હતા. જ્યારે દિલ્હીના સ્પિનર ​​કુલદીપ યાદવે 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં દિલ્હી કેપિટલ્સે 19 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા અને મેચ 4 વિકેટે જીતી લીધી હતી. ઓપનર ડેવિડ વોર્નરે 26 બોલમાં 42 રન બનાવ્યા હતા.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">