ટ્રેનમાં સામાન ચોરાય તો કોણ કરશે ભરપાઈ ? જાણી લો આ નિયમ

રેલવેએ તેની સુવિધાઓમાં ઘણો સુધારો કર્યો છે. પરંતુ રેલવેએ હજુ ઘણી બાબતોમાં સુધારો કરવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, રેલવેમાં હજુ પણ ચોરી અને લૂંટના કેસમાં ઘટાડો થયો નથી. જો તમે રેલ્વેમાં મુસાફરી કરી રહ્યા હોવ અને તમારો સામાન ચોરાઈ જાય તો આ માટે જવાબદાર તમે છો કે રેલવે તે અંગે અમે તમને આ લેખમાં જાણકારી આપીશું.

ટ્રેનમાં સામાન ચોરાય તો કોણ કરશે ભરપાઈ ? જાણી લો આ નિયમ
Train
Follow Us:
| Updated on: Apr 28, 2024 | 6:56 PM

લોકો મોટાભાગે લાંબા અંતરની મુસાફરી રેલવેમાં કરતા હોય છે. રેલવેમાં લોકોને ઘણી સુવિધાઓ મળે છે. ભારતીય રેલવેમાં દરરોજ લગભગ 3 કરોડ મુસાફરો મુસાફરી કરે છે. ભારતીય રેલવે વિશ્વની ચોથી સૌથી મોટી રેલવે વ્યવસ્થા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવેમાં મુસાફરી કરતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

કારણ કે રેલવેએ તેની સુવિધાઓમાં વધુ સુધારો કર્યો છે. પરંતુ રેલવેએ હજુ ઘણી બાબતોમાં સુધારો કરવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, રેલવેમાં હજુ પણ ચોરી અને લૂંટના કેસમાં ઘટાડો થયો નથી. જો તમે રેલ્વેમાં મુસાફરી કરી રહ્યા હોવ અને તમારો સામાન ચોરાઈ જાય તો આ માટે જવાબદાર તમે છો કે રેલવે તે અંગે અમે તમને આ લેખમાં જાણકારી આપીશું.

જો ટ્રેનમાં સામાનની ચોરી થશે તો રેલવે જવાબદાર રહેશે

જો તમે ટ્રેનના રિઝર્વેશન ડબ્બામાં મુસાફરી કરી રહ્યા છો અને કોઈ અસામાજિક તત્વ તમારી વસ્તુઓની ચોરી કરે છે. જેના કારણે તમને આર્થિક નુકશાન થાય છે. તો આવી ઘટનામાં આ જવાબદારી રેલવેની રહેશે. જ્યારે મુસાફરો રિઝર્વેશન કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરતા હોય, ત્યારે તે TTE અને કોચ એટેન્ડન્ટની જવાબદારી છે કે તેમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા અસામાજિક તત્વ પ્રવેશ ન કરે.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

આવી સ્થિતિમાં જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ કોચમાં ઘૂસીને સામાનની ચોરી કરે છે. તો સંપૂર્ણ જવાબદારી રેલવેની હોતી નથી અને સંબંધિત વ્યક્તિએ વળતર પણ ચૂકવવું પડશે. તમને જણાવી દઈએ કે રેલવેનો આવો કોઈ કાયદો નથી. પરંતુ ગ્રાહક અદાલતે આવા કિસ્સાઓમાં મુસાફરની તરફેણમાં નિર્ણય આપ્યો છે.

રેલવેએ વળતર ચૂકવવું પડ્યું

જો તમે ટ્રેનના રિઝર્વેશન કોચમાં મુસાફરી કરી રહ્યા છો અને કોઈ અસામાજિક તત્વ લૂંટ ચલાવે છે. તો આની જવાબદારી રેલવેની છે. ગયા વર્ષે ચંદીગઢના એક યુવક સાથે આવું જ કંઈક થયું હતું. જે અંગે ગ્રાહક ફોરમે રેલવેને આદેશ કર્યો હતો કે તે વ્યક્તિની જે રકમ ચોરાયેલી છે, તેનું વળતર આપવામાં આવે. ગ્રાહક ફોરમે તેના નિર્ણયમાં કહ્યું હતું કે રિઝર્વેશન કોચમાં અસામાજિક તત્વોને પ્રવેશને રોકવાની જવાબદારી TTE અને અટેન્ડન્ટની છે. જો તેમની બેદરકારીથી પેસેન્જરને નુકસાન થાય છે, તો તેના માટે રેલવે જવાબદાર છે.

આ પણ વાંચો કયા દેશના સૈનિકોને મળે છે સૌથી વધુ પગાર, જાણો આ મામલે ભારત કયા નંબરે છે ?

Latest News Updates

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">